________________
શ્રી જ સ્વામી નામના ચશ્મવિલીની કથા (૩૫) એટલે પ્રસન્ન થએલા જિનદાસ શ્રેષ્ઠીએ પિતાના બંધુની પિડે તે દંભી શ્રાવકને પ્રીતિથી સ્નાન કરાવ્યું. પછી વિવિધ પ્રકારના સ્વાદથી મનહર એવા ભેજનથી સંતોષ પમાડી પાન સોપારી આપ્યાં. પછી પુણ્યાત્મા જિનદાસ તે દુરાત્મા કપટી શ્રાવકની સાથે ધર્મ કથા કરવા લાગ્યા. . તે વખતે જિનદાસને સબંધી કોઈ પુરૂષ ત્યાં આવી તેને કહેવા લાગ્યા.
હે બંધ ! કાલે હારે ત્યાં શુભ અવસર હોવાથી આપ પધારજો. ત્યાં આપને દિવસ અને રાત્રી રહેવાનું છે. કારણ આપ કલ્યાણ કરવામાં કુશલ છે તેથી આપના વિના શ્રેય કેમ થાય ? ” જિનદાસે તે પિતાના માણસને હા કહીને રજા આપ્યા પછી સરલ મનવાળા તેણે પેલા કપટ શ્રાવકને કહ્યું કે “હે ઉતમ બુદ્ધિવંત ! મહારે તે વ્હારા સ્વજનને ઘેર નિચે જવું પડશે, તેથી હું જાઉં ત્યારે તમારે પિતાના ઘરની પેઠે આ હારા ઘરનું રક્ષણ કરવું ” કપટ શ્રાવકે હસતાં હસતાં તે વાત કબુલ કરી એટલે જિનદાસ તેના ઉપર વિશ્વાસ રાખી પિતાના સંબંધીને ત્યાં ગયો. - હવે તે દિવસની રાત્રીએ કેમુદી પર્વતને ઉત્સવ હોવાથી સર્વે નગરવાસી જને તે ઉત્સવમાં વ્યગ્ર બની ગયા હતા. કપટ શ્રાવકને તે અવસર મળ્યે તેથી તે હષથી બાલ અશ્વને લઈ ચાલતે થયે. ધિક્કાર છે, ધિક્કાર છે આવા વિશ્વાસઘાતી માણસને. તે અશ્વ પણ અરિહંત પ્રભુના મંદિરને ત્રણ પ્રદક્ષિણા કરીને ક્યુટ શ્રાવકે બહુ નિવાર્યા છતા પણ તલાવે ગયે. બીજે કયાંઈ ગયો નહીં. તલાવથી પાએ ફર્યો ત્યારે પણ જિનમંદિરને કરી પ્રદક્ષિણા કરી જિનદાસના ઘરે આવ્યે પણ. બીજે કઈ સ્થાનકે ગયો નહીં. દુષ્ટ વરીઓના સચિવે તે અશ્વને લઈ જવા બહુ પ્રયાસ કર્યો પણ તે તેમ કરવા સમર્થ થયો નહીં એટલામાં સવાર થઈ. સૂર્ય ઉદય થયો એટલે પેલો દુષ્ટ બુદ્ધિવાળ કપટ શ્રાવક નાસી ગયો. આ વખતે જિનદાસ પણ પિતાના ઘર પ્રત્યે આ. જિનદાસે રસ્તે આવતા લોકોના મુખથી , સાંભળ્યું કે “ આજે તમારા અશ્વને કૌમુદી ઉત્સવની આખી રાત્રી ફેરવ્યો છે. ” જિનદાસ “ આ શું ” એમ વિસ્મય પામતે છતે ઘરે આવ્યા તે તેણે થાકી ગએલા, દુબલા થએલા અને પરસેવાથી ભિંજાઈ ગએલા તે અશ્વને દીઠે. “ખરેખર પુણ્યના ભેગથી આ અશ્વ રહ્યો. અવે ! તેણે મને ધર્મને હાને છેતર્યો છે. ” આમ વિચાર કરતો એ તે શ્રેષ્ઠી એકી વખતે ઉત્પન્ન થએલા હર્ષ અને શેકથી તુરત તે અશ્વને ભેટી પડશે. જિનદાસ તે દિવસથી અશ્વનું વધારે રક્ષણ કરવા લાગ્યા. કારણ કે તે અશ્વ અવળે માર્ગે ગયે નહિ, તેથી તેને વધારે પ્રિય થયે.
(જંબૂકમાર નભસેનાને કહે છે કે ) હે પ્રિયે ! તે અશ્વની પેઠે મને પણ કઈ અવળે માર્ગે લઈ જવા સમર્થ નથી, તેમ હું પણ પરલોકને વિષે સુખકારી એવા તે માને ત્યજી દઈશ નહીં. ”