________________
શ્રીગલિમડલ વૃત્તિ-ઉત્તરન આપું, ત્યાં સુધી હારે “નમો અરિહંતા” એ વચન બેલ્યા કરવું.” મહાવત બહુ તૃષાતુર હતો તેથી તે એ પ્રમાણે બોલવા લાગ્યા અને જિનદાસ, રાજ પુરૂષની રજા લઈ પાણું લઈ આવ્યું. પાણીને આવેલું જેઈ શાંત થએલો મહાવત
જો અરિહંતા » એ શબ્દો ઉચ્ચાર કરતે કરતે તુરત મૃત્યુ પામે. જે કે. તે મહાવત દુરાચારી હતો તેપણ કરેલી કામનિર્જરાના પુયોગથી તેમજ નવકારના પ્રભાવથી વ્યંતર દેવતા થયે. * હવે પેલી વ્યભિચારિણી રાણી ચારની સાથે ચાલવા લાગી એવામાં માર્ગે જલના પૂરથી ન ઉતરી શકાય એવી એક નદી આવી. ચોરે તે દુરાચારિણીને કહ્યું. “ હે પ્રિયે! વસ્ત્રાભૂષણના ભાર સહિત તને હું એક વખતે ઉતારી શકવા સમર્થ નથી, તેથી આ વસ્ત્રાભૂષણને ભાર મને આપ. હું પ્રથમ તેને સામે તીરે મૂકીઆવીને પછી તને ક્ષેમકુશળ ત્યાં પહોંચાડીશ. હું જ્યાં સુધીમાં અહીં આવું ત્યાં સુધી તે આ નદીના કાંઠે ઉગેલા શરના સમૂહમાં સંતાઈ રહે. એકલી છતાં પણ તું હીશ નહીં. હું હમણાં ઝટ પાછો આવું છું. હું તને હારી પીઠ ઉપર બેસારી વહાણની પેઠે તરતો છતે સામે કાંઠે પહોંચાડીશ. હે પ્રિયે ! મહારું વર્ચન માને. ” પછી તે દુરાચારિણીએ શરના સમૂહમાં પેસી તેના કહેવા પ્રમાણે કર્યું. ચાર પણ વસ્ત્રાભરણુ સહિત નદીના સામે કાંઠે જઈ વિચાર કરવા લાગ્યો. “જેણે હારા ઉપર અનુરાગ ધરી પિતાના પતિને પણ મારી નાખે તે ક્ષણ માત્ર રાગ ધરનારી સ્ત્રી મને પણ નિચે આપત્તિ કરનારી થશે. ” આવો વિચાર કરી તે ચોર, વસ્ત્રાભરણું લઈ ઉંચું મુખ કરી તે સ્ત્રીને જેતે જેતે હરિની પેઠે નાસી જવા લાગ્યો. તેને નાસી જતો જોઈ નગ્ન રહેલી પેલી સ્ત્રીએ કહ્યું કે “ અરે ! તું મને ત્યજી દઈ કયાં નાસી જાય છે ? ” ચારે કહ્યું. “ તને કૃતધ્રને જાણ હું નાસી જાઉં છું. હારાથી હારે સર્યું. ” આમ કહીને પછી તે ચેર પક્ષીની પેઠે નાસી જતો છતે અદશ્ય થઈ ગયો અને પતિને નાશ કરનારી તે દુષ્ટા તે ત્યાંજ રહી.
હવે મહાવતનો જીવ કે જે દેવતા થયો હતો. તેણે અવધિજ્ઞાનથી જોયું તે આવી સ્થિતિ પામેલી તે સ્ત્રીને વનમાં એકલી દીઠી. પછી પિતાના પૂર્વજન્મની સ્ત્રીને બોધ આપવા માટે તે દેવતાએ મુખમાં માંસના કકડાવાળું એક શીયાળનું રૂપ ધારણ કર્યું. તે ત્યાં નદીને તીરે માંસના કકડાને પડતો મેલી પાણીથી બહાર ઉંચું મુખ રાખીને રહેલા એક મર્યને પકડવા દેડયું. મત્સ્ય તુરત નદીમાં પેશી ગયું અને માંસને કકડો શમળી લઈ ગઈ.
આ કેતુકને જોઈ નદીના તીરે શરના વનમાં બેઠેલી નગ્ન સ્ત્રીએ દુઃખથી દગ્ધ થયા છતાં પણ તે શીયાલને કહ્યું. “અરે દુર્મતિ શિયાલ! તેં માંસને કકડા ત્યજી દઈ મજ્યની ઈચ્છા કરી તો તું માંસ અને અને મત્સય બન્નેથી ભ્રષ્ટ થ. હવે જોયા કરે છે? શિયાલે કહ્યું. “હે નગ્ન સ્ત્રી! પણ પોતાના