________________
‘છી જબસ્વામી નામના ચમકેલીની કથા (૨) મથુરા નામની મહા નગરીમાં રૂપ સંપત્તિથી વિશ્વને ક્ષોભ કરનારી કુબેરસેના નામે ગણિકા રહેતી હતી. તે પહેલા જ ગર્ભે બહુ દુખ પામવા લાગી તેથી તેની માતા તેને વૈદ્ય પાસે લઈ ગઈ. કારણ કે રેગ થાય ત્યારે માણસને વૈદ્ય જ શરણ છે. વૈદ્ય નાડી વિગેરે જોઈ તેને રોગરહિત જાણી અને પછી કહ્યું કે “એને કઈ રેગ નથી, પણ તેના કલેશનું કારણ એ છે કે તેના ઉદરને વિષે અતિ દુર્વહ એવા બે ગર્ભ ઉત્પન્ન થયા છે તેથી તેને આ દુઃખ થાય છે. આ દુ:ખ તને પ્રસવ થતાં સુધી રહેશે. પછી માતાએ કુબેરસેનાને કહ્યું. “હે વત્સ ! હું હારો ગર્ભ પડાવી નાખું; કારણ પ્રાણુને નાશ કરનારા ગર્ભને રક્ષણ કરવાથી આપણને શું લાભ? કુબેરસેનાએ કહ્યું. “હારો ગર્ભ સુખે રહો, હું કલેશને સહન કરીશ. એકજ વખતે ઘણું બચ્ચાને જન્મ આપનારી ભૂંડણ પણ જીવે છે.” પછી બહુ દુઃખને સહન કરી તે કુબેરસેના ગણિકાએ ઉત્તમ સમયે એક પુત્રી અને એક પુત્ર એમ જોડલાને જન્મ આપે. માતાએ પુત્રીને કહ્યું. “હે વત્સ ! આ બને બાળકો દ્વારા શત્રુરૂપ છે કારણ કે તેમણે ગર્ભમાં રહ્યા છતાં તને મૃત્યુના સુખ સુધી પહોંચાડી છે. આ બને બાળકો હારા નવવનને હરણ કરનારા છે અને થોવન એ વેશ્યાઓની આજીવિકા છે, માટે તું હારા દૈવનનું રક્ષણ કર, તેમજ હે પુત્રી ! ઉદરથી ઉત્પન્ન થએલા બાલકને મલની પેઠે ત્યજી દે. તું યેવનાવસ્થાને મેહ ત્યજી આ બાલકો ઉપર મેહ ન કર. આ આપણે કુલાચાર છે.” કુબેરદત્તાએ કહ્યું. “હે માતા જે કે તું કહે છે તે ઠીક છે તે પણ દશ દિવસ સુધી ધીરજ રાખ. હું તેટલા દિવસ સુધી આ હારા પિતાના બાળકનું પોષણ કરીશ” માતાએ તેમ કરવાની તેને આજ્ઞા આપી તેથી બાલકનું ઈષ્ટ કરનારી તે કુબેરદત્તા વેશ્યા નિરંતર ધવરાવવા વિગેરેથી તે બને બાલકનું પોષણ કરવા લાગી. આ પ્રમાણે ઉત્સવથી નિરતર બાલકોને પાલતી એવી તે વેશ્યાના દશ દિવસ સુખેથી નિકળી ગયા. પછી તે ચતુર ગુણીકાએ કુબેરદત્ત અને કુબેરદત્તા એવા નામની બે મુદ્રિકાઓ કરાવીને તે બને બાલકના એક એક આંગળીને વિષે પહેરાવી. ત્યાર પછી તેણુએ એક ઉત્તમ લાકડાની પેટી કરાવીને તેમાં બહુ રત્ન ભરી બન્ને બાલકને મૂક્યાં. છેવટ તે પેટીને પિતે યમુના નદીના પ્રવાહમાં તણાતી મૂકી જેથી તે જાણે હંસલી હાયની? એમ સુખે તરતી ચાલી પછી બાલકના વિયેગથી ઉત્પન્ન થએલા ઘાઢ શાકથી બહુ પીડા પામતી તે વેશ્યા પોતાના ઘર પ્રત્યે આવી.
હવે પિટી સવાર થતા શાયપુર નગરના દ્વાર પાસે આવી પહોંચી ત્યાં તેને કઈ શ્રેષ્ઠ પુત્રએ દીઠી જેથી તેઓએ લઈ લીધી. બન્ને જણાએ પેટીને ઉઘાડતાં તેમાં રહેલા પુત્ર પુત્રી રૂ૫ બાળકોને જોયાં, તેથી એકે પુત્રને અને એક પુત્રીને એમ એક એક લઈ લીધાં. શ્રેષ્ઠીપુત્રએ બાલકની આગલીમાં રહેલી મુહિકા જોઈ તેમનાં કુબેરદત્ત અને કુબેરદત્તા એવાં નામ જાણયાં.