________________
( ૨૨૨ ).
શ્રી રષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ. અંગવાળા તે ઉદાયન કુમારને દીઠે. વત્સરાજ વાસવદત્તાને જોઈને અને વાસવદત્તા વત્સરાજને જોઈને પરસ્પર બન્ને જણાએ એક બીજા ઉપર સુખસૂચક અનુરાગ ધરવા લાગ્યાં.
વાસવદત્તાએ કહ્યું. “ હે સુભગ ! ધિક્કાર છે ધિક્કાર છે મને, જે હું પિતાએ છેતરવાથી આટલા કાલ સુધી નિષિત એવા તમને હું જોઈ શકી નહીં. હે ભૂપતિ ! તમે મને સર્વ ગાંધર્વ કલાઓ શિખવાડી છે, તે તમારે અર્થેજ ફલીભૂત થશે. તે એવી રીતે કે તમે આજથી હારા પતિ છે. ” ઉદાયન કુમારે કહ્યું. “હે પ્રિયે ! હારા પિતાએ મને પણ તું કાણું છે, ” એમ કહી મને છેતર્યો છે. અને તેથી જ હું વિશ્વને સુખ આપનારી તને આટલા દિવસ જોઈ શક નથી. “હે કાંતે ! હવે આપણે બન્નેને વેગ અહિં રહ્યા છતાં થાઓ. અવસર આવે જેમ કૃષ્ણ રૂકમણુનું હરણ કર્યું હતું તેમ હું હારું હરણ કરીશ. ” આવી રીતે પરસ્પર વાતો કરતા એવા તે બન્ને જણાને જેવી રીતે મનેયેગ થયે હતો તેવી રીતે કાયવેગ પણ થયો. વાસવદત્તાને વિશ્વાસના પાત્ર રૂપ કાંચનમાલા નામે ચતુર ધાવ માતા હતી તે તેઓનું સર્વ ચરિત્ર જાણતી હતી. નિરંતર એક કાંચનમાલા દાસીથી સેવન કરાતા તે બન્ને જણાએ ગુપ્ત રીતે કેટલોક કાલ નિર્ગમન કર્યો.
એકદા ચંડપ્રદ્યતન રાજાનો અનલગિરિ હસ્તિ આલાનસ્તંભને ઉખેડી નાખી તથા માવતને પૃથ્વી ઉપર પાડી દઈ મરજી માફક ભ્રમણ કરતે છત નગરવાસી જનોને ક્ષોભ પમાડવા લાગ્યો. પછી ચંડપ્રઘાતન ભૂપતિએ “ આ હસ્તિને શી રીતે વશ કરે ? ” એમ અભયકુમારને પૂછયું એટલે તેણે કહ્યું કે “ હે રાજન ! જે એ અનલગિરિ હસ્તિની આગલ ઉદાયન કુમાર ગીત કરે તો એ હસ્તિ વશ થાય.” પછી અવંતિપતિની આજ્ઞાથી ઉદાયન કુમાર વાસવદત્તા સહિત અનલગિરિની આગલ મધુર સ્વરથી ગાયન કરવા લાગ્યા. ઉદાયન કુમારના ગીતથી આકર્ષણ થએલા અનલગિરિ હસ્તિને બાંધે છતે ચંડપ્રદ્યોતને ફરીથી અભયકુમારને વરદાન આપવાનું કહ્યું. તે પણ તેણે ભંડારે રાખવાનું કહ્યું.
એક વખત ઉજાણી નિમિત્તે નાગરિક તથા જનાના સાથે રાજા બગીચામાં ગયો. પછી પૈગંધરાયણ મંત્રી માર્ગમાં વત્સરાજને છોડાવવાની કલ્પનાને વિચાર કરતે ચાલતે હતો. બુદ્ધિભવના તરંગને અન્તઃકરણમાં ગુપ્ત રાખવા અસમર્થ એવો ગંધરાયણ મંત્રી બોલ્યો કે, જે મનમાં હોય તે ઘણું કરીને વચનમાં પણ હોય છે. આ ગધરાયણ ઉદાયનને ગુપ્ત હિતૈષી થઈને ચંડપ્રોત રાજાની પાસે મંત્રી થયા. “અતિશય સૌદર્યવાલી તને આ યગંધરાયણ હરણ કરતો નથી. પણ રાજાને માટે હું હરણ કરું છુ.” આવું કટુ વચન સાથે ચાલનાર ચંડઅદ્યતન રાજાએ સાંભળીને ક્રોધથી રક્ત નેત્ર થઈ ગધરયણ ઉપર કોપાયમાન થયો. આકાર ચેષ્ટાદિથી આશયના જાણકાર ગંધરાયણે માલવાધિપતિ ચંડઅદ્યતન રાજા આપણા ઉપર