________________
શ્રીમેધકુમાર નામના મુનિવરની કથા. ગમતી નહોતી તે પણ વાણુથી બંધાઈ ગએલો સંયમ માર્ગને પૂરે રાગી હોવાથી તેણે તે સર્વ વસ્તુઓ મગાવી આપી. પછી મઘકુમારે શ્રી જિનેશ્વર પ્રભુ પાસે જઈને દીક્ષા લીધી. રાત્રીએ મેઘકુમાર બારણા આગલ સંથારા ઉપર સુતે હતા તે વખતે બીજા મોટા સાધુઓના જવા આવવાથી તેમના ચરણને પ્રહાર મેઘકુમારને થતું. આમ બીજા સાધુઓનો પાદપ્રહાર થવાથી મેઘકુમાર વિચાર કરવા લાગ્યો કે “રાજ્ય ત્યજી દઈ નિધન થયો, તેથી આ સાધુઓ મને પાદપ્રહાર કરે છે. સર્વ સ્થાનકે ધનવંત માણસે જે માન પામે છે માટે હવે હું પણ સવારે વ્રત ત્યજી દઈ ઘરે જઈશ.” આ પ્રમાણે વિચાર કરતા મેઘકુમાર મુનિએ રાત્રી મહા કષ્ટથી નિવૃત્ત કરી સવારે વ્રત ત્યજી દેવાની ઈચ્છાથી પ્રભુ પાસે ગયા. શ્રી મહાવીર પ્રભુએ જ્ઞાનથી તેને ભાવ જાણીને કહ્યું “હે વત્સ? તું સંયમથી કેમ ભગ્ન પરિણામવાલે થયો છે? તેમજ તે પિતાના પૂર્વભવને કેમ નથી સંભાર તે? સાંભલ હારા પૂર્વભવઃ
આથી ત્રીજા ભવે તું વૈતાઢય પર્વત ઉપર મેરૂપ્રભ નામે હસ્તિ હતો. એકદા ત્યાં દાવાનલ સળગ્યો તેથી તું ત્યાંથી નાસીને એક તલાવમાં ગયો. ત્યાં તું કાદવમાં ખેંચી ગયો તેથી બલવંત એવા બીજા હસ્તિઓએ તને મારી નાખ્યો. સાત દિવસ પીડા પામ્યા પછી તું મરી ગયો અને વિંધ્યાચલને વિષે તેજ નામથી મહેોટા ગજરાજપણે ઉત્પન્ન થયું. એક દિવસ વિધ્યાચલ ઉપર દાવાનલ સળગ્યો જોઈ તને જાતિસ્મરણ જ્ઞાન ઉપન્યું તેથી તે તૃણ વિગેરેને ઉખેડી નાખી પિતાના યુથનું રક્ષણ કરવા માટે ત્રણ માંડલાં કર્યા. વલી એક દિવસ દાવાનલ સલગ્યે તેથી પોત પોતાના માંડલા પ્રત્યે જતા એવા મૃગાદિકથી બે માંડલાં તે ભરાઈ ગયાં. તું પોતાના પરિવારસહિત ત્રીજા માંડલામાં ઉભે રહ્યો એવામાં તને ખરજ આવવાથી તે ખજવાલવા માટે ત્યારે એક પગ ઉંચો કર્યો. તે પગ ઉંચે કર્યો એટલે તુરતજ બહુ જનાવરોના ઘસારાથી પીડા પામતું કઈ એક શશલુ સ્થાન ન મળવાને લીધે ત્યાંજ આવી ઉભું રહ્યું પિતાના પગ મૂકવાના સ્થાનકે શશલાને ઉભેલું જોઈ દયાથી પૂર્ણ મનવાલે તું ચોથે પગ પૃથ્વી ઉપર મૂક્યા વિના ત્રણ પગેજ ઉભો રહ્યો. અઢી દિવસે દાવાનલ શાંત થયું એટલે શશલા પ્રમુખ સર્વે પ્રાણુઓ સુધા તૃષાથી પીડા પામેલા હોવાથી ચાલ્યા ગયા. તું જે ત્યાંથી ચાલવા ગયે તેજ પગ ઉચો રાખવાથી થયેલી પીડાને લીધે પૃથ્વી ઉપર પડી ગયો. પછી સુધા તૃષાથી પરવશ થયેલે તું ત્રીજે દિવસે મૃત્યુ પામ્યું. તે પ્રાણુ ઉપર દયા રાખી તે પુણ્યથી હમણાં તું રાજપુત્ર થયે છું તે હવે આ મનુષ્યભવને વૃથા શા માટે હારી જાય છે? તે એક શશલાનું રક્ષણ કરવા માટે ત્રણ દિવસ ઉભા રહી છેવટ દેહને ત્યાગ કર્યો તો પછી સાધુઓના પગના પ્રકારના કષ્ટથી ચારિત્રથી કેમ ભ્રષ્ટ થાય છે ? તું એક જીવને અભય આપવાથી આવું ફલ પાપે તે પછી સાધુની પેઠે સર્વ જીવને