________________
શ્રીઅભયકુમાર કથાન્તર્ગત “શ્રીઉદાયની રાજર્ષિની કથા (ર૩૫) ઉદાયન રાજાએ પોતાની રાણી પ્રભાવતીના જીવ રૂપ જે સ્વર્ગમાં દેવતા ઉત્પન્ન થયું હતું તેનું સ્મરણ કર્યુ દેવતાએ તુરત ત્યાં આવીને ત્રણ મોટાં તલા બનાવી આપ્યાં. પછી જલપાન કરી કરીને સર્વ સૈન્ય સ્વસ્થ થયું. કહ્યું છે કે માણસો અન્ન વિના જીવી શકે પણ જળ વિના તે જીવી શકે નહીં. પછી પ્રભાવતીના જીવ રૂપ દેવતા પિતાના સ્થાનકે ગયા અને ઉદાયન ભૂપતિ ઉજજયિની નગરીએ પહોંચ્યા. ત્યાં દૂતના મુખથી ઉદાયન રાજાને તથા ચંડપ્રદ્યોતનને સૈન્યને સુખ આપનારી ધર્મ વૃત્તિની પેઠે સંગ્રામની વાત થઈ. ધન્ય એવા ઉદાયન રાજા સંગ્રામ કરવાના રથ ઉપર બેઠે અને તુરત રણતુર (યુદ્ધના વાઈ) વાગ્યાં. પછી ઉદાયન રાજાને ન જીતી શકાય એ જાણું ચંડપ્રદ્યતન રાજા પિતાના અનિલગ નામના ઉત્તમ હતિ ઉપર બેઠે. ચંડઅધતન રાજાને હસ્તિ ઉપર બેઠેલો જોઈ ઉદાયન રાજાએ કહ્યું. “અરે અધમ ! તું ભ્રષ્ટ પ્રતિજ્ઞાવાલે થયો છતો સમર્થ થયે નહીં એમ કહી ઉદાયન રાજાએ ચંડ દ્યોતનના હસ્તિને ચારે બાજુએ ભમાવી સર્વ પ્રકારના અભિસારથી યુદ્ધ આરંવ્યું, તેમાં તેણે સોયના સમાન તીક્ષણ બાણોએ કરીને ચંડપ્રદ્યતનના મુકુટને તથા અનિલગ હસ્તિના ચરણને વિધી નાખ્યા. સર્વ અંગેને વિષે પ્રસરતી બાણની અતિ પીડાથી બહુ કષ્ટ પામેલો હસ્તિ ક્યાંઈ પણ જવા સમર્થ થયે નહીં તેથી તે ત્યાંજ પડી ગયો તુરત ઉદાયન ભૂપતિ ચંડપ્રોતનને હસ્તિ ઉપરથી નીચે પાડી, હાથવતી પકડી, બાંધી અને પોતાના સૈન્ય પ્રત્યે લાવ્યો. ત્યાં તેણે ચંડપ્રદ્યોતનના કપાલમાં “તું હારી દાસીને પતિ થયા છે.” એવા આત્મપ્રશસ્તિના અક્ષર કરાવ્યા.
પછી ઉદાનય રાજા ચંડપ્રદ્યોતનને પિતાના સેવક સમાન બનાવી પિતે ઉજજયિની નગરી પ્રત્યે તે દિવ્ય પ્રતિમા લેવા માટે આવ્યા. ત્યાં તે દિવ્ય પ્રતિમાને નમસ્કાર કરી, પૂજન કરી લેવા માટે ઉપાડવા ગયો પરંતુ પર્વતની પેઠે તે પ્રતિમા જરા પણ ચલાયમાન થઈ નહિ. તેથી વિદ્યાન્માલી દેવતાએ બનાવેલી તે પ્રતિમા પ્રત્યે ઉદાયન રાજાએ કહ્યું કે “હે સ્વામિન્ ? શું હું અભાગ્યવાન છું જે આપ હારી નગરી પ્રત્યે નથી પધારતા? આ વખતે મૂર્તિના અધિષ્ઠાયક દેવતાએ કહ્યું “હે ઉદાયન! શેક ન કર કારણકે હારા નગરને વિષે રજોવૃષ્ટિથી સ્થળ થવાનું છે. માટે હું ત્યાં નહિં આવું.” અધિષ્ઠાયક દેવતાની આવી આજ્ઞાથી ઉદાયન પિતાના નગર તરફ વિદાય થયા. રસ્તામાં તેના પ્રયાણને રોકી રાખનારી વૃષ્ટિ થઈ, તેથી તેણે ત્યાંજ ઉત્તમ નગર વસાવી છાવણી નાખી. કહ્યું છે કે જ્યાં રાજાઓ નિવાસ કરે ત્યાંજ નગર જાણવું. સાથેના દશ રાજાઓ પણ રક્ષણ માટે ધુળનો કટ કરી ત્યાં રહ્યા જેથી તે છાવણું દશપુર નામે પ્રસિદ્ધ નગર થયું. ઉદાયન રાજા ચંડઘોતને ભેજનાદિક વડે જાણે પિતાને આવેજ ક્ષત્રિય ધર્મ હાયની? એમ પિતાનું બલ દેખાડતે હતે.