________________
શ્રીઅભયકુમાર નામના મુનિyગવની કથા. (૨૨૧ ) માનવા લાગ્યા, તેથી તેઓએ ઉદાયન કુમાર આગલ વનમાં હસ્તિ આવ્યાની વાત કહી. ઉદાયન કુમાર પણ હસ્તિને બાંધવા માટે તે વનમાં આવ્યો. પોતાના માણસેને ચારે બાજુએ રાખી પિતે વનની અંદર તે કપટહસ્તિની નજીકમાં આવી કિન્નર સમાન ઉત્તમ સ્વરથી ગાયન કરવા લાગ્યા. જેમ જેમ ઉદાયન કુમાર અમૃતસમાન મધુર ગીત ગાવા લાગ્યો. તેમ તેમ હસ્તિના પગ, સુંઢ, મુસ્તક ઈત્યાદિ સ્થાનકે રહેલા પુરૂષે ઓછી ચેષ્ટા કરવા લાગ્યા. પછી પિતાના ગીતથી મેહ પામેલા હસ્તિને જાણ બહુ હર્ષ પામેલો ઉદાયન કુમાર ધીમે ધીમે હસ્તિની પાસે આવ્યા અને એક વૃક્ષ ઉપર ચડીને ત્યાંથી છલંગ મારી જેટલામાં ગીતથી સ્તબ્ધ થએલા. હસ્તિ ઉપર બેઠે તેટલામાં હસ્તિના ઉદરમાંથી નિકલીને ચંડઅદ્યતન રાજાના પુરૂષોએ તે ઉદાયન કુમારને નીચે પાડી બાંધ્યું. જો કે ઉદાયન કુમાર બહુ શૂરવીર હતા તે પણ ચતુર અને અવસારના જાણ એવા તેણે એકલે અને શસ્ત્રરહિત લેવાથી કાંઈપણ પુરૂષાર્થ પ્રગટ કર્યું નહિ. સુભટોએ ઉદાયન કુમાર ચંડદ્યોતનને મેં એટલે અવંતિપતિએ ઉદાયનકુમારને કહ્યું કે “તું પિતાની ગાંધર્વકલા હારી એક નેત્રવાલી પુત્રીને શિખવાડ અને મહારા ઘરે સુખે રહે. જે એમ નહીં કરે તે પકડાયેલા એવા હારૂં જીવિત મ્હારા હાથમાં છે.” ચંડપ્રદ્યોતનનાં આવાં વચન સાંભલી ઉદાયન કુમારે વિચાર્યું જે“હમણાં તેની પુત્રીને ભણાવતો છતો હું કાલ નિર્ગમન કરૂં. કારણ કે જીવતો માણસ નિચે ભદ્ર પામે છે.” આવી રીતે મનમાં વિચાર કરીને બુદ્ધિવંત અને અવસરના જાણ એવા વત્સરાજે અવંતિપતિના વચનને માન્ય કર્યું.
ચંડપ્રદ્યતન ભૂપતિએ ઉદાયનકુમારને એમ સમજાવ્યો કે “મહારી પુત્રી એક આંખે કાણી છે, તેથી ત્યારે તેને જેવી નહીં કારણ કે તેથી તે શરમાય. વલી તેણે પિતાની પુત્રીને પણ સમજાવી કે ત્યારે ગંધર્વ વિધિના જાણ એવા ઉદાયનકુમારને જે નહીં કારણ કે તે કઢી છે.” વત્સરાજ પડદામાં રહેલી વાસવદત્તાને ભણાવવા લાગે. પણ અવંતિપતિએ છેતરેલાં તે બન્ને જણું પરસ્પર એક બીજાને જોતાં નથી.
એકદા વાસવદત્તા વિચારવા લાગી કે “ આ ઉદાયન કુમાર કેવો હશે ?” આવી રીતે વિચાર કરતી તે વ્યગ્રચિત્તવાલી બની ગઈ, જેથી તે ઉદાયનકુમારના બતાવ્યાથી વિરૂદ્ધ ભણવા લાગી. કહ્યું છે કે ભણવું એ સ્થિર ચિત્તનું છે. આ વખતે ઉદાયનકુમારે તે રાજપુત્રીને તિરસ્કાર કર્યો કે “અરે કાણું! શું મેં તને આવું ખોટું શીખવાડયું છે ? તું શીખવાડેલાને કેમ ભૂલી જાય છે ?” ઉદાયનકુમારના આવા તિરસ્કારથી ઉત્પન્ન થએલા કોંધવાલી વાસવદત્તાએ કહ્યું. “ અરે કેઢીયાના શિરેમણિ ! તું મને કોણ કેમ કહે છે ? ” ઉદાયન કુમારે વિચાર્યું જે “જે હું કેઢી છું, તેવી તે કાણું છે. માટે હવે હું તેણીને જોઉં.” આમ ધારી તેણે વચને પડદો ફાડી નાખે તો ચંદ્રલેખા સમાન ચંડપ્રદ્યોતનની પુત્રી તેના જેવામાં આવી. પ્રફુલ્લિત નેત્રવાળી વાસવદત્તાએ પણ કામદેવ સમાન મનહર