________________
(ર૬)
શ્રી ઋષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ હવે એમ બન્યું કે શ્રી વદ્ધમાન સ્વામી, ઉદાયન રાજાને દીક્ષા આપી મારવાડ દેશમાં થઈ ત્યાં રાજગૃહ નગરમાં સમવસર્યા. નિચે આપણું ભાગ્યથી આજે ભગવાન સમવસર્યા. ” એમ કહી હર્ષ પામેલ અભયકુમાર પ્રભુ પાસે જઈ ધર્મોપદેશ સાંભળવા લાગ્યા. ધર્મોપદેશને અંતે ઉત્પન્ન થએલા વૈરાગ્યવાલા અભયકુમારે પ્રભુને પૂછયું કે “ હે પ્રભે ! છેલ્લે રાજર્ષિ કણ થશે ? ” પ્રભુએ કહ્યું. “ હે શ્રેણિકપુત્ર ! ઉદાયનને છેલ્લો રાજર્ષિ જાણુ. ” અભયકુમારે ફરી “ એ ઉદાયન કેણું છે? એમ પૂછયું એટલે શ્રી વીર પ્રભુએ અભયકુમારને પ્રતિબંધ કરવા માટે ઉદાયન રાજાનું સર્વ ચરિત્ર કહ્યું. તે આ પ્રમાણે - | સિંધુવીર દેશમાં વીતભય નામના નગરને વિષે પુત્રની પેઠે પ્રજાનું રક્ષણ કરનારે ઉદાયન નામે રાજા રાજ્ય કરતા હતા તે વાતભયાદિ ત્રણસેં ત્રેસઠ નગરીને અને સિંધુસૈવીરાદિ સેલ દેશનો અધિપતિ હતા. મહાસેનાદિ મુકુટબદ્ધ ભૂપતિઓથી સેવન કરાયેલા અને બીજા અનેક ભૂપતિઓને છતી એ રાજાએ મહારાજ પદ મેળવ્યું હતું. એ રાજાને તીર્થની ઉન્નતિ કરનારી નિરંતર સમ્યકત્વથી પવિત્ર શરીર વાલી અને શીલવ્રતના પ્રભાવવાલી નામે સ્ત્રી હતી. પ્રભાવતીના ઉદરથી ઉત્પન્ન થએલે અને યુવરાજ પદ પામેલે તે રાજાને અભિચિ નામે પુત્ર અને કેશી નામે ભાણેજ હતે.
હવે ચંપા નગરીમાં જન્મથી આરંભીને ચપલ નેત્રવાલી સ્ત્રીના નેત્ર સમાન ચંચલ અને મહા ધનવંત કુમારનદી નામે સોની રહેતું હતું. તે સોની જે જે રૂપવાળી કન્યા સાંભલો તથા દેખતે તેને તેને પાંચસેં પાંચસેં સોનામહેરો, આપી પરણતે. આ પ્રમાણે તેણે પાંચસેં કન્યાઓ સાથે પાણગ્રહણ કર્યું હતું. ઈર્ષ્યાવંત એ તે સની, સ્ત્રીઓને એક સ્તંભવાલા મહેલમાં રાખી તેમની સાથે ક્રીડા કરતું હતું. તે સનીને નાગિલ નામનો માણસ પ્રાણપ્રિય મિત્ર હતું, નાગિલ પાંચ અણુવ્રતને ધારણ કરનાર, પવિત્ર અને નિરંતર સાધુની સેવા કરનારે હતે.
એકદા પંચશેલ ઉપર રહેનારી બે વ્યંતરીઓ ઈન્દ્રની આજ્ઞાથી રજા લઈ નંદીશ્વર દ્વીપ વિષે યાત્રા કરવા ગઈ. તે વખતે તેણીઓને પતિ વિદ્યુમ્ભાલી જે પંચશૈલ પર્વતને અધિપતિ હતા તે ચવી ગયે, તેથી બને વ્યંતરીઓ વિચાર કરવા લાગી કે “હવે આપણે આજે કેને મોહ પમાડવો કે જે આપણે પતિ થાય! પછી વિચરતી એવી તે બન્ને જણાએ ચંપાપુરીમાં પાંચસેં કન્યાઓની સાથે વિલાસ કરતા એવા કુમારનંદી સોનીને દીઠે. પતિની ઈચ્છાથી અને વ્યંતરીઓ સનીને મોહ પમાડવા માટે તેની પાસે આવી. કુમારનંદી બને દેવીઓને જોઈ પૂછવા લાગ્યું કે “ તમે કોણ છે ?” તેણીઓએ ઉત્તર આપે. અમે હાસાપ્રહાસા નામની દેવીએ છીએ, ” દેવીઓના રૂપને જોઈ ની બહુ મેહ પામ્યો તેથી તે