________________
( ૨૪૬ )
શ્રી રષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ તેણે આવેલા એવા પિતાના અને પિત્રીને બહુ માનથી પિતાની પાસે રાખ્યા.
હવે અહીં કૃણિક રાજા, ઘની પેઠે પોતાને છેતરીને નાસી ગએલા હલવિહલ્લને જાણું ગાલને વિષે હાથ મૂકી વિચાર કરવા લાગ્યો. “ નિચે સ્ત્રીના પ્રધાનપણથી મને ગજાદિ રત્નોએ અને બંધએ ત્યજી દીધે. આવું દુઃખ પ્રાપ્ત થયે છતે હવે જે હું તેઓને અહીં ન લાવું તે પછી પરાભવને સહન કરનારા વાણીયામાં અને મહારામાં ફેર છે ? અથાત્ કાંઈ નહિ.
પછી કૃણિકે રત્ન લઈને નાસી ગએલા પિતાના ભાઈઓને મૃત્યુને ભય દેખાડવાનું એક દૂતને શીખવી વિશાલા નગરીમાં ચેડા રાજા પાસે મોકલે. પછી દૂત વિશાલા નગરીમાં જઈ નમસ્કાર કરી, આસને બેસી સાહસપણુથી ચેડા રાજાને આ પ્રમાણે કહ્યું. “ ગજાદિ રત્નોને લઈ તુરત નાસી આવેલા હલ્લવિહલ તમે કૃણિક રાજાને સેપે. જો તમે તેમ નહિં કરે તે પોતાના રાજ્યને નાશ કરી બેસશે. એ કણ જડ પુરૂષ હોય કે જે એક ખીલી કાઢવાને માટે પિતાના મહેલને પાડી નાખે ? ” ચેડા રાજાએ કહ્યું. “ જો કે કઈ એક બીજો માણસ શરણે આવ્યું હોય તે તેને ત્યજી દેવાત નથી પછી આતે વિશ્વાસ પામેલા હારી વહાલી પુત્રીના પુત્ર છે તેની તો વાત જ શી કરવી. ” દૂતે કહ્યું, જે તેઓ તમારે શરણે આવેલા હોય અને તેથી તેઓને તમે કૃણિક રાજાની સ્વાધિનમાં કરે નહિ તે તેઓની પાસેથી રન્ને લઈ મહારા રાજા કણિકને આપ.” ચેડા રાજાએ કહ્યું. “ રાજા અથવા રાંકને એ કાંઈ ન્યાય નથી જે એકનું દ્રવ્ય બીજાને આપવા ત્રીજો સમર્થ થાય. માટે તે દૂત ! હલ્લવિહલ તેને સેંપવામાં નહીં આવે તેમ રત્ન નહીંજ મળે. જા આ વાત હારા રાજાને ઝટ નિવેદન કર.
પછી દૂતના મુખથી ચેડા રાજાએ કહેલી વાણી સાંભલી અત્યંત ક્રોધાતુર થએલા કુણિક રાજાએ જયને પડહ વગડાવ્યું. આ વખતે અસહા તેજવાલા તે રાજાનું સર્વ સૈન્ય સર્વ પ્રકારની તૈયારીથી સજજ થઈ ગયું. દુર્જય એવા કાલાદિ દશ કુમારે પણ સેનાની સાથે સજજ થઈ આગલ ચાલ્યા. ત્રણ હજાર હસ્તિ ત્રણ હજાર અશ્વ, ત્રણ હજાર રથ અને ત્રણ ક્રોડ પાયદલ. આ પ્રમાણે અતુલ તે એક એક કુમારેનું સિન્ય હતું. આવી રીતે કણિકનું એક મોટું સૈન્ય તૈયાર થયું. આવા મોટા સૈન્યથી ચેડા રાજા ઉપર જ એ કૃણિક પૃથ્વીને તથા શત્રુઓના હૃદયને કંપાવતો હતે. ચેડા રાજા પણ મુકુટબદ્ધ અઢાર રાજાઓની સાથે બહુ સૈન્યથી તૈયાર થઈ કૂણિક સામે ચાલ્યા. ત્રણ હજાર હસ્તિ; ત્રણ હજાર અશ્વ, ત્રણ હજાર રથ અને ત્રણ કોડ પાયદલ એ દરેક મુકુટબદ્ધ રાજાનું સિન્ય હતું. આ પ્રમાણે અઢાર મુકુટબદ્ધ રાજાએના મોટા સૈન્યવાલા ચેડા રાજાએ પિતાને સીમાડે જઈ પોતાના સૈન્યને દુર્ભેદ એ મહેટો સાગર બૃહ ર. કૃણિકે પણ પૂર્વે કહેલી મહેદી સૈન્યથી ત્યાં આવી શત્રુની સેનાથી ન ભેદી શકાય એ ગરૂડ મૂડ ર. કણિકને સેનાપતિ