________________
‘બ્રીજ બસ્વામી નામના ચમકેવલીની કથા. (૩૦) પાછલ જઈ વંદના કરી અને બોલ્યો, “હે મહાત્મા! આપ હારે ઘરેથી ભિક્ષા લીધા વિના કેમ પાછા વલ્યા? મેં આપની કાંઈ અવજ્ઞા કરી નથી તેમ હું તમારું અભકત પણ નથી.” મુનિએ કહ્યું. “હું માંસ ભક્ષણ કરનારાના ઘેરથી ભિક્ષા લેતો નથી તેથી મેં ભિક્ષા લીધી નથી. તેમજ મને એક મહાન વૈરાગ્ય ઉત્પન્ન થયો છે.” મહેશ્વરદ “ આપને વૈરાગ્ય થવાનું શું કારણ છે ?એમ પૂછયું એટલે મુનિએ કૂતરી અને પાડા વિગેરેની મુખ્ય કથા કહી સંભળાવી. મહેશ્વરદત્ત ફરીથી “આપે કહ્યું તેને વિશ્વાસ શો?” એમ પૂછયું એટલે મુનિએ કહ્યું કે “આ કૂતરીને તેણુએ પૂર્વ ભવે ડાટેલા ધનાદિનું સ્થાન પૂછ.” મહેશ્વરદત્ત કૂતરીને તેજ પ્રમાણે પૂછયું એટલે કુતરીએ ડાટેલા દ્રવ્યનું સ્થાન બતાવ્યું પછી વૈરાગ્ય પામેલા મહેશ્વરદત્તે સઘલું દ્રવ્ય ધર્મકાર્યમાં વાપરી દીક્ષા લીધી. - 5 - ' (જબૂકુમાર પ્રભાવને કહે છે કે, હે વાચાલશિરોમણિ પ્રભવ! માટે પુત્રો દુર્ગતિ રૂપ કૂવામાંથી માતાપિતાને તારે છે તેને નિશ્ચય શ?”
આ વખતે જંબૂકુમારની સ્ત્રી સમુદ્રશ્રીએ પોતાના પતિને કહ્યું. “હે પ્રિય તમે અમને ત્યજી દઈને પછી ખેડુતની પેઠે પાછળથી પસ્તા કરશે સાંભળો તે ખેડુતનું દષ્ટાંત -
પૃથ્વી ઉપર શ્રેષ્ઠ એવા સુસીમ નામના મહા નગરને વિષે ધનધાન્યાદિકથી અતિ સમૃદ્ધિવંત એ બક નામે ખેડુત રહેતું હતું. તેણે વર્ષાકાળ આવ્યો જાણી મહા આરંભથી રસવાળા ક્ષેત્રને વિષે કાંગ અને કેદરા નામનાં ધાન્ય વાવ્યાં. પછી ઉગી નિકળેલા શ્યામ પત્રવાળા ધાન્યથી જાણે ક્ષેત્રની ભૂમિ લીલા કાચથી પથરાવી હેયની? એમ શોભવા લાગી. -
પછી વૃદ્ધિ પામતા એવા તે કાંગ અને કદરાના વનને જોઈ બહુ હર્ષ પામેલે બક ખેડુત, કોઈ દૂર આવેલા ગામને વિષે પોતાના સંબંધીને ત્યાં પણ તરીકે ગમે ત્યાં તેના સ્વજનેએ તેને ગેળથી બનાવેલા માંડાનું ભજન કરાવ્યું. આવું અપૂર્વ ભેજન મળવાથી અધિક અધિક પ્રસન્ન થએલા તેણે સ્વજનેને કહ્યું કે, અહો! તમારૂં જીવિત ધન્ય છે કે, જેમને આ અમૃત સમાન મનહર આહાર છે. અમે આ આહાર તે કયારે સ્વમામાં પણું જ નથી. કાંગ અને કોહરાના ભજન કરનારા અમને પશુ સરખાને ધિક્કાર થાઓ ! ધિક્કાર થાઓ !! પછી ગળના માંડા નહિ જેનાર તે બક ખેડુતે પિતાના સ્વજનેને પૂછયું કે આ ભોજનની વસ્તુ શી છે અને તે ક્યાં નિપજે છે?” તેઓએ કહ્યું. “ટના પાણીથી સિંચન કરેલી ક્ષેત્રભૂમિમાં ઘણા સારા ઘઉં થાય છે, તેનો ઘંટીમાં દળી લોટ કરીને પછી માંડા બનાવવા અને પછી તેને અગ્નિથી તપાવેલા પાત્રમાં શેકવા જેથી સરસ માંડા થાય છે. એવી જ રીતે વાવીને ઉત્પન્ન કરેલી શેરડીના સાંઠાને પીસીને તેના ઉત્તમ વાદવાળા રસથી નિચે ગોળ થાય છે.”