________________
(૨૩૬)
શ્રીષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. એકદા વાર્ષિક પર્વ આવ્યું. એટલે ઉદાયન રાજાએ, શ્રાવક ધમી હોવાથી ઉપવાસ કર્યો. રસોઈયાઓએ ઉદાયન ભૂપતિની આજ્ઞાથી માલવપતિ ચંડપ્રદ્યોતનને પૂછયું કે “હે નરપતિ? આજે શું જમશે?” રઇયાનાં આવાં વચન સાંભલી ભય પામેલો ચંડઅદ્યતન રાજા વિચારવા લાગ્યું. “
નિચે આજે આ પ્રશ્ન કુશલકારી લાગતો નથી. ખરેખર આ વચન વધબંધનને સૂચવનારું દેખાય છે.” ચંડપ્રદ્યોતને રસોઇયાને પૂછયું “તમે હંમેશાં તો પૂછયા વિના અવસરે એમને એમ ભેજન લાવો છો અને આજે પૂછવાનું શું કારણ છે?” સસેઈઆએ કહ્યું. “હે ભૂપતિ ! આજે પર્યુષણ પર્વ છે માટે અંત:પુર સહિત અમારા રાજાને ઉપવાસ છે હંમેશાં તો અમારા રાજાને માટે જે ભેજન કર્યું હોય તેનાથીજ આપને ભોજન કરાવતા અને હમણું તે આપના માટેજ રસોઈ કરવાની છે માટે પૂછીએ છીએ.” ચંડપ્રદ્યોતને કહ્યું. “હે રસેઈયા ! ત્યારે તો આજે હું પણ નિક્ષે ઉપવાસ કરીશ. તમે આજે પર્યુષણ પર્વના ખબર આપ્યા તે બહુ સારું કર્યું. કારણ નિચે અમારા કુળને વિષે પણ શ્રાવક ધર્મ છે.” રસોઈ યાએ ચંડ પ્રદ્યોતનનું કહેલું સર્વ ઉદાયન રાજાને કહ્યું. ઉદાયને હસીને કહ્યું. નિચે તેણે ઘર્તપણાથી આ કપટ જાણ્યું છે. બંધીખાનામાં રહ્યા છતાં પણ તેણે જે તે પ્રકારે આ હારું ઉત્તમ પર્વ કર્યું ” એમ વિચાર કરી તેણે ચંડપ્રદ્યોતનને ખમાવી તેના કપાળમાં લખેલા અક્ષરને ઢાંકવા માટે પટ્ટાબંધ કર્યો. તે દિવસથી આરંભીને રાજાઓ વૈભવને સૂચવનારે પટ્ટબંધ કરે છે. ઉદાયન રાજાએ ચંડપ્રદ્યોતનને તેને પૂર્વને મુકુટ બાંધી ઉજજયિનીનું રાજ્ય પાછું સેપ્યું અને વર્ષાકાળ નિર્ગમન થયા પછી પિતે પિતાના વતભય નગરે ગયે, છાવણીમાં વેપારને અર્થે આવેલા વૈશ્ય ત્યાં રહ્યા. તેથી તે નગરનું દશપુર એવું નામ તે વેપારીઓથી જ પ્રસિદ્ધ પામ્યું.
એકદા ઉદાયન વિદિશા નગરી પ્રત્યે જઈ “આ દેવનિર્મિત નગરને ઇંદ્ર ભાયલસ્વામિ નામવડે કહેલું છે, તે વૃથા કેમ થાય” એમ વિચાર કરવા લાગ્યું. પછી હર્ષિત થએલા તેણે વિદ્યમાલી દેવતાએ કરેલી પ્રભુની પ્રતિમાને પૂજન કરવા નિમિત્તે બાર હજાર ગામ આપ્યાં, પછી પ્રભાવતીના જીવ રૂપ દેવતાએ વીતભય નગરમાં આવી ઉદાયન રાજાને સુખે પ્રતિબધ કર્યો. “હે નૃપ ! જે અહીંયાં શ્રી વદ્ધમાનવામીની પ્રતિમા છે તે પણ નિચ્ચે માન્ય છે. તે પણ ઉત્તમ તીર્થરૂપ છે કારણ તે પ્રતિમાને પણ કેવળજ્ઞાનથી દેદીપ્યમાન એવા કપિલ નામના બ્રહ્મ સાધુએ પ્રતિષ્ઠા કરેલી છે. માટે આ દેવાધિદેવની પ્રતિમા હારે પૂજન કરવા યોગ્ય તથા વંદન કરવા ગ્ય છે વળી હારે અવસરે દીક્ષા લેવી.” દેવતાનું આ સર્વ વચન અંગીકાર કરી રાજા ઉદાયન તે પ્રતિમાને પૂજવા લાગ્યો અને ઉદાયન ભૂપતિના ચિત્તરૂપ વનને સિંચન કરવામાં મેઘ સમાન તે દેવતા પણ અંતર્ધાન થઈ ગયે.
એકદા ધર્મકાર્યને વિષે ઉદ્યમવંત થએલા ઉદાયન રાજાએ પિષધશાળામાં પાખી (ચદશીને પિષધ કર્યો શુભ ધ્યાનથી રહેલા તે ભૂપતિને મધ્ય રાત્રીએ ઉત્તમ