________________
ધન્યકુમાર તથા શ્રી લક્ષ્મી નાના મહર્ષિએની કથા. (૨૧) દ્રવ્ય વિના તે ઉત્સવ શી રીતે કરી શકાય?” અજ્ઞાનપણથી ફરી કહ્યું કે “હે માત! મને ખીર આપ, નહિ તો હું ભજન કરીશ નહિ. કહ્યું છે કે બાળકને આગ્રહ બલવાન હોય છે. પુત્ર આગ્રહથી ખીર માગવા લાગ્યો તેથી નિધન એવી તે સ્ત્રી પોતાની પૂર્વની સધન અવસ્થાને સંભારી અત્યંત દુઃખી થઈને ઉંચા શબ્દથી રેવા લાગી. તેણીનું ગાઢ રૂદન સાંભળી પાડોશણ સ્ત્રીઓ દોડી આવી અને દયાથી ભિંજાઈ ગએલા ચિત્તવાળી તેઓ કહેવા લાગી કે “હે સખિ! તું કેમ બહુ રૂએ છે?” નિર્ધન સ્ત્રીએ પોતાના પુત્રે કરેલા આગ્રહની યથાર્થ વાત કહી તેથી દયાળુ એવી તે સ્ત્રીઓએ ચેખા, ઘી, સાકર, દુધ વિગેરે આણી આપ્યું પછી માતાએ વૃતાદિયુક્ત ખીર બનાવી પુત્રને પીરસી ત્યાર પછી તે કાંઈ કાર્યને માટે પોતાના ઘરની અંદર ગઈ. આ વખતે જાણે તે સંગમને સંસારસમુદ્રથી પાર ઉતરવા માટે વહાણ હાયની? એવા એક માસના ઉપવાસી મુનીશ્વર ત્યાં આવ્યા. અકસ્માત આવેલા મુનીશ્વરને જોઈ પૂર્ણ ચંદ્રને દેખવાથી ચકોરના બેડલાની પેઠે સંગમ તુરત બહુ હર્ષ પામ્યો. પોતાના શરીરને વિષે પુલકાવલીને ધારણ કરતા અને પ્રફુલ્લ નેત્રવાળે સંગમ ઝટ ઉભે થઈ મુનિરાજને જેતે છતો મનમાં વિચાર કરવા લાગ્યું. “આ મુનિરાજ હારે ઘરે અને તિથિ થયા તેથી હું ધારું છું કે નિચે આજે હારા ઘરે કામધેનુ અથવા તે કામઘટ, ચિંતામણી કે કલ્પવૃક્ષ આવેલ છે.” આવો વિચાર કરી સંગમ મુનીશ્વરને પ્રણામ કરી કહેવા લાગ્યું કે “હે મુનિરાજ ! આ પરમાન સ્વીકારી હારા ઉપર અનુગ્રહ કરે.” પછી હિતેચ્છુ એવા મુનિરાજે એ સંગમના નિર્મલ ભાવને જાણી તેને સંતેષ પમાડવા માટે તેની આગળ પાત્ર ધર્યું. પછી સંગમે વિચાર્યું જે નિચે સારો લાભ થશે કારણ આજે હારે ચિત્ત, વિત્ત અને પાત્રને સંગમ થયો છે. ખરેખર આજે મ્હારું ભાગ્ય જાગ્યું અથવા તે ધન્ય એ હું આજે પુણ્યવાન થયે જે આ મહાત્માએ પોતાનું પુણ્યપાત્ર હારી આગળ ધર્યું.” આ પ્રમાણે વૃદ્ધિ પામતા એવા શુભ ભાવથી સંગમે વેગથી પિતાને થાળ ઉપાડી સાધુને ખીર વહોરાવી દીધી. સર્વ પ્રકારની ઉપાધિથી શૂન્ય એવા આ દાનથી તે સંગમે ઉત્તમ આયુષ્ય બાંધ્યું અને અલ્પ સંસાર કર્યો. મુનિરાજ તેના ઘરેથી ચાલ્યા ગયા પછી સંગમની માતા બહાર આવી. માતાએ ધાર્યું કે પુત્ર ખીર ખાઈ ગયે તેથી તેણીએ હર્ષથી બહુ ખીર પુત્રને પીરસી. સંગમ અતૃપ્ત હતું તેથી તેણે કઠપર્યત ધરાઈ ખીર ખાધી. સાંજે અજીર્ણ થયું તેથી સંગમ રાત્રીએ પેલા મુનિરાજનું સ્મરણ કરતો છત મુત્યુ પામ્યો. દાનપુણ્યના પ્રભાવથી સંગમ રાજગૃહ નગરને વિષે ભદ્ર શ્રેણીની સ્ત્રી ભદ્રાના ઉદરને વિષે પુત્રપણે અવતર્યો. માતાએ સ્વમામાં સારું પાકેલું અદભૂત શાલિનું ખેતર દીઠું. તેમજ તેને ઉત્પન્ન થએલે ધર્મકૃત્ય સંબંધી ડોલે શ્રેષ્ઠીએ પૂર્ણ કર્યો. જેમ પૂર્વ દિશા તેજથી અંધકારને નાશ કરતા એવા સૂને પ્રગટ કરે તેમ ભદ્રાએ ઉત્તમ ગુણવાળા પુત્રને સુખે જન્મ આપે, પુત્રને જન્મ