________________
(ર૦૮.
શ્રીત્રષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ સુવર્ણના સિંહાસન ઉપર બેસાડી સુવર્ણકલશમાં ભરેલા જલથી અભિષેક કર્યો. અદીનશત્રુ રાજાએ વિવિધ પ્રકારના મહોત્સવથી પુલને રાજ્યસન ઉપર બેસારીને કહ્યું કે “હે પુત્ર! હું તને શું આપું અને હારું શું કામ કરું ?” સુબાહુએ કહ્યું “મને રજોહરણ અને પાત્ર આપ.પછી રાજાએ બજારમાંથી બે લક્ષ દ્રવ્ય તે બન્ને વસ્તુ અને એક લક્ષના મૂલ્યથી કાશ્યપને બોલાવી તેને દીક્ષાને યોગ્ય એવા પુત્રના આગલા કેશ કાપવાનું કહ્યું. કાશ્યપે પણ પવિત્ર થઈ આઠપડની મુડપત્તિને મુખ આગલ રાખી શીધ્ર સુબાહુ કુમારના કેશ કાપ્યા. પુત્રના તે કેશને માતાએ પોતાના વસ્ત્રમાં લઈ સુધી જલથી ધોઈ રત્નના ડાબડામાં રાખ્યા.
પછી ભૂપતિએ સુવર્ણના અને રૂપાના ઘડામાં ભરી રાખેલા જલથી સુબાહુ કુમારને સ્નાન કરાવી અને તેના શરીને ઉત્તમ વસ્ત્રથી લુહી નાખ્યું ત્યાર પછી પુત્રના શરીરને શીષ ચંદનને લેપ કરી ઉત્તમ ભાવાળાં બે વસ્ત્ર ઓઢાડી હાર, અર્ધહાર, કુંડલ અને મુકુટાદિ આભૂષણથી તેમજ સુગંધી પુષ્પથી સુશોભિત કર્યું. વળી ભૂપતિએ સેંકડે સ્તંભવાળી, મણિની પાંચ ઓળવાળી અને હજારો મનુષ્યોથી ઉપાડી શકાય એવી એક સુંદર શિબિકા તૈયાર કરાવી. પછી રાજકુમાર સુબાહ પૂર્વાભિમુખે શિબિકામાં ભદ્રાસન ઉપર બેઠો. તેની દક્ષિણ બાજુએ માતા, ડાબી બાજુએ રજોહરણ અને પાત્ર ધારી રહેલી એક સારી ધાવમાતા અને પાછલ સર્વ સ્ત્રીઓ રહી. ડાબી અને જમણી બાજુએ બે સ્ત્રીઓ ચામર ધારણ કરી ઉભી રહી અને તાલવૃત છે. હાથમાં જેણને એવી એક સ્ત્રી આગલ ઉભી રહી. પછી સમાન આભૂષણેને ધારણ કરનારા અને રૂપ યૌવનથી શોભતા એવા હજારો રાજાઓએ શિબિકા ઉપાડી. ઉત્તમ બુદ્ધિવાળા અદીનશત્રુ રાજાએ સુબાહુ કુમારની આગળ સ્વરિતક વિગેરે આઠ મંગલીક લખ્યા. પ્રથમ આભૂષણેથી શોભતા એકસો આઠ અશ્વો, અને તેની પાછલ તેટલાજ રથે ચાલવા લાગ્યા, તેની પાછલ ખર્ષ, ભાલા અને ધજાઓને ધારણ કરનારા પુરૂષ “હે રાજકુમાર ! તું જયવંતે થા.” એમ ઉચાર કરતા છતા ચાલ્યા. સુબાહુ કુમાર કલ્પવૃક્ષની પેઠે યાચકજનેને બહુ દાન આપતો છતે અનુક્રમે અરિહંત પ્રભુના સમવસરણમાં આવી પહોંચ્યા. ત્યાં તેણે શિબિકામાંથી નીચે ઉતરી પાંચ અભિગમ સાચવવાપૂર્વક ભક્તિથી શ્રી જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા કરી અને વંદના કરી. આ વખતે રાજા અને રાણી બન્ને જણા પ્રભુને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે “હે સ્વામિન્ ! આ અમારે એકને એક બહુ પ્રિય એ પુત્ર જરા, જન્મ અને મૃત્યુથી બહુ ભય પામે છે, માટે તે આપની પાસે દીક્ષા લેવાની ઈચ્છા કરે છે. તે અમે આ પુત્ર રૂપ સચિત્ત ભિક્ષા આપીએ છીએ તે આપ પ્રસન્ન થઈ સવીકારે.” પ્રભુએ કહ્યું.
એને તમે પ્રતિબંધ ન કરે.” પછી સુબાહુ કુમારે ઈશાન દિશામાં જઈ પોતે જ પિતાના શરીર ઉપરથી સર્વ આભૂષણે ઉતાર્યા અને પંચમુછી લોચ કર્યો. આ વખતે તે તેની માતાએ પિતાના વસ્ત્રમાં ઝીલી લઈ પુત્રને કહ્યું કે “તું આ મહેટા,