________________
(૨૯૮).
શ્રી ઋષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ : પછી અને શ્રેષ્ઠીઓના ઘરને વિષે તે બને બાલકે નિરંતર પાંચ ધાવમાતાથી યત્નવડે રક્ષણ કર્યા છતાં વૃદ્ધિ પામવા લાગ્યાં. અનુક્રમે તે બન્ને બાલકે સર્વ કલાના જાણુ થયા અને રૂપથી પવિત્ર એવા નવયૌવનને પામ્યાં. “ આ બન્ને પરસ્પર ગ્ય રૂપ વાળા છે” એમ ધારી તે બન્ને શ્રેષ્ઠીઓએ તેઓને પરસ્પર પાણિગ્રહણ મહોત્સવ કર્યો. ચતુરાઈના શિક્ષાગુરૂ એવી વનાવસ્થાવડે કરીને જેનું વાહન સ્ત્રી અને પુરૂષ છે એવા કામદેવે તેઓના શરીરને વિષે પ્રવેશ કર્યો. - એકદા તે દંપતીએ પિતાની લીલામાત્રથી પરસ્પર ઉત્પન્ન થતા સ્નેહરૂપ અમૃતની નદી સમાન ધ્રુતકીડા આરંભી. આ વખતે કુબેરદત્તાની સખીએ કાંઈક અવસરનો લાભ પામી કુબેરદત્તના હાથમાંથી મુદ્રિકા લઈ કુબેરદત્તાના હાથમાં આપી. કુબેરદત્તા પિતાના હાથમાં આવેલી તે મુદ્રિકાને વારંવાર જેવા લાગી તે જાણે કાંઈ પરીક્ષા કરવા યોગ્ય માણેકની પરીક્ષા કરતી હેયની? એમ દેખાતી હતી. આ બીજી મુદ્રિકાને જેવાથી કુબેરદત્ત મનમાં વિચાર કરવા લાગી “આ મુદ્રિકાકઈ બીજા દેશમાં અતિપ્રયત્નથી બનાવેલી જણાય છે.” પછી પિતાની અને તે એમ બને મુદ્રિકાને વારંવાર જોતી એવી તેમજ ચિંતાના આવેશથી પ્રફુલ્લિત થએલા અંગવાલી કુબેરદત્તાએ મનમાં નિશ્ચય કર્યો કે “એકજ દેશમાં ઘડાયેલી, સરખા અને સુશોભિત નામની લીંટીવાલી આ બન્ને મુદ્રિકાઓ, સગા ભાઈ બહેન સમાન હોયની ? એમ દેખાય છે. આ મુદ્રિકાની પેઠે સરખા રૂપ અને વયવાલા હું અને કુબેરદત બને જણે નિચે ભાઈ બહેન થતા હશું. અમે એકજ માતાથી સાથે જ જન્મ પામેલા હોવા જોઈએ, કારણ અમારા બન્નેમાંથી એકેનું શરીર ન્યુનાધિક નથી. મને ખેદ થાય છે કે દેવે અમારા ભાઈ બહેનનું આવું અગ્ય વિવાહ રૂપ અકૃત્ય કરાવ્યું !! પિતાએ અથવા માતાએ સ્નેહથી સમાન પિષણ કરી અમને બંનેને સરખી મુદ્રિકા કરાવી હશે. નિચે અમે ભાઈ બહેન છીએ, કારણ કયારે પણ હારી તેને વિષે પતિબુદ્ધિ થઈ નથી તેમ તેની હારે વિષે સ્ત્રી બુદ્ધિ થઈ નથી.” આ પ્રમાણે વિચાર તેમજ નિશ્ચય કરી કુબેરદતાએ બને મુદ્રિકાઓ કુબેરદાના હાથમાં આપી ઉત્તમ બુદ્ધિવાલો કુબેરદત્ત પણ બને મુદ્રિકાને જોઈ બહુ વિચાર કરતાં ખેદ પાપે પછી શ્રેષ્ઠ બુદ્ધિવાળા તેણે કુબેરદત્તાને મુદ્રિકા પાછી આપી પોતે ઘેર જઈ પિતાની માતાને સેગન દઈને પૂછયું: કે “હે માત ! હું ખરેખર હારજ પુત્ર છું? અથવા તો બીજાથી ઉત્પન્ન થયેલા મને તમે પુત્ર તરીકે પાલ્યો છે? હું તે તમારે કૃત્રિમ પુત્ર છું કે અકૃત્રિમ ? કારણું પુત્રો બહુ પ્રકારના હોય છે. ” પુત્રે આવા ખરા આગ્રહથી પૂછયું એટલે માતાએ તેને “પેટી હાથ આવ્યાથી માંડીને ” સર્વ વાત કહી સંભળાવી. ત્યારે કુબેરદર કહ્યું. “અરે માત ! તમે આ શું મોટું અકાર્ય કર્યું જે તમે એકજ માતાથી સાથે ઉત્પન્ન થએલાં અમને પરસ્પર પરણાવી દીધાં ? ” માતાએ કહ્યું, “હે વત્સ!: