________________
શ્રી જબસ્વામી નામના ચરમકવલીની કથા,
(૨૮૩)
m
A
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
પ્રયત્ન કરે છે. એ પછી ગુરૂએ ભવદત્તને પૂછયું કે “ હારી સાથે આ બીજો કોણ આવ્યું છે ? ” ભવદત્ત ઉત્તર આપ્યો કે “ હે ભગવન ! તે વ્રત લેવા આવેલ છે. ” પછી ગુરૂએ ભવદેવને પૂછયું કે “ તું દીક્ષા લેશે?” ભવદેવે કહ્યું. “હારે ભાઈ મૃષા ભાષણ કરનારો ન થાઓ.ગુરૂએ તેને તુરત દીક્ષા આપી અને બીજા બે સાધુઓની સાથે વિહાર કરવા આજ્ઞા આપી.
હવે બહુ વાર થયા છતાં પણ જ્યારે ભવદેવ ઘેર ન ગયો ત્યારે સ્વજને પાછા સુગ્રામ ગામમાં આવી પૂછવા લાગ્યા કે “ અર્ધા આભૂષણો ધારણ કરાવેલી, સ્ત્રીને ત્યજી દઈ ભવદેવ તમારી પાછલ આપે છે, તે જ્યાં સુધી ઘેર નથી આવ્યું ત્યાં સુધી અમે જીવતા છતા મુવા સરખા છીએ તેમજ પતિના સમીપપણાને ત્યજી. દીધેલી ચક્લીની પેઠે તે નવીન કન્યા મનમાં બહુ ખેદ પામે છે એટલું જ નહિ પણ તેણીના નેત્રમાંથી ઝરતું જલ કયારે પણ સુકાતું નથી. ભવદેવ એકલો રજા લીધા વિના કયાંઈ ચાલ્યા જાય તે સ્વમામાં પણ સંભવતું નથી. તે તે શું કયાંઈ ગયે હશે ? ભવદેવને નહિ જેવાથી જાણે પિતાનું સર્વ દ્રવ્ય નાશ પામ્યું હાયની ? અથવા તે જાણે પિતે ગાંડી થઈ ગઈ હોયની ? એમ નાગિલા પિતે ત્યાં આવીને વારંવાર ભવદત્ત મુનિને પૂછવા લાગી કે “ હે સાધો ! તમારે ન્હાને ભાઈ ક્યાં ગયેલ છે ? ” ભવદત્ત મુનિએ પોતાના ન્હાના ભાઈનું ધર્મને વિષે ઉત્તર ફલ. ઈચ્છતાં છતાં મિયા વચન કહ્યું કે “ તે અહીં આવીને તુરત ચાલ્યો ગયો છે. તેથી હું નથી જાણતું કે તે ક્યાં ગયે છે. ” પછી “ શું તે બીજા માળે ગયે હશે ? એમ કહેતા અને જાણે છેતરાયેલા હાયની ? એવા અતિ દીન થએલા મુખવાળા તે સર્વે માણસો પાછા આવ્યા.
હવે ભવદેવ મનમાં નવેઢા એવી નાગિલાનું સ્મરણ કરતો છતે કેવલ ભાઇની ભક્તિને લીધે જ મન વિના ચારિત્ર પાળતો હતો. કેટલેક કાળે ભવદત્ત મુનિ અનશન લઈ મૃત્યુ પામી સંધર્મ દેવલોકમાં મહા સમૃદ્ધિવંત દેવતાપણે ઉપન્યા. પછી ભવદેવ મનમાં વિચાર કરવા લાગ્યો કે “મને નાગિલા બહુ પ્રિય છે તેમ હું પણ તેને બહુ વહાલું છું છતાં અમારા બન્નેને વિગ થયું છે. મેં ભાઈના ઉપરોધથી બહુ કાલ દીક્ષા પાળી છે પણ તે ભાઈ તે સ્વર્ગે ગયે તો હવે કલેશ આપનારી આ દીક્ષાવડે મહારે શું ? હું જેવો તે પ્રાણપ્રિયા નાગિલાના વિયેગથી પીડા પામ્યો છું તેવો આ દુષ્ટ વ્રત્તથી પીડા પામ્યું નથી. હા હા તે હવે તે કેવી થઈ ગઈ હશે? મૃગના સરખા નેત્રવાળી તે પ્યારીને જે હું જીવતી જોઈશ તે સકામ એવો હું તેની સાથે નિરંતર ક્રિીડા કરીશ.”
ભવદેવ આ પ્રમાણે વિચાર કરી પિતાનું બહુ કાળ પાળેલું દાક્ષિણ્યપણું ત્યજી દઈ બીજા સર્વે સાધુઓની રજા લઈ ત્યાંથી ચાલી નિકળે. સંસારમાં પડવાને