________________
શ્રીજ બુસ્વામી નામના ચમકેવલીની કથા. (૩૨૭) સુખને નિવારક એવું મહા ઘર આભિગિક કર્મ ઉપાર્જન કર્યું. આવા કપટકાય થી કાલધર્મ પામીને તે સલ્લક બહુ દુઃખથી ભરપૂર એવી તિર્યંચ ગતિમાં બહુ કાળ ભમી છેવટ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને વિષે સેમદત્ત બ્રાહ્મણની સ્ત્રી સામગ્રીના ઉ દરથી પુત્રપણે ઉત્પન્ન થયો. પેલી ઘોડી પણ મૃત્યુ પામી અનેક ભવ ભમી છેવટ તેજ નગરમાં કામ પતાકા વેશ્યાની અતિપ્રિય પુત્રીપણે ઉત્પન્ન થઈ. અનુક્રમે માતા પિતાએ નિત્ય હર્ષપૂર્વક કણવૃત્તિથી પિષણ કરાતે તે પુત્ર વનાવસ્થા પામે. તેમજ ગણિકાની પુત્રી પણ ધાવમાતાઓએ હદય આગળ ધારણ કરી છતી હારયષ્ટિની પેઠે અનુક્રમે અદભૂત એવી વનાવસ્થા પામી. જેમ માલતી ઉપર ભમરાઓ અનુરક્ત થાય તેમ ગામના મોટા ધનવંત યુવાન પુરૂષો પરસ્પર તે ગણિકાપુત્રીના ઉપર અનુરક્ત થવા લાગ્યા. પેલા બ્રાહ્મણપુત્રનું મન પણ તેના ઉપર આસક્ત થયું તેથી સર્વ અર્થને બાધા કરનારે તે પણ શ્વાનની પેઠે તેના દ્વારનું નિત્ય સેવન કરતો હતો. મહા સમૃદ્ધિવંત રાજા, પ્રધાન અને શ્રેષ્ઠી પુત્રોની સાથે ક્રીડા કરતી તે વેશ્યાપુત્રી બ્રાહ્મણ પુત્રનું અપમાન કરતી, પણ તે વિપ્રપુત્ર તે તેને જોઈ જોઈને પોતાનું જીવિત ગાળવા લાગ્યો. વેશ્યાપુત્રી તે તેના સામું જોતી પણ નહોતી. કારણ ધનવંત પુરૂષ ઉપર રાગ કરે એ વેશ્યાસ્ત્રીઓને સ્વભાવ હોય છે.
પછી કામથી પીડા પામતે તે બ્રાહ્મણપુત્ર વેશ્યાપત્રીના પડખાને ત્યજી દેવા સમર્થ નહીં હોવાથી તેને ચાકર થઈ તેના ઘરે રહ્યો. ત્યાં તે ખેતીનું કામ, સારથીનું કામ, પાણી લાવવાનું અને ધાન્ય દળવાનું કામ એમ સઘળાં કામ કરવા લાગે. એક કામ તે નહિં કરતે તેમ નહોતું. નિરંતર માર ખાતે પણ તે તેના ઘરથી નિકલતે નહીં એટલું જ નહિ પણું કામાતુર એ તે વિપ્રપુત્ર ભૂખ તરસ અને વેશ્યાપુત્રીના તિરસ્કારને પણ સહન કરતે.
જંબૂકુમાર કનકશ્રીને કહે છે કે, ઘડી સમાન તમારે વિષે હું તે પુરુષની પેઠે આભિગિક કમ નહિ ઉપાર્જન કરૂં માટે હવે તમે યુક્તિ કરવી ત્યજી દે.
પછી કમલવતીએ કહ્યું. “હે પ્રખ્યાત ગુણમંડલ! આપ માસાહસ પક્ષીની પેઠે સાહસિક ન થાઓ. સાંભળો તેની કથા – - કોઈ એક દુકાલથી પીડા પામતે પુરૂષ પિતાના સ્વજનેને ત્યજી દઈ મોટા સંઘની સાથે દેશાંતર જવા ચાલી નીક. સંઘે એક મોટા અરણ્યમાં પડાવ કર્યો ત્યાં તે પુરૂષ તૃણ, કાષ્ટ વિગેરે લેવા માટે એકલો જંગલમાં ગયો. તે વખતે અરેથની ગુફામાં મોટું પહોળું કરીને સુતેલા એક સિંહના દાંતે વળગેલા સાંસના કકડાને લઈ કોઈ એક પક્ષી વૃક્ષ ઉપર બેઠું. વળી તે માંસભક્ષણ કરનારું પક્ષી ત્યાં બેડું બેઠું “મા રાજસ” એમ વારંવાર બોલતું હતું. પેલો પુરૂષ, તેની આવી ચેષ્ટાથી વિસ્મય પામી તેને કહેવા લાગ્યું. “તું “ સાર' (સાહસ ન કરવું) એમ બેલે છે અને ખાય છે તે સિંહના મોંઢામાંથી માંસ, ખરેખર આ