________________
(૨૨૮).
શ્રીષિમડલ વૃત્તિ ઉત્તરાર્ધ એકદા નંદીશ્વર તીર્થયાત્રા કરવા જતા એવા દેવતાઓએ પિતાની આગળ ગાયન કરવાની હાસા પ્રહાસા દેવીઓને આજ્ઞા કરી. દેવીએ તુરત વિદ્યુમ્માલી નામના પિતાના પતિ રૂપે ઉત્પન્ન થએલા નંદીમિત્ર સનીને કહ્યું કે મૃદંગ ગ્રહણ કર, વિદ્યુમ્માલીએ કહ્યું, “અરેઅહીં પણ મને કોઈ આજ્ઞા કરનારે છે કે શું? આ પ્રમાણે ગાઢ અહંકારથી વચન બેલતા એવા તે સોનીના જીવ વિદ્યુમ્ભાલીને કઠે તેના દુષ્કર્મથી પટ બાંધ્યું. વિદ્યુમ્ભાલી જાણે પિતાની સાથેજ હાથ પગની પેઠે ઉત્પન્ન થએલા હાયની ? એમ તે પડહને પોતાના ગળામાંથી કાઢી નાખવા સમર્થ થયો નહીં. દેવીઓએ તેને કહ્યું. તેં આભિયોગિક કર્મ કર્યા છે. જેથી ત્યારે દેવેંદ્રોની આગળ આ પહ વગાડે પડશે” પછી ગાયન કરતો એવી તે દેવીઓની સાથે વિદ્યુમ્માલી પટહ વગાડતે છતે દેવતાઓની આગળ ચાલવા લાગ્યા.
આ વખતે યાત્રા માટે જતા એવા નાગિલના જીવ રૂપ દેવતાએ હાસા પ્રહાસાની મધ્યે પોતાના મિત્ર નંદીમિત્ર સોનીના જીવ રૂપ દેવતાને પરહ વગાડતા દીઠ. અવધિજ્ઞાનથી તેને પિતાને મિત્ર જાણે કાંઈ કહેવા માટે તેની પાસે આવ્યા વિદ્યુમ્માલી સૂર્ય સમાન અત્યંત તેજવાળા દેવતાને પાસે આવતે જોઈ તેના તેજને સહન ન કરી શકવાને લીધે દૂર નાસતે છતે નૃત્ય કરવા લાગ્યો. નાગિલ દેવ પણું પોતાના તેજને સંવરી પંચશૈલ પર્વતના અધિપતિ એવા વિદ્યુમ્ભાલીને કહેવા લાગે. જે મને ઓળખે છે કે નહિ?” હાસા પ્રહાસાના પતિએ કહ્યું. “હે દેવેંદ્ર આપ કોણ છે? હું મહા સમૃદ્ધિવાળા મુખ્ય દેવતાઓને નથી ઓળખતે.
પછી અચુત દેવકના દેવતા (નાગિલ દેવતા)એ પિતાનું પૂર્વનું શ્રાવકરૂપ ધારણ કરી તે વિદ્યુમ્માલી દેવતાને પ્રતિબંધ કરવા માંડે. કારણ કે નિચે પૂર્વને સ્નેહ દુત્ય જ હોય છે.
નાગિલ દેવતા કહે છે કે “મેં ઉપદેશ કરેલા અરિહંત ધર્મ ઉપર શ્રદ્ધા નહિ રાખતા એવા દુષ્ટ બુદ્ધિવાળા તે તે વખતે પતંગની પેઠે અગ્નિમાં પ્રવેશ કરી મૃત્યુ અંગીકાર કર્યું અને જૈન ધર્મના જાણ એવા મેં ચારિત્ર પાળીને મૃત્યુ અંગીકાર કર્યું આપણું બન્નેને પિત પિતાના કરેલા કર્મથીજ આવું ફળ મળેલું છે. નાગિલ દેવતાનાં આવાં વચન સાંભળી પંચશલાધિપ દેવ બહુ વૈરાગ્ય પામ્ય અને “હવે હું શું કરું?” એમ નાગિલ દેવને પૂછવા લાગે. નાગિલે કહ્યું. “હે મિત્ર! તું ગૃહસ્થની ચિત્રશાળામાં કાર્યોત્સર્ગ રહેલા અને ભાવસાધુ એવા શ્રી વીરપ્રભુની મૂર્તિ કરાવ અને તેનું કોઈ પાસે પૂજન કરાવ જેથી તેને પરભવમાં પાપનો નાશ કરનારું અને મહા ફળવાળું બેધિબીજ ઉત્પન્ન થશે. જે પ્રાણી પુણ્યસંપત્તિને વૃદ્ધિ કરનારી જિનેશ્વરની પ્રતિમા કરાવે છે, તેને સ્વર્ગ તથા મોક્ષના સુખ આપનાર ધર્મ પ્રાપ્ત થાય છે. વળી દર્ભાગ્ય, અકીર્તિ, દારિદ્ર, કુજન્મ અને મુગતિ એટલાં વાનાં તેમ બીજા નિંદ્ય પદાર્થો પણ તિર્થંકરની મૂર્તિ ચિતરનારને મળતાં નથી.”