________________
“ શ્રી અભયકુમાશ કથાન્તર્ગત શ્રીઉદયરાજર્ષિની કથા
(ર૯),
નાગિલનાં આવાં વચન અંગીકાર કરી ત્યાંથી ચાલી નિકળેલા વિદ્યુમ્માલી દેવતાએ ક્ષત્રિયકુંડ નગરમાં ગૃહસ્થની ચિત્રશાળામાં કાર્યોત્સર્ગ રહેલા વીરપ્રભુને દીઠા. પછી ગશિર્ષચંદનના કાષ્ઠને છેદી અને હિમવાન પર્વત ઉપર જઈ નાગિલે ત્યાં જેવી દીઠી હતી તેવી આભૂષણયુક્ત શ્રી વીરપ્રભુની મૂર્તિ બનાવી. વળી જાતિવંત ચંદનના બનાવેલા સંપુટમાં તેણે તે મૂર્તિ જેમ ધનવંત પુરૂષ પોતાના દ્રવ્યને મૂકે તેમ મૂકી. આ વખતે છ માસ થયા સમુદ્રમાં આમ તેણું ભ્રમણ કરતા એક વહાણને અને આકુળ વ્યાકુળ થએલા નાવિકને વિદ્યુમ્માલી દેવે દીઠે. વિદ્યુમ્માલી તુરત તે નાવિક પાસે જઈ તેને કહેવા લાગ્યો. “હે મુખ્ય નાવિક! સાંભળ, જે તે સમુદ્રને ઉતરી સિંધુસૈવીર દેશમાં રહેલા શ્રી વીતભય નગર પ્રત્યે જઈ અને ત્યાં ચાટામાં “આ સમુદ્રમાંથી મળેલી દેવાધિદેવની પ્રતિમાને કઈ કઈ લ્યો” એમ ઉદ્ઘોષણા કરે તો હું આ લ્હારા વહાણને આ સમુદ્ર ચક્રમાંથી બહાર કાઢું” નાવિક હર્ષથી તે વાત કબુલ કરી એટલે વિદ્યુમ્માલી દેવતાએ તેના વહાણને બહાર કાઢયું. તે પછી તે નાવિક, તુરત સિંધુસવીરના વિતભય નગરના ચોટામાં જઈ પૂર્વે કહેવા પ્રમાણે જેટલામાં ઉદ્દઘોષણા કરવા લાગે તેટલામાં તે ઉદાયન રાજા કેટલાક તાપસેસહિત ત્યાં આ સર્વે માણસો પિત પિતાના ઈષ્ટદેવ રૂપ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરને સ્મરણ કરી કુહાડાવતી પેલા સંપુટને ઉઘાડવા માટે બહુ પ્રહાર કરવા લાગ્યા. લોકોને ત્રાસ ઉપજે એવા કુહાડાના બહુ પ્રહાર કર્યા. જેથી તે કુહાડાઓ ભાંગી ગયા પણ તે સંપુટ ભાગ્યો નહીં. આશ્ચર્ય પામેલા ચિત્તવાલો રાજા ઉદાયન પણ સવારથી માંડી મધ્યાન્હ સુધી ત્યાં જ રહ્યો. ભેજન અવસર પણ વ્યતીત થઈ ગયે જાણું રાણી પ્રભાવતીએ ભૂપતિને બોલાવવા માટે પિતાની એક દાસીને મેકલી. ભૂપતિએ પણ તે આશ્ચર્ય જેવા માટે રાણી પ્રભાવતીને ત્યાંજ બોલાવી. રાણી પ્રભાવતી ત્યાં આવીને પૂછવા લાગી એટલે ભૂપતિએ તે સર્વ વાત કહી. રાણીએ કહ્યું. “નિચે શંકર તથા વિષ્ણુ વિગેરે દેવાધિદેવ નથી. દેવાધિદેવ તે એક તીર્થકર ભગવાન છે. ખરેખર આ સંપુટમાં જિનેશ્વરની પ્રતિમા હશે. માટે બ્રહ્માદિકનાં નામ બદલવાથી તે દર્શન આપતી નથી. હે સ્વામિન્ ! હું તેનું નામ લઈ પ્રતિમા આપને દેખાડીશ અને તે આશ્ચર્ય આ સર્વે માણસે જુઓ.”
પછી પ્રભાવતી રાણએ સુગંધી ચંદનથી અને પુષ્પથી સંપુટને પૂજન કરી નમસ્કાર કરી અને પછી આ પ્રમાણે કહ્યું. “આઠ પ્રતિહાર્યયુક્ત, રાગાદિ દેષરહિત, દેવાધિદેવ અને ત્રણ કાલ (ભૂત, ભવિષ્ય અને વર્તમાન) ના જાણ એવા અરિહંત પ્રભુ અમને દર્શન આપે.” પ્રભાવતીએ, આ પ્રમાણે કહ્યું એટલે જેમ પ્રભાતમાં પધકેશ ઉઘડી જાય તેમ સંપુટ પિતાની મેલે ઉઘડી ગયું, અને તેમાંથી પ્રફુલ્લિત પુષ્પથી પૂજાયેલી ગશીર્ષ ચંદનની અખંડિત નિકળેલી જિનપ્રતિમા સર્વે માણસોએ દીઠી. તે વખતે જેનશાસનની મોટી પ્રભાવના થઈ. પ્રભાવતી પણ તે