________________
શ્રીજ’ભૂસ્વામી' નામના ચમકેવલીની કથા.
( ૩૨૩) સપત્તિ આપી. પછી બુદ્ધિ ઉપર સ્પર્ધા કરી સિદ્ધિએ યક્ષની આરાધના કરવા માંડી યક્ષ પ્રસન્ન થયા ત્યારે દુષ્ટ ચિત્તવાળી સિદ્ધિએ વિચાર્યું જે હું આજે પ્રસન્ન થએલા યક્ષથી જો કાંઇ ધન માગીશ તેા બુદ્ધિ યક્ષનું આરાધન કરી ન્હા રાથી બમણું માગશે. માટે આજે હું યક્ષ પાસેથી એવું માગું કે મ્હારાથી ખમણું માગનારી બુદ્ધિને અનર્થકારી થઇ પડે. “ જો હું આવી રીતે કરૂં તેાજ મ્હારી બુદ્ધિ ખરી.” આમ વિચાર કરી તેણે યક્ષને કહ્યું કે મ્હારી એક આંખ કાણી કરો.” યક્ષે “ એમ થાએ ” એમ કહ્યું, એટલે તેની એક આંખ કાણી થઈ.
હવે બુદ્ધિ “ યક્ષે તેને શું ખમણું આપ્યું હશે ?” એમ ધારી સિદ્ધિથી બમણું મેળવવાની ઇચ્છાથી ફ્રી યક્ષનું આરાધન કરવા લાગી. છેવટ પ્રસન્ન થએલા યક્ષ પાસેથી બુદ્ધિએ એવું માગ્યું કે “ તમે સિદ્ધિને જે આપ્યું હેાય તેથી મને બમણું આપે.” યક્ષ “ એમ થાએ ” એમ કહી અંતર્ધ્યાન થઇ ગયા. બુદ્ધિ તુરત આંધળી થઈ. કારણ દેવતાનું વચન અન્યથા થતું નથી. આ પ્રમાણે અપૂર્વ અપૂર્વ સંપત્તિની પ્રાપ્તિથી પણ સતેષ નહિ પામેલી અને લાભથી બહુ ભ્યાસ થએલી બુદ્ધિએ પેાતે પેાતાના નાશ કર્યો.
(નભસેના જણૢકુમારને કહે છે કે) “હે નાથ ! આ પ્રાપ્ત થએલી મનુષ્ય ભવની સંપત્તિને નહિ ઈચ્છતા એવા તમે અધિક સંપત્તિની ઈચ્છા કરે છે તે તમે પશુ અંધ થએલી બુદ્ધિની સમાન થશે.”
જખૂકુમારે હ્યું “ હે દેવાનુપ્રિયે ! હું જાતિવંત અશ્વની પેઠે અવળે માર્ગે જાઉ તેવા નથી. સાંભળ તેની કથા:
વસંતપુર નગરમાં કલ્યાણના સ્થાનરૂપ અને પવિત્ર બુદ્ધિવાળા જિતશત્રુ નામે રાજા પુત્રની પેઠે પ્રજાનું રક્ષણ કરતા હતા. તેને શ્રેષ્ઠ ગુણુના સ્થાનરૂપ બાલમિત્ર અને વિશ્વાસના પાત્ર એવા જિનદાસ નામે શ્રેણી હતા.
એકદા અશ્વપાલે સર્વ લક્ષણથી શાભતા એવા ખાળ અશ્વો ભૂપતિને દેખાડયા. તે વખતે ભૂપતિએ અશ્વલક્ષણને જાણનારા પુરૂષોને આજ્ઞા કરી કે “ આમાં કર્યાં કયાં લક્ષણૈાથી પૂર્ણ અશ્વ છે ?” પછી તે શાસ્ત્રમાં કહેલા લક્ષણાવાળા એક અશ્વને રાજાની પાસે લાવી કહેવા લાગ્યા. “ આ અશ્વની જંઘા અને ખરીઓના વચલા ભાગ મજબુત સાંધાવાળા છે, ખરીએ ગાળ છે. જાનુ, જંઘા અને મુખ માંસરહિત છે. ડોક અતિ ઉંચી અને ચક્રાકાર છે, એના મુખના શ્વાસ પદ્મ સમાન છે, વાળ ગાઢ છે, કાયલ જેવા સ્વર છે, ન્હાના કાન, ન્હાનું પૂચ્છ અને મલિકાના જેવી તેની આંખા છે. વાંસે પુષ્ટ છે, તેને પંચભદ્રના ચિન્હ છે. સધાદિ સાત સ્થાનકા પણુ પુષ્ટ છે. છાતી વિગેરે સ્થાનકે દશ ધ્રુવાવથી સુશાલિત છે. તેમ બુધાવતી દશ દુષ્ટ ચિન્હાથી રહિત છે, માટે આ સ્નિગ્ધ દાંતવાળા માળ અશ્વ