________________
શ્રીઅભયકુમાર કથાન્તગત શ્રીઉદ્યાયન' રાષિની કથા. ( ૨૨૭ )
દેવીએની સાથે ક્રીડા કરવાની પ્રાર્થના કરવા લાગ્યા. દેવીએએ કહ્યું “ જો તું અમારી ઇચ્છા કરતા હાય તા પંચશેલ ચાલ. ” એમ કહી દેવીએ ચાલી ગઈ. પછી કુમારનંદી સેનીએ રાજાને દ્રવ્ય આપી એવેશ પટહ વગડાવ્યા કે “ જે મને પચશેલ પર્વત ઉપર લઈ જશે તેને હું કાટિ દ્રવ્ય આપીશ. ” કાઈ એક વૃદ્ધ નાવિકે પટહને સ્પર્શ કરી દ્રવ્ય લીધું. પછી તે વૃદ્ધ નાવિકે પેાતાના પુત્રોને દ્રવ્ય આપી અને અહુ ભાથું કરાવી વહાણમાં ભર્યું. સેનીની સાથે વહાણુમાં એસી સમુદ્ર માર્ગ દૂર જઈ તે વૃદ્ધ નાવિકે સેસનીને કહ્યું. “ અહિંથી સામે સમુદ્રની અંદર રહેલા પર્વત ઉપર પેલું વડવૃક્ષ દેખાય છે. જ્યારે વહાણુ તે વડની સમીપે જાય ત્યારે તું વહાણમાંથી કૂદી તે વાવૃક્ષને વલગી પડજે. રાત્રીએ ત્યાં પચશૈલ પર્વતથી ભાર ડપક્ષીઓ આવે છે. તે સૂતે છતે એક પક્ષીના પગની સાથે પાતાનું શરીર મજબુત માંધી અને બન્ને હાથથી તેના પગને પકડી રાખજે, ભારડ પક્ષીઓ સવારે ઉડીને પોંચશૈલ પર્વત ઉપર જશે. તુ પણ તેઓની સહાયથી ત્યાં પહાંચીશ. વલી જે તું વડવૃક્ષને વલગી પડીશ નહીં તે ત્યાં ભમરીમાં પડેલું વહાણ ભાંગી જશે તેની સાથે તું પણ મૃત્યુ પામીશ. ” સેાની નાવિકના કહેવા પ્રમાણે કરીને પંચશૈલ પર્વત ઉપર પહેાંચ્યા. ત્યાં તે, વ્યંતરીઆના રૂપને જાઈ વિશેષે મેાહ પામ્યા. દેવીએએ કહ્યું. “ અમે ત્હારા આવા શરીરની સાથે ક્રીડા કરશું નિહ. અમારા સરખું મનેાહર શરીર ધારણ કર તાજ અમે હારી સાથે ક્રીડા કરવા ચેાગ્ય છીએ. માટે તું અગ્નિમાં પ્રવેશ કરીને પંચશૈલ પર્વતના પતિ થા.” દેવીઓનાં આવાં વચન સાંભળી સેાનીએ કહ્યું. “ હે દેવાંગના ! હવે હું પાછે મ્હારે નગરે શી રીતે જાઉ'? આ પ્રમાણે કહેતા એવા તે સેાનીને દેવીઆએ તુરત તેના નગર પ્રત્યે પહોંચાડયા. લેાકેાએ તેને જોઇને તેની સર્વ વાત પૂછી તે તેણે યથાર્થ કહી પછી તે સેાની ચિત્તમાં દેવીઓનું સ્મરણ કરતા છતા અગ્નિપ્રવેશ કરવાની તૈયારી કરવા લાગ્યા. આ વખતે તે સાનીને મિત્ર નાગિલ ત્યાં આવી તેને કહેવા લાગ્યા કે “ અરે તું કેવા પુરૂષાર્થહિન બની ગયા. જે મૃત્યુ પામવા તૈયાર થાય છે? આ મનુષ્ય જન્મ બહુ દુ ભ છે માટે હું મિત્ર ! તું અલ્પ એવા ભાગસંગના ફૂલ મેલવવા માટે તે મનુષ્ય જન્મને વૃથા ન ગુમાવ. એવા કર્યો મૂર્ખ હાય કે અશ્વ વેચીને ગધેડાને ખરીદ કરે ?” આ પ્રમાણે નાગિલે તે સેનીને નિયાણું કરતાં બહુ અટકાવ્યેા, પરંતુ તે સેાની તેા દેવીઓના પિત થવાનું નિયાણું કરી અગ્નિમાં પ્રવેશ કરી મૃત્યુ પામી પંચશૈલ પર્વતના પતિરૂપે ઉત્તમ દેવપણે ઉપયા. પેાતાના મિત્રનું આવું અયાગ્ય મૃત્યુ જોઇ તુરત વૈરાગ્ય પામેલા નાગિલે હથી દીક્ષા લીધી. અનુક્રમે સંયમનું આરાધન કરી મૃત્યુ પામી નાગિલ અચ્યુત દેવલાકમાં દેવતા થયા. ત્યાં તેણે અધિજ્ઞાનથી જોયું તેા પેાતાના મિત્ર કુમારનદી સાનીને પંચશૈલ પર્વત ઉપર દીઠે.