________________
( ર૭૨ )
શ્રી રાશિમલવૃત્તિ-ઉત્તરાદ્ધ. ત્સવ કરી સ્વમાના અનુસારથી માતાપિતાએ પુત્રનું હર્ષથી શાલિભદ્ર એવું સ્પષ્ટ નામ પાડયું. આનંદથી પાંચ ધાવ માતાઓ વડે લાલન પાલન કરાતે તે પુત્ર અધિક મૂર્તિમંત એવા પૂણ્યસમૂહની પેઠે અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. પુત્રે બહુ કમળપણાને લીધે કલાચાર્યને પોતાના ઘરને વિષે બોલાવી લીલામાત્રમાં સર્વ કળાઓને અભ્યાસ કર્યો. જાણે પૃથ્વીને વિષે કામદેવ રૂપ નૃપતિનું ચકવતી રાજ્ય હાયની? એવી રૂપ સૈભાગ્યના પાત્રરૂપ તે પુત્ર વનાવસ્થા પાપે પછી તેજ નગરમાં રહેનારા બત્રીશશ્રેષ્ઠીઓએ પોતાની બત્રીશ કન્યા ગભદ્ર શ્રેણીની વિનંતિ કરીને સુશોભિત એવા શાલિભદ્રને આપી. બીજે દિવસ શાલિભદ્ર, પિતાના માતપિતાના સર્વ મનોરથને પૂર્ણ કરતે છતો ઉત્તમ લક્ષણવાળી તે કન્યાઓને મહેતા ઉત્સવથી પર.
હવે શ્રી શ્રેણિક રાજાને સમશ્રી નામે પુત્રી હતી. શાલિભદ્રને સુભદ્રા નામે ન્હાની વ્હેન હતી. તેમજ ઉદ્યાનપાલને પુષ્પવતી નામે પુત્રી હતી. આ ત્રણે પુત્રીઓ એકજ દિવસે જન્મેલી હોવાથી પરસ્પર સખીઓ થઈ હતી. યુવાવસ્થા પામેલી તે પુત્રીઓ એક દિવસ પરસ્પર કહેવા લાગી કે આપણે ત્રણેને એકજ પતિ પરણ. કે જેથી આપણે પરસ્પર વિગ થાય નહિ. એકદા પુષ્પાવતીએ પોતાના ઘરને વિષે રહેતા ધન્યકુમારના ઉત્કૃષ્ટ ગુણનું વર્ણન કર્યું, તેથી સમશ્રીએ હર્ષથી તે વાત શ્રેણિક રાજાને નિવેદન કરી પછી શ્રેણિક રાજાએ હર્ષથી તે ત્રણે કન્યાઓ સારા મુહૂર્ત મોટા ઉત્સવથી ધન્યકુમારને પરણાવી. એટલું જ નહિ પણ તેને રહેવા માટે નિવાસસ્થાન તથા ગજાદિ સમૃદ્ધિ આપી. ધન્યકુમાર પણ તે પૂર્વે આપેલા દાનના પૂણ્યથી તે ભગ્ય વસ્તુને ઉત્કૃષ્ટપણે ભોગવવા લાગ્યો. - એકદા ધન્યકુમાર પિતાની પ્રિયાઓની સામે હાસ્યવિલાસ કરતો છતે ગેખમાં બેઠે હતે એવામાં તેણે અતિ દુ:ખી અવસ્થાને પામેલા પોતાના માતા પિતાને રાજમાર્ગમાં દીઠા. ધન્યકુમારે તુરત દ્વારપાલ મોકલી તેમને પોતાની પાસે બોલાવી વસ્ત્રાલંકારથી સુશોભિત બનાવીને પછી સ્ત્રી સહિત તેણે તેમને હથી નમસ્કાર કર્યો. પછી ધન્યકુમારે માતા પિતાને પૂછયું કે તે તમારું બહુ ધન કયાં ગયું ?” તેઓએ કહ્યું. “ હારા પ્રવાસ પછી તે દ્રવ્ય પણ નદીના પ્રવાહની પેઠે ચાલ્યું ગયું. હે પુત્ર! અમે સાંભળ્યું કે તું અહીંયાં અભૂત રાજ્ય કરે છે તેથી તને જોવાને ઉત્સાહવંત એવા અમે અહીં આવ્યા છીએ. પછી ધન્ય બુદ્ધિવાળા ધન્યકુમારે તેઓને જુદાં જુદાં ગામ આપ્યાં. કહ્યું છે કે સંતપુરૂ, સ્વભાવથી જ નિત્ય ખલ પુરુષોનું પણ હિત કરનારા હોય છે. માતાપિતાના ગૃહકાર્યને ધન્યકુમાર પિતે કરતે છતો સ્ત્રી સહિત દેવતાની પેઠે વિલાસ કરતો હતો.
હવે ગભદ્ર શ્રેણીઓ શ્રી વદ્ધમાનસ્વામી પાસે દીક્ષા લીધી ત્યારપછી તે છે માસ પર્યત વ્રતનું આરાધન કરી વર્ગલેક પ્રત્યે ગયા. ત્યાં તે દેવ શાલિભદ્રના