________________
( ૨૭૬),
શ્રી વષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ, લઈશ,” પછી સર્વે સ્ત્રીઓએ એકઠી થઈ ધન્યકુમારને કહ્યું “ હે નાથ ! અમે તે મશ્કરીથી કહ્યું છે. માટે આપ અમને તથા આ સંપત્તિને વૃથા ત્યજી દેશે નહીં. ” સ્ત્રીઓએ આવી રીતે બહુ કહ્યું પણ ધન્યકુમાર તો “નિત્ય સુખની ઈચ્છા કરનારા માણસોએ અશાશ્વત એવી આ સર્વ વસ્તુ ત્યજી દેવી માટે હું નિચે વ્રત લઈશ.” એમ કહી ત્યાંથી ઝટ ઉભે થે. સ્ત્રીઓએ કહ્યું. “અમે પણ તમારી પાછલ તુરત વ્રત લેશું. ” ધન્ય માનતા એવા ધન્યકુમારે સ્ત્રીઓના તે વચનને હર્ષથી અંગીકાર કર્યું.
ત્યાર પછી શ્રી વિરપ્રભુ તે રાજગૃહ નગરના ઉદ્યાનમાં સમવસર્યા પ્રભુના આગમનની વાત ધન્યકુમારે પોતાના ધર્મમિત્રથી જાણી તેથી વ્રત લેવા માટે ઉત્સાહવંત એ ધન્યકુમાર ધર્માદિ કાર્યમાં ધન વાપરી પ્રિયાઓ સહિત શિબિકામાં બેસી વીરપ્રભુની પાસે આવ્યો. ત્યાં તે પ્રિયાઓ સહિત શિબિકામાંથી નીચે ઉતરી પ્રભુની વિનંતિ કરવા લાગ્યો કે “હે વિભે! મને સંસારસમુદ્રને તારવામાં વહાણરૂપ ચારિત્ર આપે.” પછી વિશ્વનાયક એવા પ્રભુએ પ્રિયાએ સહિત એવા તે ધન્યકુમારને દીક્ષા આપી. આ વાત શાલિભદ્ર સાંભલી તેથી તે ધન્યકુમારને
જ્યવંત માનતે છતે તેમજ હર્ષથી શ્રેણિક રાજા વડે સ્તુતિ કરાવે છતે અભૂત સંપત્તિથી વીરભુ પાસે આવ્યા ત્યાં તેણે હેટા ઉત્સવથી દીક્ષા લીધી.
પછી યૂથસહિત ગજરાજની પેઠે સર્વ સાધુઓના પરિવાર સહિત શ્રી વીરપ્રભુ જગતનું હિત કરવાની ઈચ્છાથી પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. ધન્ય અને શાલિભદ્ર અને સાધુઓ પણ તીવ્ર તપ કરતા તેમજ જૈન ધર્મના આગમને અભ્યાસ કરતા શ્રી જિનેશ્વરની સાથે વિહાર કરવા લાગ્યા. નિસ્પૃહ એવા તે બન્ને મુનિઓ કયારેકજ પક્ષાંતે પારણું કરતા નહિ તે ઘણે ભાગે એક, બે, ત્રણ, ચાર, પાંચ અથવા છ માસે પારણું કરતા ધર્મધ્યાનમાં પરાયણ તેમજ નિત્ય આતાપના કરવામાં ઉદ્યમવંત એવા તે સાહસી અને મુનિઓ દુસહ એવા પરિષહોને સહન કરતા હતા. દીર્ઘકાલ પર્યત અતિચારરહિત ચારિત્રને પાલતા એવા તે બન્ને મુનિએએ બહુ કાલ પિષણ કરેલા કર્મશરીરને દુર્બલ કરી નાખ્યું.
એકદા શ્રી વિરપ્રભુ પૃથ્વી ઉપર વિહાર કરતા છતા ફરી રાજગૃહ નગર પ્રત્યે આવ્યા. તે વખતે નગરવાસી લેકે તુરત તેમને વંદન કરવા માટે નગર બહાર આવવા લાગ્યા. આ અવસરે ધન્યકુમારસહિત શાલિભદ્ર માસક્ષમણને પારણે ગોચરી લેવા માટે નગરમાં જવાની રજા માગી. પ્રભુએ કહ્યું. “આજે તારૂં માતાના હાથે પારણું થશે.” પછી તે વાત જાણીને ધન્યકુમાર સહિત શાલિભદ્ર નગરમાં ગ. રાગરહિત અને ઉચ્ચ નીચ ગૃહેને વિષે ફરતા એવા તે બન્ને જણા ભદ્રાના આંગણામાં આવીને ઉભા રહ્યા. માતા ભદ્રાએ તપથી દુર્બલ થઈ ગએલા અને જેમના શરીરને વિષે ફકત હાડકાં અને ચર્મ રહ્યાં હતાં એવા તે બને મુનિઓ