________________
ધન્યકુમાર તથા શ્રીશાલિભદ્ર નામના મેહર્ષિઓની કથા ( ર૭૩), પૂર્વ પુણ્યના પ્રભાવથી તેના ઉપર પૂર્વ ભવના પ્રેમથી તેનું બહુ પ્રિય કરનારા થયા. તેથી તે દેવ નવીન કલ્પવૃક્ષની પેઠે હંમેશાં પ્રિયા સહિત એવા શાલિભદ્રને અયાચિત તેમજ દિવ્ય એવા વસ્ત્રાલંકાર આપવા લાગ્યા જે કે ભદ્રા તે ઘરનાં સર્વ કામ કરતી હતી પણ સુખસમૂહમાં રહેલે શાલિભદ્ર તે દિવસ કે રાત્રિ કાંઈ પણ જાણતો નહિ.
એકદા કોઈ વેપારીએ બીજા દેશમાંથી રાજગૃહ નગરમાં આવી શ્રેણિક રાજાને હર્ષથી રત્નકંબલ દેખાડી. પણ તે બહુ મૂલ્યવાળી હોવાથી શ્રેણિકે એક પણ લીધી નહિ તેથી તે વેપારી ભદ્રાને ત્યાં ગયે. ભદ્રાએ તેને મોઢે માગેલું મૂલ્ય આપી સઘળી રત્નકંબલે લઈ લીધી. હવે એમ બન્યું કે ચેલ્લણ રાણીને રત્નકંબલની ખબર પડી તેથી તેણીએ શ્રેણિક રાજાને કહ્યું કે “હે વિભે! મહા મૂલ્ય વાળું પણ તે એક રત્નકંબળ મને લઈ આપે. પછી શ્રેણિક રાજાએ વેપારીને બેલાવીને તેને યોગ્ય મૂલ્ય લઈ એક વસ્ત્ર આપવાનું કહ્યું. વેપારીએ ઉત્તર આપે કે ભદ્રાએ વાત વાતમાં આગ્રહથી હારી સર્વ રત્નકંબલો લઈ લીધી છે.” પછી શ્રેણિકે એક માણસ ભદ્રા પાસે મોકલી મૂલ્યથી એક રત્નકંબલ લેવાનું કહ્યું. ભદ્રાએ કહ્યું કે “રત્નકંબલો સોલજ હતી તેથી તે સર્વેના બબે કકડા કરી મહારા શાલિગ ભદ્ર પુત્રની બત્રીસ સ્ત્રીઓને દરેકને એક એક કકડો સ્નાન કર્યા પછી અંગ લેવા માટે આપી દીધો છે. જે તે અંગે લેવાથી જિર્ણ થઈ ગએલા રત્નકંબલના કકડાને ખપ હોય તેજ રાજાને પૂછી આવીને હારી ઈચ્છા પ્રમાણે લઈ જા.” સેવકે રાજા પાસે આવી ભદ્રાએ કહેલી વાત નિવેદન કરીને કહ્યું કે “હે નાથ ! વેપારીઓના અને રાજાઓના આ મહેટા અંતરને આપ જુઓ.” પછી શ્રેણિક રાજાએ કેતુથી શ્રેણીના પુત્ર શાલિભદ્રને જેવાના હેતુથી તેજ દૂતને ફરીથી મોકલી શ્રેષ્ઠી પુત્રને પિતાની પાસે બોલાવ્યો. તે વખતે ભદ્રાએ તે આવેલા સેવકને કહ્યું. તું ભૂપતિને કહે કે “મહારે પુત્ર કયારે પણ ઘરથી બહાર જતો નથી, “માટે હે રાજન ! આ૫ પિતાના ચરણથી મહારા ઘરને પવિત્ર કરે” સેવકે તે વાત રાજા શ્રેણિકને કહી એટલે શ્રેણિક રાજાએ ભદ્રાને ત્યાં આવવું કબુલ કર્યું. પછી ભદ્રાએ તે વખતે નગરને સુશોભિત કરવા સારૂ ગભદ્ર દેવનું સ્મરણ કર્યું તેથી તે દેવે ભદ્રાના ઘરથી માંડીને રાજાના મંદીર સુધી રત્નજડિત સિંહાસને ઉપરા ઉપર ગોઠવી હારની શોભા કરી દીધી. પછી બજારની શોભા થએલી જાણી ભદ્રાએ શ્રેણિક રાજાને તેડાવ્યો તેથી રાજા શ્રેણિક પગલે પગલે વિસ્મય પામતે છતે શાલિભદ્રના ઘર પ્રત્યે આવ્યો. અતિ વિસ્મય પામેલા ચિત્તવાળો શ્રેણિક રાજા શાલિભદ્રના ઘર પ્રત્યે આવી રત્નના સિંહાસનોથી ગઠવેલી ચોથી ભૂમિકા ઉપર બેઠે. પછી ભદ્રાએ સાતમા માલ ઉપર જઈ શાલિભદ્રને કહ્યું કે “હે વત્સ! તને જોવા માટે શ્રેણિક રાજા આપણે ઘરે આવ્યા છે માટે તું ત્યાં ચાલ.” શાલિભદ્દે માતાને કહ્યું “હે માત