________________
(૨૭. )
શ્રીમડિલ વૃત્તિ ઉત્તરાદ્ધ. તેમજ કારણ છતાં પણ ક્રોધ કરનારા સંખ્યાબંધ છે. પરંતુ કારણ છતાં જે ધ નથી કરતા એવા તો પાંચ છ હોય છે.
પછી ધન્યકુમારને મારી નાખવાને વિચાર કરતા એવા તેના ભાઈઓના વિચારને તેમની સ્ત્રીઓએ જાય તેથી તે સ્ત્રીઓએ પોતાના ગુણવંત, પ્યારા અને ભવ્ય એવા દિયર ધન્યકુમારને વિનંતિ કરીને તે સર્વ વાત તેને જાહેર કરી. પછી પુત્રની પેઠે વિનયથી નમ્ર એવા ધન્યકુમારે પોતાના મહેટા ભાઈઓની સ્ત્રીઓની આગળ મધુર વાણીથી કહ્યું કે “મેં એમને જરાપણુ અપરાધ કર્યો નથી છતાં તેઓ હારા ઉપર શા માટે ક્રોધ કરે છે? સ્ત્રીઓએ કહ્યું. “હે દિયર! ખલ પુરૂષ એવાજ હોય છે.” પછી ધન્યકુમાર વિચાર કરવા લાગ્યા કે “હારે અહીંયાં રહેવું યોગ્ય નથી. કારણ કે મહેટ પુરૂષે કોઈને કયારે પણ પીડા કરતા નથી.” આ પ્રમાણે વિચાર કરી ઉત્સાહવંત એવો ધન્યકુમાર એકલો નિકળી ગામ, નગર, ખાણ વિગેરેથી વ્યાપ્ત એવી ભૂમિ ઉપર ભમવા લાગ્યો.
એકદા ખેતરમાં રહેલા કેઈ કણબીએ મનહર આકારવાળા ધન્યકુમારને જોઈ હર્ષથી તેને ભેજનનું આમંત્રણ કર્યું. ધન્યકુમાર કણબીના આગ્રહથી જેટલામાં ત્યાં બેઠે તેટલામાં કણબીની સ્ત્રી ભાથું લઈ ત્યાં આવી કણબીએ પિતાની સ્ત્રીને “આ પરાણાને ભેજન કરાવ્ય.” એમ કહી હળ ચલાવવા માંડયું. પછી જેટલામાં સ્ત્રીએ અન્યકુમારના પાત્રમાં ખીર પીરસી તેટલામાં તે કણબીના હળની સીરા ભૂમિમાં દટાઈ રહેલા કળશના કંઠને વિષે ભગી. કણબીએ તુરત સેના હેરેથી ભરેલા ઘડાને બહાર કાઢી ધન્યકુમારને અર્પણ કરી અને કહ્યું કે “તમારા પુણ્યથી નિકબેલો આ નિધિ તમે પિતેજ .” ધન્યપુરૂષોમાં શિરોમણિ એવા ધન્યકુમારે આગ્રહ કરી તેને તે દ્રવ્યકળશ પાછો આપે અને પોતે ત્યાંથી ચાલતે થયે. અનુક્રમે તે રાજગૃહ નગરે પહોંચ્યા અને ત્યાં ઉદ્યાનમાં રહો. ઉત્તમ બુદ્ધિવાન્ન માળીએ શ્રેષ્ઠ આકૃતિવાળા ધન્યકુમારને જે તેને પોતાને ઘરે તેડી ગમે ત્યાં તેણે તેની બહુ ભક્તિ કરી.
હવે એમ બન્યું કે જેના વંશના સઘળા માણસો મરી ગયા છે એવી તેમજ નિર્ધનપણાને લીધે વિભાવરહિત થએલી કે ધન્યા નામની ગોવાલણ પી તે નગરથી નિકળીને શાલિગામને વિષે રહેતી હતી. તે સ્ત્રી ત્યાં પોતાના સંગમ નામના બાળક સહિત નિવાસ કરતી હતી. કહ્યું છે કે જીવિતના સરખા બાળકને દુઃખમાં પણ ત્યજી દેવું બહુ મુશ્કેલ છે. સંગમ ત્યાં આજીવિકા નિમિત્તે વાછરડાં ચારતે હતો. કારણ એ આજીવિકા નિધન ભાણસેના પુત્રને સુખે સાધી શકાય તેમ છે.
એકદા તે સંગમે કઈ પર્વને દિવસે શ્રેષ્ઠીઓના પુત્રોને પિત પિતાના ઘરમાં ખીરનું ભજન કરતા દીઠા તેથી તેણે ઘરે આવી પિતાની માતાને કહ્યું કે “હે માત ! આજે બહુ ખીર બનાવી હાર ઉત્સવ કરે.” માતાએ કહ્યું. “હે વત્સ!