________________
શ્રીહલ અને શ્રીવિહલ નામના મુનિવરેની કથા. (૨૫૫) પામીને કઈ ગતિએ જાય છે? ” પ્રભુએ કહ્યું. તેવા પુરૂષે મૃત્યુ પામીને સાતમી નરકે જાય છે.” કૃણિકે ફરી પૂછયું “હે સ્વામિન્ ! હું કઈ ગતિ પામીશ ? ”શ્રી વિરપ્રભુએ કહ્યું. “તું છઠ્ઠી નરકે જઈશ.” કણિકે કહ્યું. “હે ઈશ! હું સાતમી નરકે શા માટે નહિ જાઉં?” પ્રભુએ કહ્યું. “ તું ચકવતિ નથી. ” કણિકે “હું ચકવતી કેમ નથી ? હારી સંપત્તિ તો ચકવતી સમાન છે. ” પ્રભુએ કહ્યું. “ હૈ રાજ ! હારી પાસે ચૌદ રત્ન નથી. એક રત્ન વિના પણ ચક્રવર્તિનું નામ દુર્ધટ છે.” પ્રભુનાં આવાં વચન સાંભળી ગર્વના પર્વત સમાન કણિક રાજાએ લેહમય એકેદ્રિય રત્ન બનાવ્યા. વળી વૃથા મનોરથ કરનારા તે દુષ્ટિબુદ્ધિવાળા રાજાએ પિતાની પદ્માવતી પ્રિયાને સ્ત્રીરત્ન બનાવી, ગજાદિકને બીજા રત્નરૂપ બનાવ્યા. પછી મહાપરાક્રમવાળો તે ભરત ક્ષેત્રને સાધતે છતે અનુક્રમે વિતાઢય પર્વતની જગજવી તમિશ્રા ગુફા પાસે આવી પહોંચ્યો. પછી દુદેવથી દૂષિત થએલા અને આત્માને નહિ જાણનારા કૃણિકે પોતાના દંડર–વડે ગુફાના બારણાના કમાડને ત્રણવાર પ્રહાર કર્યો. આ અવસરે ગુફાના દ્વારનું રક્ષણ કરનાર કૃતમાલ દેવે કહ્યું કે “અરે મરવાની ઈચ્છા કરનાર અને આત્માને નહિ જાણનારો કયે પુરૂષ આ ગુફાના દ્વારના કમાડને તાડન કરે છે?” ચંપાપતિએ કહ્યું. “ વિજય કરવાની ઈચ્છાથી અહીં આવેલા મને તું શું નથી જાણતો? હું અશોકચંદ્ર નામે ઉત્તમ બુદ્ધિવાળો ચક્રવતિ ઉત્પન્ન થયો છું.” કૃતમાલ દેવતાએ કહ્યું. “ચક્રવતિઓ તે બારજ હોય છે. તું નહિ પ્રાર્થના કરવા ચોગ્ય વસ્તુની પ્રાર્થના કરે છે તે હવે તેમ નહિ કરતા પ્રતિબંધ પામ અને હારું કલ્યાણ થાઓ. કણિકે કહ્યું. “પુણ્યથી પુષ્ટ એ હું આ લેકમાં તેરમો ચકવતિ થયે છું. કારણ પુણ્યથી શું નથી પ્રાપ્ત થતું અર્થાત સર્વ વસ્તુ મળે છે. હે કૃતમાલ! તું મારા ભુજાબલને જાણ નથી, માટે આ ગુફાના બારણને ઉઘાડ નહિ તે નિચે તું મૃત્યુ પામીશ.” આ પ્રમાણે જાણે શરીરમાં ભૂત ભરાયું હોયની? એમ જેમ તેમ બોલતા એવા કૂણિકને કૃતમાલ દેવતાએ ક્રોધથી ક્ષણમાત્રનાં ભમરૂપ કરી દીધે.
આવી રીતે મૃત્યુ પામીને ચંપાનગરીને રાજા કુણિક છઠ્ઠી નરકે ગયે. નિચે જિનેશ્વરેનું વચન ક્યારે પણ મિથ્યા થતું નથી. કૂણિક ફક્ત કહેવા માત્ર રહે તે પ્રધાનાદિ પુરૂષોએ તેના પુત્ર ઉદાયનને રાજ્યાભિષેક કર્યો. પછી નિર્મલ અંતાકરણવાળા હાલ વિદુલ મુનિઓ અતિચાર રહિત દીક્ષા પાળવા લાગ્યા. અગીયાર અંગના ધારણહાર અને સોલ તથા વીશ વર્ષના પર્યાયવાળા એ બને મુનિરાજેએ વિધિથી એક વર્ષ પર્યત સુગુણ રત્ન નામે તપ કર્યું. ગુણેના ભંડારરૂપ હલ્લ મુનિરાજ સોળ વર્ષ પર્યત ઉત્તમ રીતે ચારિત્ર પાળી યંત નામના અનુત્તર દેવલોકમાં ગયા. અને વિહલ્લ મુનિરાજ વીસ વર્ષ ઉત્તમ ચારિત્ર પાણી અપરાજિત વિમાન પ્રત્યે ગયા તે બને, સુનિરાજને હું ભકિતથી સ્તવું છું.
'श्रीहल्ल' अने श्रीविहल्ल नामना मुनिवरोनी कथा संपूर्ण