________________
શ્રીઅભયકુમાર કથાન્તર્ગત શ્રીઉદાયન રાજર્ષિની કથા (૨૩૭ ) વિવેકના બંધુરૂપ એ અધ્યવસાય ઉત્પન્ન થયો કે “શ્રી વીરપ્રભુએ જે ગામ નગરને પવિત્ર કર્યા છે તે ધન્ય છે વળી જે રાજાઓએ તેમના મુખથી ધર્મ સાંભ
ન્યો છે તેઓને પણ ધન્ય છે. તે પ્રભુની ધર્મદેશનાથી ઉજવલ પ્રતિબંધ પામી જેમણે શ્રાવકધર્મ આદર્યો છે તે જ કૃતાર્થ થયા છે. તેમજ તે પ્રભુના પ્રસાદથી જેઓ વિરતિ પામ્યા છે તેઓ વંદન કરવા ગ્ય તથા વખાણવા ચેપગ્ય છે અને તેમને જ વારંવાર નમસ્કાર થાઓ. હમણાં જે તે પ્રભુ વિહાર કરતા કરતા અહિં આવે તે હું તેમની પાસે સર્વવિરતિ અંગીકાર કરી કૃતાર્થ થાઉં” આ વાત જાણુ શ્રીવીરપ્રભુ તે ઉદાયનના હિતને માટેજ ચંપાપુરીથી દેવતાઓએ વિંટાએલા છતા ત્યાં સમવસર્યા. ઉત્તમ બુદ્ધિવાળે ઉદાયન પ્રભુ પાસે જઈ ધર્મ સાંભળી ઘરે ગયો. ત્યાં તે વિચારવા લાગ્યો કે “જે વ્રતેચ્છુ એવો હું મહારા પુત્ર અભિચિને રાજ્ય આપું તે મેં તેને નવ પ્રકારના નૃત્ય કરનારે નટ બનાવ્યું એમ કહેવાશે કારણ નીતિના જાણુ પુરૂષે પણ રાજ્યને નરક આપનારું માને છે. માટે હું મહારા પુત્રને તે રાજ્ય નહિ આપું કદાપિ આપું તો તેમાં તેનું હિત શું થવાનું? પછી નિસ્પૃહ અને ભિન્ન સ્વભાવવાળા ઉદાયન રાજાએ પોતાના ભાણેજ કેશીને પોતાની રાજ્યલક્ષ્મી આપી. વળી તેણે જીવતસ્વામીની પ્રતિમાના પૂજનને અર્થે બહુ ગામ, નગર અને આકરાદિ આખ્યાં
શ્રી મહાવીર પ્રભુ અભયકુમારને કહે છે કે, પછી ઇંદ્રિયને દમન કરનારા ઉદાયન ભૂપતિએ કેશીએ કરેલા નિષ્ક્રમણ ઉત્સવપૂર્વક અમારી પાસે દીક્ષા લીધી. વ્રતના દિવસે છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે તીવ્ર તપથી તેણે પોતાના દેહને પૂર્વ ભવના કર્મ થી શુદ્ધ કર્યો. આ વખતે ફરી અભયકુમારે નમસ્કાર કરીને શ્રી જિનેશ્વરને પૂછયું કે “એ ઉદાયન રાજર્ષિને ઉત્તરકાલ કે થશે ?” પ્રભુએ કહ્યું. “પૃથ્વી ઉપર વિહાર કરતા એવા તે મુનિને કોઈ એક દિવસ અકાળે અપથ્ય ભોજન ખાવાથી મહાવ્યાધિ થશે. તે વખતે નિર્વઘ અંત:કરણવાળા વૈદ્ય ગુણના સમુદ્રરૂપ તેમને કહેશે કે “હે મુનિ ! દહીં ભક્ષણ કરે પછી દેહને વિષે આસક્તિ રહિત એવા પણ તે મુનિ ગષ્ટને વિષે વિહાર કરશે કારણ કે ત્યાં નિર્દોષ એવું દહિનું ભજન મલવું સુલભ હોય છે. એકદા તે મુનિ વીતભય નગર પ્રત્યે જશે. તે વખતે ત્યાં કેશી ભાણેજ રાજ્ય કરતો હતો. ઉદાયન રાજર્ષિને આવ્યા સાંભળી પ્રધાને કેશીને કહેશે કે “હમણું ચારિત્રને ત્યજી દેવાની ઈચ્છાવાળો તમારા માસે અહીં આ વેલ છે. ઇદ્રપદ સમાન સમૃદ્ધિવંત રાજ્યને ત્યજી દઈ તે શાંતભાવને પામ્યા હતા. પણ હમણાં તે તે ફરી રાજ્યને અર્થે આવ્યા છે. માટે તમારે તેમને વિશ્વાસ કરવો નહિ.” કેશીએ તે પોતાનું રાજ્ય આજે ભલે સ્વીકારે” એમ કહેશે. એટલે દુષ્ટ બુદ્ધિવાળા મંત્રીઓ ફરી તેને કહેશે કે “ પૂર્વના પુણ્યથી જ તમને રાજ્ય મળ્યું છે. તે તમને કોઇએ આપ્યું નથી. રાજાનો ધર્મ એવો નથી જે