________________
(૨૩૮ )
શ્રી કૃષિમંડલ વૃત્તિ ઉતારાદ્ધ. લીધેલું પાછું આપી દે. રાજાઓ તે બલવડે ભાઈ પાસેથી, મામા પાસેથી, પિતા પાસેથી અથવા તો મિત્ર પાસેથી રાજ્ય લઈ લે છે. એવે કોણ મૂર્ખ હોય જે લીધેલું પાછું મૂકી દે. ” પ્રધાનનાં આવાં વચનથી હર્ષ પામેલો કેશી ફરી કહેશે.
ત્યારે તેમનું મૃત્યુ શી રીતે થાય ? ” પ્રધાને કહ્યું. “ વિષથીજ કરાવાય. પછી કેશીની આજ્ઞાથી કઈ એક ગોવાલણ વિષમિશ્રિત દહિં ઉદાયન મહષિને આપશે. પ્રભાવતીના જીવ રૂપ દેવતા વિષનું હરણ કરી મુનિને કહેશે કે તમને અહિં વિષયુક્ત દહિની પ્રાપ્તિ થશે. માટે હવે દહીંની ઈચ્છા કરશો નહીં. ” મુનિ દહિંનું ભક્ષણ નહિ કરે તેથી તેમના શરીરે રેગ વૃદ્ધિ પામશે. કારણ આષધનું સેવન ન કરવાથી રેગે વૃદ્ધિ પામે છે. ફરી મુનિ રેગિની નિવૃત્તિ માટે દહિનું ભજન લેશે. પણ દેવતા તે વિષનું હરણ કરશે. આમ ત્રણ વખત દેવતા વિષનું હરણ કરશે. એકદા પ્રમાદથી દેવતા વિષનું હરણ કરશે નહીં તેથી મુનિ વિષમિશ્રિત દહિનું ભક્ષણ કરશે. વિષથી ઉત્પન્ન થએલી પીડા બહુ વૃદ્ધિ પામશે ત્યારે પિતાને કાલ સમીપ આવ્યું જાણું તે મહા મુનિ અનશન લેશે, ત્રીસ દિવસ સુધી અનશન પાલી સમાધિથી કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી કર્મરહિત એવા તે મુનિરાજ મોક્ષ પામશે. ઉદાયન રાજર્ષિ મોક્ષ પામ્યાનું જાણુ બીજી કાલરાત્રી હાયની તેમ દેવતા કપ પામશે તેથી તે ધુળ વડે કરીને વીતભય નગરને પૂરી દેશે. અને ધુળની વૃષ્ટિથી દિવસને પણ રાત્રી જે કરી દેશે. આ વખતે કપિલ મુનિએ પ્રતિષ્ઠિત કરેલી પ્રતિમા દ્રવ્યની પેઠે ભૂમિમાં દટાઈ જશે. જે કુંભકારના ઘરમાં ઉદાયન રાજર્ષિ રહેશે તે કુંભારને દેવતા બીજે સ્થાનકે લઈ જઈ ને તેના નામથી નવું નગર સ્થાપન કરશે.
નિર્ભય એવા અભયકુમારે ફરી નમસ્કાર કરી શ્રી વિરપ્રભુને પૂછયું. હે વિશ્વપતિ ! પછી શું થશે તે ઝટ કહો. ” પ્રભુએ કહ્યું. “ જ્યારે ઉદાન રાજાએ પિતાનું રાજ્ય પોતાના ભાણેજ કેશીને આપ્યું. ત્યારે ઉદાયનની સ્ત્રી પ્રભાવતીનો પુત્ર વિચારવા લાગ્યા કે “ હું રાજ્યને ગ્ય, નિરપરાધી અને ભક્ત એવો પુત્ર છતાં પિતાએ મને રાજ્ય ન આપતાં પોતાના ભાણેજને આપ્યું તે સારું કર્યું નથી. પિતાએ પ્રભુ પણથી જે અયોગ્ય કર્યું છે તે ઠીક છે. પણ હું કેશીની સેવા તે શી રીતે કરીશ. કારણ ઉદાયનને પુત્ર તે હું જ . ” આ પ્રમાણે વિચાર કરી તે અભિચિ પિતાથી પરાભવ પામે છત કુણિક રાજા પાસે જશે. કારણ માનવંત પુરૂષને પરાભવ થયે છતે પરદેશ જવું એગ્ય છે. કૂણિક અભિચિને માસીને પુત્ર ભાઈ થાય છે. તેથી તે ત્યાં તેની દેખરેખ નીચે સુખથી રહેશે. જીવાજીવાદિ તત્વને જાણુ, સાધુને ઉપાસક અને વિવેકવાળો તે અભિચિ શ્રાવક ધર્મ પાલશે. જો કે તે અભિચિ બહુ વર્ષ પર્યત અખંડિત રીતે શ્રાવક ધર્મને પાલશે ખરે પણ પિતાથી થએલા પરાભવને સમરણ કરતે છતે પિતા ઉપરનું વૈરત્યજી દેશે નહીં, છેવટ પંદર દિવસના