________________
( ર૩ર)
શ્રીષિમંડલ વૃત્તિ–ઉત્તરાદ્ધ દેવ કહેવાય છે. બ્રહ્મચારી તથા પરિગ્રહથી મુકાયેલાને જ ગુરૂ માનેલા છે. તેમજ દયાયુક્ત ધર્મ તેજ ધર્મ સમજવો.” સાધુની આવી દેશના સાંભલી શુદ્ધ બુદ્ધિવાલો રાજા પ્રતિબંધ પામ્યા, અને તેના અતિ સ્થિર એવા ચિત્તરૂપ ઘરને વિષે અરિહંતના ધર્મ નિવાસ કર્યો. પછી તે દેવતાઓ પ્રત્યક્ષ થઈ ઉદાયન ભૂપતિને ધર્મ વિષે સ્થાપે. ત્યારબાદ તે સ્વર્ગ પ્રત્યે ચાલ્યા ગયે. ઉદાયન ભૂપતિએ પણ પોતાને પોતાની સભામાં બેઠેલે છે. તે દિવસથી માંડી યથાત દેવ ગુરૂ ધમ વિગેરે ત્રણથી વાસિત થએલે ઉદાયન રાજા સમ્યક્ત્વધારી થયે.
(શ્રી વિરપ્રભુ અભયકુમારને કહે છે.) હવે ગાંધાર દેશને ગાંધાર નામે રાજા વૈતાઢય પર્વત ઉપર શાશ્વતી જિન પ્રતિમાને વંદન કરવા ગયો. ત્યાં તે વૈતાઢય પર્વતના મૂલમાં વંદના કરવાની ઈચ્છાથી બેઠે. પ્રસન્ન થએલી શાસનદેવીએ તેનું ઈષ્ટ પૂર્ણ કર્યું. શાસનદેવીએ કૃતકૃત્ય એવા તેને ઈષ્ટ ફળ આપનારી એકસો આઠ ગેળીઓ આપી. એક ગોળી મોઢામાં નાખી ગાંધારે વિચાર કર્યો કે “ હું વિતભય નગરે જઈ દેવાધિદેવની પ્રતિમાને વંદના કરું.આમ વિચાર કરવા માત્રમાં તે વીતભય નગરે ગમે ત્યાં દેવાધિદેવની પ્રતિમાને પ્રભાવતીની દાસી કુન્જા પૂજતી હતી. બીજે દિવસ ગાંધારના શરીરે કાંઈ રાગ થય. જિનધર્મને વિષે પ્રીતિવાળી મુન્નાએ તેની ભક્તિ કરી. ગાંધારે પિતાનું મૃત્યુ પાસે આવ્યું જાણું કુન્નાને સે ગોળીઓ આપી દીધી, ત્યારપછી આર્તધ્યાન રહિત એવા તેણે દીક્ષા લીધી. કુબડા રૂપવાળી કુન્નાએ પણ સારું રૂપ પામવાની ઈચ્છાથી એક ગોળી મુખમાં નાખી. તેથી તે પણ દેવીની પેઠે દિવ્ય રૂપ ધારણ કરનારી થઈ, તે ગેળી વડે કુક્કા સુવર્ણના વર્ષથી પણ અધિક રૂપવાળી થઈ તેથી લોકોએ તેનું સુવર્ણગુલિકા એવું નામ પાડયું.
હવે સુણ ગુલિકાએ બીજી ગેળી મુખમાં મૂકી વિચાર્યું જે હાર સરખા રૂપવાલા પતિ વિના હારું આવું રૂપ વૃથા છે. આ ઉદાયન રાજા તે હારે પિતા સમાન છે. અને બીજા રાજાઓ તે તેના સેવક છે. માટે ઉદ્ધત એ ચંડપ્રદ્યતન રાજા મહાર પતિ થાઓ.” સુવર્ણગુલિકા આવો વિચાર કરતી હતી એવામાં કોઈએ પ્રથમથી ચંડઅદ્યતન પાસે સુવર્ણ ગુલિકાના રૂપનાં વખાણ કર્યા હશે. તેથી માલવપતિ ચંડપ્રદ્યોતન ભૂપતિએ એક દૂત સુવર્ણગુલિકા પાસે તેની યાચના કરવા મોકલ્યું !
તે ત્યાં આવી તેની પ્રાર્થના કરી એટલે સુવર્ણગુલિકાએ કહ્યું. “ તું ચંડપ્રદ્યોતન રાજાને અહિં તેડી લાવ.” તે સુવર્ણગુલિકાના કહ્યા પ્રમાણે માલવપતિને ખબર આપ્યા. પછી ચંડપ્રદ્યોતન રાજા, અરાવણ હસ્તિ ઉપર બેઠેલા ઇંદ્રની સંપત્તિને ધારણ કરતે છતે વાયુ સરખા વેગવાલા હસ્તિ ઉપર બેસી રાત્રીએ વીતભય નગર પ્રત્યે આવ્યા. જેવી રીતે ચંડપ્રદ્યતન રાજાને સુવર્ણગુલિકા રૂચી, તેવી જ રીતે સુવર્ણ ગુલિકાને માલવપતિ પ્રસન્ન પડે. માલવપતિએ સુવર્ણગુલિકાને કહ્યું “હે સુંદરી !