________________
પ્રાધન્યકુમાર તથા શ્રીશાલિભદ્ર નામના મહર્ષિએની કથા. (૧૫) મિત્રનાં આવાં વચન સાંભલી શાલિભદ્ર હર્ષથી રથ ઉપર બેસી ઉદ્યાનમાં ગમે ત્યાં તેણે ગુરૂને નમસ્કાર કરી શુદ્ધ ભૂમિ ઉપર બેસી ધર્મ સાંભળે. દેશનાને અંતે શાલિભદ્દે હાથ જોડી પ્રણામ કરી ગુરૂને પૂછયું. “હે ભગવન! કયા ધર્મથી માણસોને બીજે કઈ અધિપતિ ન થાય ? ” ગુરૂએ કહ્યું. “જે પુરૂષ વિધિ પ્રમાણે ચારિત્ર પાલે છે તે જ યોગને વિષે નિગ્રહ કરનારા પુરૂષ સર્વ પ્રાણીઓના અધિપતિ થાય છે. ” ગુરૂનાં આવાં વચન સાંભલી શાલિભદ્દે ગુરૂને નમસ્કાર કરી વિનંતિ કરી કે “હે સ્વામિન્ ! હું હારી માતાની રજા લઈ સંયમ અંગીકાર કરીશ.” ગુરૂએ “ એ કાર્યમાં ત્યારે પ્રમાદ કરવો નહીં. ” એમ કહ્યું એટલે વિનયથી નમ્ર એવા શાલિભદ્રે ઘરે જઈ માતાને કહ્યું. “હે માત ! મેં ધર્મઘોષસૂરિ પાસેથી હિતકારી ધર્મ સાંભળ્યો છે. જે ધર્મ હેટા ઉદય, સુખ તથા લક્ષ્મી આપનાર છે. એટલું જ નહિ પણ તે સર્વ પ્રકારના દુઃખને વિનાશ કરનાર છે. ” પછી ભદ્રાએ “ તે એ બહુ સારું કર્યું બહુ સારું કર્યું કારણ તે તેવા દીક્ષાધારી ધર્મવંત પિતાને પુત્ર છે. ” એમ કહી શાલિભદ્રને બહુ અનમેદના આપી. શાલિભદ્રે કહ્યું “હે માત ! જે આપ પ્રસન્ન થઈ મને આજ્ઞા આપતા હો તે હું પણ દીક્ષા લઉં કારણ મ્હારા પિતાએ પણ દીક્ષા લીધી હતી. ” ભદ્રાએ કહ્યું. તેં એ ગ્ય કહ્યું છે પણ તું લોઢાના ચણાને ચાવી જાણે છે ? તું પ્રકૃતિથી સુકુમાર અને દિવ્ય ભેગોથી લાલન પાલન કરાયેલો છે તે જેમ ન્હાને વાછરડે મહાટા રથને ખેંચવા સમર્થ ન થાય તેમ તું વ્રત પાલવા કેમ સમથે થઈશ ? ” શાલિભદ્ર ફરી માતાને કહ્યું.
નિશ્ચ આપનું આ વચન સત્ય છે. પણ નપુંસક પુરૂષને તે વ્રત દુષ્કાર લાગે છે, પરંતુ ધીર પુરૂષને તે ઘણું જ સહેલાઈથી સાધી શકાય તેવું દેખાય છે. ” ભદ્રાએ કહ્યું “ એ સત્ય છે પણ તું પ્રથમ ધીમે ધીમે દિવ્ય અંગરાગ અને ભેગાદિકને ત્યજી દે પછી હું તને રજા આપું.” પછી શાલિભદ્ર દિવસે દિવસે એક એક સ્ત્રીને ત્યજી દેવા માંડી વલી દેવતાના ભેગાદિકને પણ ત્યજી દીધા. - હવે આ અવસરે શાલિભદ્રની બહેન સુભદ્રા કે જે ધન્યકુમારને પરણાવી હતી તે પિતાના પતિ ધાન્યકુમારને સ્નાન કરાવતાં રેવા લાગી. ધન્યકુમારે તેણીને રેતી જેઈને પૂછયું કે “તું કેમ રૂવે છે ? ” બેદથી ગગદ્ સ્વરવાલી સુભદ્રાએ ઉત્તર આપો કે “ હે પ્રિય ! સંસારથી વિમુખ થએલો અને ચારિત્રની ઈચ્છા કરનાર
હા ભાઈ શાલિભદ્ર દરરોજ એક એક તુલિકાને અને એક એક સ્ત્રીને ત્યજી દે છે માટે હું રૂદન કરું છું. ” ધન્યકુમારે કહ્યું. “ ખરેખર તું સીયાલની પેઠે બહ બીકણું દેખાય છે. જે પુરૂષ ક્ષણ માત્રમાં તૃણની પેઠે ભેગેને નથી ત્યજી દે તે સવરહિત કહેવાય છે. ” સુભદ્રાએ બીજી સ્ત્રીઓ સહિત હાસ્ય કરીને કહ્યું કે
હે સ્વામિન્ ! તે આપ દત્યજ એવા ભેગોને કેમ નથી ત્યજી દેતા ? ” ધન્યકુમારે કહ્યું. “ તમે મને દીક્ષા લેવામાં વિદ્મ કરનારી હતી, પણ તેજ તમે આજે મને દીક્ષા લેવરાવવામાં પ્રેરણા કરનારી થઈ છે માટે હું પણ ઝટ દીક્ષા