________________
( ૪)
શ્રી રષિએડલવૃત્તિ-ઉત્તર પિતાના રાજાની સંપત્તિને વૃદ્ધિ પમાડનાર છે.” પછી રાજાએ પણ તે અશ્વને લે ઉત્તમ લક્ષણવાળો જાણે તેની બહુ ભક્તિથી પૂજા કરી અને પોતે તેનું રક્ષણ કરવાને સમર્થ નહિ હોવાથી તેણે જિનદાસને બોલાવીને કહ્યું. “ તમારે આ મહારા બાલ અશ્વિનું પોતાના પ્રાણની પેઠે રક્ષણ કરવું. ” જિનદાસ “ આપને હુકમ હારે પ્રમાણ છે ” એમ કહી અશ્વને પિતાના ઘરે લાવ્યું અને તેને નાન, પાન, ભેજનાદિથી બહુ સુખી કર્યો. જિનદાસ તેના ઉપર બેસી પ્રથમ ધારાથી ચલાવતે જીતે તેને હંમેશાં તલાવે પાણી પાવા લઈ જતા. ઘરેથી તલાવે જતા રસ્તામાં એક જિનમંદિર હતું. તેને સંસાર સમુદ્રના દ્વીપ સમાન માની તેને તે ઉલ્લંઘને જ નહીં & હારે જિનમંદિરની અવજ્ઞા ન થાઓ ” એવા હેતુથી તે અશ્વ ઉપર બેઠા બેઠા જતાં આવતાં હંમેશા ત્રણ પ્રદક્ષિણા કરતે. દેવના તત્વને જાણનારે એ પણ તે શ્રેષ્ઠી અશ્વ ઉપરથી નીચે ન ઉતરતાં તેમજ મંદિરની અંદર પ્રવેશ ન કરતાં તેમને તેમ પ્રભુને વંદના કરતે તે એવા હેતુથી કે આ અશ્વને પ્રમાદ ન થાય. જિનદાસ શ્રેષ્ઠીએ અને એ શિક્ષિત કર્યો હતો કે તે અશ્વ ઘર, તલાવ અને ચિત્ય એ ત્રણ શિવાય બીજે કઈ ઠેકાણે નહીં.
જેમ જેમ આ બાલ અશ્વ ધીમે ધીમે વૃદ્ધિ પામતે ગયો તેમ તેમ રાજાને ત્યાં સંપત્તિ વધતી ગઈ. એટલું જ નહિ પણ તે બાલ અશ્વના પ્રભાવથી તે રાજા દેવતાઓની મધ્યે ઇંદ્રની પેઠે સર્વ રાજાઓની મધ્યે ઉત્કૃષ્ટ થયો. પછી તે રાજાની આજ્ઞામાં રહેવાથી પીડા પામતા બીજા રાજાઓ વિચાર કરવા લાગ્યા કે “ જેના પ્રભાવથી જિતશત્રુ ભૂપતિએ આપણને વશ કર્યો છે તે અશ્વને કાંતે હરણ કરો અથવા મારી નાખવે. પણ તે અશ્વ જ્યારે વૃદ્ધિ પામશે ત્યારે પકડી શકાશે.” આ પ્રમાણે રાજાઓ વિચાર કરતા હતા તેવામાં કઈ રાજાના એક મંત્રીએ કહ્યું.
હે નૃપ ! હું કઈ પણ ઉપાયથી તે અશ્વનું હરણ કરીશ. કારણુ બુદ્ધિમંતને અસાધ્ય શું છે, અને તે બુદ્ધિ તે હારે બહુ છે.” રાજાએ તેને “એમ કર” એ આદેશ કર્યો એટલે તે બુદ્ધિવંત મંત્રી કપટ શ્રાવક થઈ તત્કાલ વસંતપુર ગયે.
ત્યાં તેણે જિનમંદિરમાં પરમેશ્વરને વંદના કરી ઉત્તમ સાધુઓને નમસ્કાર કર્યો. પછી જિનદાસને ઘેર જઈ તેના ઘર દેરાસરમાં પ્રભુને વંદના કરી. શ્રાવકને પણુ પ્રણામ કરવાની રીત પ્રમાણે નમસ્કાર કર્યો અને પછી બગલાની પેઠે કપટથી પિતાનું શ્રાવકપણું દર્શાવ્યું. જિનદાસે પણ સામા જઈ તે ધર્મિને વંદના કરીને પૂછયું કે “ તમે કયા નગરથી આવો છો ? ” કપટ શ્રાવકે કહ્યું. “ હારું મન સંસારથી ઉગ પામ્યું છે તેથી હું થોડા દિવસમાં ચારિત્ર લઈશ. મહારે ગૃહવાસથી સર્યું, દંભરહિત અને ઉત્તમ શ્રાવક એ હું તીર્થયાત્રા કરીને પછી સુગુરૂ પાસે મહાવ્રત આદરીશ. ” જિનદાસે કહ્યું. “હે મહાભાગ ! આપ ભલે આવ્યા. સમાન ધર્મવાળા આપણુ બને સુખકારી ધર્મવાર્તા કરશું. ” કપટ શ્રાવકે તે વાત સ્વીકારી