________________
( ૧૯૮)
શ્રીનષિમંડલ વૃત્તિ-ઉત્તર, પાસે જાઓ, તે તેને દીક્ષા આપશે.” પછી તે સર્વે છોકરાઓ ઉપવનમાં ગુરૂ પાસે ગયા અને ગુરૂને કહેવા લાગ્યા કે “આ અમારા મિત્રને દીક્ષા આપે.” ગુરૂએ રોષથી કહ્યું. “જો તમારે આને દીક્ષા આપવાની ઈચ્છા હોય તે વિભૂતિ (રાખ) લાવે.” તેઓ વિભૂતિ લાવ્યા એટલે રેષથી ગુરૂએ તત્કાલ પૂર્વ કર્મવેગથી તે શ્રેષ્ઠીપુત્રના મસ્તકને વિષે લેચ કર્યો. આ વખતે વિલક્ષ બનેલા ચિત્તવાલાતે સર્વે મિત્રો, પિતાના માતાપિતાના ભયથી પોતાના ઘરે જતા રહ્યા. પછી શ્રેષ્ઠીપુત્રે ગુરૂને કહ્યું, “હે ભગવન ! આ સર્વે મિત્રોએ હારું હાસ્ય કર્યું હતું. હું હમણું ન પરણેલા છું. મ્હારા બહુ બાંધે છે. માટે જે-આ વૃત્તાંત જાણશે, તે તેઓ તત્કાલ અહીં આવી કેધથી તમને બહુ પ્રહાર કરી મને પિતાના ઘર પ્રત્યે લઈ જશે. માટે તેઓ જેટલામાં અહીં ન આવે તેટલામાં આપણે બીજે ક્યાંઈ નાસી જઈએ.” ગુરૂએ કહ્યું. “હું રાતે દેખતો નથી. માટે તું માગ જોઈને આગલ ચાલ, અને હું પાછલા ચાલું.” શિવે તેમ કર્યું એટલે ભયથી શિષ્યની સાથે ગુરૂ ત્યાંથી ચાલી નિકળ્યા. રાત્રી હોવાથી નીચી ઉંચી ભૂમિના ભાગમાં ગુરૂને ખલના થવા લાગી. તેથી ગુરૂએ કહ્યું કે “અરે કુશિષ્ય ! તે આ કેવો માર્ગ જે છે? ઇત્યાદિ વચન કહેતા એવા ગુરૂએ ક્રોધથી શિષ્યને દંડપ્રહારથી મસ્તક ઉપર તાડન કર્યો. શિષ્ય પણ મનમાં વિચાર કરવા લાગ્યું કે “હા મંદભાગ્યવાલા મેં આ મહાત્માને આવી હેટી ખરાબ અવસ્થામાં પહોંચડ્યા.” આ પ્રમાણે વિચાર કરતાં તે વૈરાગ્ય પામ્યું. ગુરૂએ તે તેને મસ્તક ઉપર વારંવાર તાડના કરવા માંડે અને શિષ્ય આત્માની નિંદા કરવા લાગ્યો. તેથી તે શુકલ ધ્યાન પામ્યો. પછી કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થવાથી તે શિષ્ય સારા માર્ગે ચા• લવા લાગ્યા. કહ્યું છે કે–સર્વજ્ઞ પુરૂષનું અલન કયાંથી હોય?
સવારે ઝરતા રૂધિરથી ભિંજાઈ ગએલા અંગવાલા પોતાના શિષ્યને જોઈ ગુરૂના મનમાં આ પ્રમાણે ચિંતા થઈ કે–“ અહે! આજે જ દિક્ષા લેનારા આ શિષ્યને આ ઉપશમ કે ? જે મેં દુર્જને આવી રીતે પ્રહાર કર્યા છતાં પણ તેને જરાપણું કેપ ઉત્પન્ન ન થયે ! હારૂં આચાર્યપણું અને દીર્ધકાળનું દીક્ષિતપણું વૃથા છે. જે મેં અપરાધ વિનાના શિષ્યને વિષે આવો અપરાધ કર્યો. ” આ પ્રમાણે ઉત્પન્ન થએલા પશ્ચાતાપ રૂપ તીવ્ર અગ્નિથી ગુરૂએ પિતાના થડા રહેલા કર્મ રૂપ કાષ્ટને બાળી નાખ્યાં. તેથી તે તત્કાલ કેવલ જ્ઞાન પામ્યા. આ વખતે દેવતાઓએ ત્યાં આવી હર્ષથી મહાટુ સમવસરણ રચ્યું.
પ્રથમ દીક્ષા લઈ કેપથી ગુરૂએ તાડન કર્યા છતાં પણ જેણે ક્ષમા ધારણ કરી, ક્ષમા ધારણ કરવાથી તે જ દિવસે જે ત્રણ લેકમાં પૂજ્ય એ કેવલી થય વળી જેણે તીર્ણ ક્રોધવાલા પોતાના ગુરૂને ક્ષમાધારી તથા કેવલી બનાવ્યા, તે ચંડ રૂદ્રાચાર્યના ઉત્તમ શિષ્યને હું નિરંતર નમસકાર કરું છું.
'श्रीचंडरुद्र' नामना सूरीश्वरजीना शिष्यरत्ननो कथा संपूर्ण..