________________
AAAAAAAAA
શ્રી રાષિમડલવૃત્તિ ઉત્તર ગયા છે એ તે બાલક બે હાથવતી થાલને ઉપાડી ઈષ્ટવાણીથી તે મુનીશ્વરને કહેવા લાગ્યો કે “ હે મુનિ ! અગણ્ય પુણ્યના કારણુ રૂપ અને શિવસુખને સાધક એ ચિત્ત, વિત્ત અને પાત્રમય દુષ્પાખ્ય વેગ આજે મને મળે છે. માટે છે દયાનિધિ ! આ ખીરને સ્વીકારી દારિદ્રાદિકથી દગ્ધ થએલા અંગવાલા મને આ સંસારરૂપ અગ્નિથી ઉદ્ધાર” પછી મુનિએ તેના ભાવને નિર્મલ જાણું પાત્ર ધર્યું. તેમાં તે બાલકે પરમભક્તિથી પિલી ખીર આપી દીધી. મુનિને ઉત્તમ ભાવથી દાન આપ્યું તેથી તે બાલકે શ્રેષ્ટ મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. પછી માતાએ બહાર આવીને જોયું તે પાત્રમાં ખીર દીઠી નહીં તેથી તેણીએ પુત્રને ફરી બહુ ખીર પીરસી. પુત્ર, ખીર ખાઈ વાછરડાને શેધવા માટે નગર બહાર ગયો. ત્યાં તે પોતે જ ખીર વહેરાવેલા સાધુને જોઈ તેમની પાસે બેઠો. પછી મહા હર્ષથી મુનિની ધર્મદેશના સાંભલતે એવો તે બાલક વિસૂચિકા ( ઝાડ )ના રોગથી તુરત મૃત્યુ પામીને તેજ નગરમાં કઈ ઉત્તમ શ્રેષ્ઠીની સ્ત્રીના ગર્ભને વિષે પુત્રપણે અવતર્યો. ત્યાર પછી શ્રેષ્ઠી દ્રવ્યાદિકથી બહ વૃદ્ધિ પામવા લાગ્યા. પછી શ્રેષ્ઠિપત્નિએ સારા દિવસે સર્વ લક્ષણથી સંપૂર્ણ એવા પુત્રને જન્મ આપે. તેજ દિવસે શ્રેષ્ટીના ઘરમાંથી કાટેલું બહુ નિધાન નિકહ્યું. લક્ષમી મલવાની સાથે પુત્ર ઉત્પન્ન થયે તેથી પુત્રજન્મના ઉત્સવ નિમિતે આવેલા માણસ એમજ કહેવા લાગ્યા કે “આ પુત્રને ધન્ય છે ધન્ય છે. તેથી પિતાએ તે વખતે હેટા મહોત્સવ પૂર્વક પુત્રનું ધન્ય એવું નામ પા. પુત્ર ધન્યકુમાર, પિતાના મને રથની સાથે સુખે વૃદ્ધિ પામવા લાગ્યો. માતા પિતાએ પુત્રને કલાચાય પાસે સર્વ કલાઓને અભ્યાસ કરાવ્યું. ગુણરાગથી વશ થઈ ગયેલા માતા પિતા ધન્યને બહુ વખાણુતા, તેથી તેમના મોટા ચાર પુત્રએ તેમને કહ્યું કે “ અમે સર્વ પુત્રપણાએ કરીને સમાન છીએ છતાં તમે ધન્યને અતિ આદરથી કેમ બહુ વખાણે છે ?માતા પિતાએ કહ્યું, “હે પુત્ર ! ગુણીપણાથી એ અમને વધારે માન્ય છે. ” પુત્રોએ ફરીથી કહ્યું. “જો એમ હોય તો પરીક્ષા કરે. ” પછી માતા પિતાએ સઘલા પુત્રોને બત્રીશ બત્રીશ રૂપીયા આપીને કહ્યું કે “ આમાંથી તમે જે કાંઈ કમાઓ તે અમને દેખાડજે.” પછી સર્વે પુત્ર વેપાર કરવા લાગ્યા. ધન્યકુમારે તે પોતાને મળેલા રૂપીયાને એક ઘેટે લીધો અને સહસ્ત્ર સેના મેહેરે પણ કરી રાજપુત્રના ઘેટાની સાથે પિતાના ઘેટાને લડાવા લાગ્યો. ધન્યકુમારના ઘેટાથી રાજપુત્રનો ઘેટે યુદ્ધમાં હારી ગયે તેથી ધન્યકુમાર પણુમાં કરેલી સહસ્ત્ર સેનામહેર લઈ ઘરે આવ્યો. નિર્ભાગ્યવંત એવા પેલા ભાઈઓ પણ જેમાં કેટલાકે બીલકુલ લાભ મેલ નહોતો અને કેટલાકે મેળવેલો લાભ નહિ જેવો હતો તે સર્વે ઘરે આવ્યા. કહ્યું છે કે લક્ષ્મી પુણ્યવશ છે. બીજે દિવસે ફરી ચારે પુત્રોએ માતા પિતાને કહ્યું કે “ અમારી પરીક્ષા કરે.” તે ઉપરહી માતા પિતાએ દરેકને સાઠ સાઠ માસા નું આપ્યું. પછી સઘલા પુત્રે આદ