________________
3
( ૨૫૦ )
શ્રી.ઋષિમ`ડલવૃત્તિ ઉત્તરા
જાય છે. હું ગજરાજ ! ત્યારે માટે અમેએ ખંધુ, દેશ વિગેરેને ત્યજી દીધા છે એટલુંજ નહિ પણ આ ચેડા મહારાજાને પણ આવા મહાકષ્ટને વિષે ઝંપલાવ્યા છે જો અમે બીજાને પાષણ કર્યા હાત તેા તે પેાતાના ધણી માટે બહુ ભક્તિવાલે થાત ખરેખર તું અમારા ઉપર અપ્રીતિ રાખનારા નિવડયા જે અમારા કાર્યની બહુ ઉપેક્ષા કરે છે. ”
આ પ્રમાણે હલ્લ વિહલ્લે તિરસ્કાર કરેલા હસ્તિ સેચનકે પેાતાને તેઓને ભકત માનતા છતાં તુરત વેગથી તે બન્ને કુમારાને પાતાની પીઠ ઉપરથી ઉતારી મૂકી પોતે પેલી અંગારાથી ભરપૂર એવી ખાઇમાં ઝંપાપાત કર્યાં. સેચનક બહુ દુષ્ટ હાવાથી તુરત મૃત્યુ પામી પડેલી નરકને વિષે ઉત્પન્ન થયા.
પાછલ હલ્લવિહલ્લ વિચાર કરવા લાગ્યા કે “ અહા ! આપણે આ શું અકા કર્યું. ખરેખર પશુપણું તે આપણનેજ ચેાગ્ય છે. આ સેચનક હસ્તિ ધિક્કારવા ચેાગ્ય નથી. હવે આપણે જીવવું ચાગ્ય નથી છતાં જો આપણે જીવીએ તેા શ્રી વીરપ્રભુના શિષ્ય થઈનેજ જીવવું પણુ ખીજી કોઈ રીતે જીવવું નહીં. ” પછી તેએ બન્ને જણાએ શાસનદેવીની આજ્ઞાથી ભાવસાધુપણાને પામીને પાછલથી તુરત શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા લીધી. પેાતાના ન્હાના ભાઈ એવા હહિલ્લે દીક્ષા લીધી તા પણ કુણિકરાજા વિશાલા નગરીને પોતાના તાબે કરવા શિતવંત થયા નહીં. તેથી તેણે એવી પ્રતિજ્ઞા કરી કે જે પ્રતિજ્ઞાથી શૂરવીરપણાને ધારણ કરતા એવા વીર પુરૂષોનું શૂરવીરપણું બહુ વૃદ્ધિ પામે છે. કુણિકે એવી પ્રતિજ્ઞા કરી કે “ જે હું ગધેડા જોડેલા હલેાવડે આ નગરીને નિહ ખેાઢી નાખું તે કુવામાં અથવા અગ્નિમાં પ્રવેશ કરીને કે પર્વત ઉપરથી પડતું મૂકીને મૃત્યુ પામીશ. ” કુણિકે આવી ભયકર પ્રતિજ્ઞા કરી તેા પણ તે વિશાલા નગરીને તેાડી પાડવા સમર્થ થયા નહીં. જેથી તે મનમાં બહુ ખેદ પામવા લાગ્યા. આ પ્રમાણે અશેાકચંદ્ર ભૂપતિ ખેડુ ખેદ પામવા લાગ્યા. આ પ્રમાણે અશોકચંદ્ર ભૂપતિ બહુ ખેદ પામ્યા એટલે આકાશમાં ઉભેલી અને કુલવાલક શ્રમણને વિષે હિતકારી એવી શાસનદેવીએ તેને આ પ્રમાણે એક ગાથા કહી:
गिणियं चे मागधियं, समणे कुलवालके ॥
રુમિન્ગ રૂતિ હોપ, તો વેસાત્ત્વિ વિસતિ ॥ ? ॥
* રાજન ! જે માગધિકા નામની ગણીકાને કુલવાલુક નામના સાધુ જે મલે તેા તે વિશાલ નગરી ગ્રહણ કરી શકે.
આકાશથી આવાં વચન સાંભળી અતિ પ્રસન્ન થએલા કુણિક ભૂપતિએ પોતાના પ્રધાનને પૂછ્યુ કે “ કુલવાલક મુનિ કાણુ છે તેમજ માગધિકા વેશ્યા પશુ