________________
શ્રીહલ અને શ્રીવિહલ્લ નામના મુનિવરેની કથા. (૪૫) કરતે છતે પિકાર કરવા લાગે. “હે તાત! હું પૃથ્વી ઉપર આવા દૂર કર્મથી મહાપાપી થયે.” એમ તે વારંવાર વિલાપ કરવા લાગે. વળી “હું પિતાની ક્ષમા માગીશ. એ જે મને રથ ધારતો હતો તે પણ પૂર્ણ થયે નહિ, જેથી હું બહુ પાપી ઠર્યો છું. હું પૃપાપાત કરૂં અથવા અગ્નિ, શસ્ત્ર કે જલ ઈત્યાદિ બીજા કઈ પણ પ્રકારથી મૃત્યુ પામું તે પણ આ કરેલા કર્મની પ્રતિક્રિયા થાય તેમ નથી.” આ પ્રમાણે શેકથી આકુલ થએલા અને મારવા માટે ઈચ્છા કરતા કૃણિકને તેના પ્રધાને એ પ્રતિબંધ કર્યો. પછી નિરંતર પિતાને બહુ શોક કરવાથી ક્ષય રેગવડે ક્ષીણ થતા કૂણિક ભૂપતિને જોઈ પ્રધાને વિચાર કરવા લાગ્યા કે “ આ કૃણિક રાજા પિતાને શોક કરવાથી મૃત્યુ પામશે અને રાજ્ય નાશ પામશે માટે પિતાની ભક્તિના ઉપદેશથી તેને શાંત કરીએ.” આમ ધારી મિથ્યાદષ્ટિ હોવાથી તેઓએ એક જીર્ણ તામ્રપત્રમાં લખ્યું કે “પુત્રે શ્રાદ્ધમાં આપેલા પિંડાદિ મૃત્યુ પામેલો પિતા પામે છે” આ લેખ પ્રધાનેએ રાજા કૃણિકની આગળ વાંચે. તેથી હર્ષ પામેલ કણિક પિતે પિંડદાન કરવા લાગ્યું. તે દિવસથી પિંડદાન લોકમાં પ્રવૃત્ત થયું. “મૃત્યુ પામેલા હારા પિતા મેં આપેલું અન્ન ભજન કરે છે.” એમ માનતે જડબુદ્ધિવાળા કૃણિકે જેમ રેગી રસ વિક્રિયાને ત્યજી દે તેમ ધીમે ધીમે શેક ત્યજી દીધો. પિતાના પિતાના બહુ શેકથી વ્યાકુલ મનવાળો કૂણિક રાજા રાજગૃહ નગ૨માં રહેવા કયારે પણ ઉત્સાહ ધરતો નહોતો તેથી તેણે કઈ એક ઠેકાણે પ્રકુલિત ચંપાના વૃક્ષને જોઈ તે સ્થાનકે ચંપાપુરી નામે નગરી વસાવી ત્યાં નિવાસ કર્યો.
એકદા કૃણિકની સ્ત્રી પદ્માવતી દિવ્ય કુંડલને ધારણ કરનારા, દિવ્યહારના ધારણહાર અને સેચનક હસ્તિ ઉપર બેઠેલા પોતાના દિયર હલ્લવિહલ્લને જોઈ વિચાર કરવા લાગી. કારણ સ્ત્રીઓને સ્વાભાવિક ઈર્ષ્યા હોય છે. બે દિવ્ય કુંડલ, હાર અને સેચનક હસ્તિ વિના મહારા પતિનું રાજ્ય નેત્ર વિનાના મુખની પેઠે શોભતું નથી. પછી પદ્માવતીએ હલ્લવિહલ્લ પાસેથી તે વસ્તુઓ લઈ લેવાને બહુ આગ્રહ કર્યો. એટલે કણિકે કહ્યું. “પિતાએ તેમને તે વસ્તુઓ આપી છે માટે તે લઈ લેવી એ
નથી. વલી હારા પિતા મૃત્યુ પામ્યા છે તેથી તે હારે તેમના ઉપર બહુ કૃપા રાખવી જોઈએ. ” રાણી પદ્માવતીએ બહુ આગ્રહ કર્યો એટલે કુણિકે તે ચારે વસ્તુની પિતાના ભાઈ પાસે માગણી કરી. “અમે તે વસ્તુઓ તમને આપીશું. ” એમ કહી તે બન્ને ભાઈઓ પોતાના ઘરે જઈ એકાંતમાં પરસ્પર વિચાર કરવા લાગ્યા. “ ભાઈને વિચાર કાંઈ સારે દેખાતું નથી. તેને આ વસ્તુઓનું શું પ્રજન હશે ? માટે આપણે અહીંથી ક્યાંઈ બીજે ચાલ્યા જઈએ. કારણ કે સર્વ સ્થાનકે બલવંત પુરૂષનીજ સંપત્તિ હોય છે. ” આ પ્રમાણે વિચાર કરી સેચનક અને હારાદિ વસ્તુઓ લઈ અંત:પુરસહિત રાત્રીએ વિશાલા નગરી પ્રત્યે ચાલ્યા ગયા. વિશાલામાં તેમને માતામહ ( માને બાપ ) ચેડા રાજા રાજ્ય કરતો હતો