________________
(૩૮)
શ્રામિડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. આ પ્રમાણે ગેળ અને માંડાને બનાવવાની રીત જાણીને હર્ષ પામેલ બક ખેડુત શેરડી અને ઘઉંનાં બીજ લઈ પોતાને ગામ આવ્યું. પછી ખેતરમાં જ તે બક ફલી નીકળેલા કાંગ અને કેદરાના ધાન્યને અવિચારપણે ઝટ કાપી નાખવા લાગ્યો. તેના આવા કૃત્યને જોઈ પુત્રોએ કહ્યું. “હે તાત! અર્ધા પાકેલા અને આપણું કુટુંબના આધારરૂપ આ ધાન્યને તમે ઘાસની માફક શા માટે કાપી નાખો છે ?” બક ખેડુતે કહ્યું. “હે વત્સ! આ કાંગ અને કેદરા શા કામના છે? હું અહિં શેરડી અને ઘઉં વાવવાને છું જેથી તેના ગેળના માંડા બનશે.” પુત્રોએ કહ્યું. “થોડા દિવસમાં આ ધાન્ય પાકી રહેશે માટે તેને લણે લીધા પછી તમે તેમાં મરજી પ્રમાણે ઘઉં અને શેરડી વાવજે. હજુ ઘઉં અને શેરડીમાં સંદેહ છે અને આ ધાન્ય તે તૈયાર થઈ ગયાં છે. “હે તાત ! કેડમાં બેઠેલું બાળક જતું રહે તે પછી ઉદરમાં રહેલાની તો શી વાત.” આવી રીતે પુત્રોએ બહ વાર્યા છતાં પણ તે અપબુદ્ધિવાળા બક ખેડુતે થોડી વખતમાં બન્ને ધાન્યને કાપી નાખ્યાં અને દેવાનાપ્રિય એવા તેણે ચારે બાજુએથી ધાન્યને કાપી નાખી ક્ષેત્ર ભૂમિને ગોળીએ
મા સરખી બનાવી. પછી તેણે ત્યાં પાસે એક કૂવો ખોદ્યો પણ જેમ વંધ્યા સ્ત્રીના સ્તનમાં દુધ ન નીકળે તેમ કૂવામાંથી જળ નીકળ્યું નહીં. થાકયા વિના ખેદી બેદીને પાતાળ સમાન કૂવાને બનાવ્યું છતાં તેમાંથી કાદવ પણ નિકળે નહિ, આમ થવાથી કાંગ કેદરા મળ્યા નહીં અને ઘઉં શેરડી થપાં નહીં તેથી તે બક ખેડુતને બહુ પસ્તાવો થયો.
(સમુદ્રશ્રી જંબૂકુમારને કહે છે કે, હે સ્વામિન્ ! તમે પણ આ પ્રાપ્ત થએલા પ્રત્યક્ષ સુખને ત્યજી દઈ અને ન દેખાતા પક્ષ સુખને ઈચ્છતા છતાં રાખે બક ખેડુતની પેઠે પાછળથી પશ્ચાતાપ કરનારા થઈ પડે!”
ઉત્તમ માણસના મનને પણ વિસ્મય પમાડતા એવા જ બૂકુમારે કહ્યું. “હું સમુદ્રશ્રી ! હું કાગડાના સરખે બુદ્ધિરહિત નથી. સાંભળ તેનું દ્રષ્ટાંત:
વિધ્યાટવીમાં નર્મદા નદીને કાંઠે જાણે વિંધ્યાચળ પર્વતનો યુવરાજ હોયની? એ ગથપતિ એક મહા હસ્તિ રહેતા હતા. વિધ્યાચળને વિષે વિહાર કરતા એવા તે હસ્તિની દૈવનાવસ્થા ગઈ અને આયુષ્ય રૂપ નદીના પાળ સરખી વૃદ્ધાવસ્થા આવી. ઉનાળાની ઋતુમાં સૂકાઈ ગએલા ઝરણુવાળા પર્વતની પેઠે મદરહિત થઈ જવાને લીધે નિર્બળ થઈ ગએલે તે ગજરાજ વૃક્ષને વિષે દંત પ્રહાર કરવાને પણ શક્તિ ધરાવતે નહોતે. દાંતના પડી જવાથી થોડું ખાઈ શકનારે અને ભુખને લીધે દુબળ થએલા શરીરવાળે તે હસ્તિ વૃદ્ધાવસ્થામાં હાડકાના માળારૂપ શરીરવાળો દેખાતે હતે.
એકદા પર્વતની સૂકાઈ ગએલી નદીમાં ઉતરતા એવા તે હસ્તિને પગ લથડી,