________________
(ર૦૬)
શ્રીષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. ભક્તયુક્ત પૈષધવ્રત કરવા લાગ્યો. ઉત્તમ વાસનાવાલા સુબાહુએ આઠમા પહેરને અંતે પાછલી રાત્રીએ નિદ્રામાંથી જાગી એમ વિચાર કર્યો કે તેજ નગર, ગામ, દેશ, ખેટ અને ખાણ વિગેરે ધન્ય છે કે જ્યાં લોકોના અજ્ઞાન રૂપ અંધકારને નાશ કરનારા શ્રી જિનેશ્વર રૂ૫ સૂર્ય વિચરે છે, વલી તેજ પુણ્યાત્મા પાદિ પુરૂ ધન્યજનેમાં શ્રેષ્ઠ છે કે જેઓ શ્રીવીરપ્રભુની દેશના સાંભળી હર્ષથી દીક્ષા લે છે. જે આજે ત્રણ લોકના સૂર્ય રૂપ શ્રી વિરપ્રભુ અહીં આવે તે હું નિચે તેમની પાસે સંયમ લઉં. ” સુબાહુ કુમારના આવા ભાવને જાણું સવારે શ્રી વીરપ્રભુ પુષ્પકરંડક ઉદ્યાનમાં રહેલા કૃતમાલ યક્ષના મંદીરમાં સવસર્યા. અદીનશત્રુ રાજા અને સુબાહુકુમાર બન્ને જણાએ ફરી ત્યાં જિનેશ્વરને નમસ્કાર કરી ધર્મદેશના સાંભલી. પછી રાજા ઘરે ગયો એટલે સુબાહુ કુમારે, વીરપ્રભુને નમસ્કાર કરીને કહ્યું કે “હે વિશે ! હું હારા માતા પિતાની રજા લઈ દીક્ષા લઈશ. ” શ્રી વીરપ્રભુએ તેને “ વિલંબ ન કરીશ. ” એમ કહ્યું.
પછી નિસ્પૃહ એ સુબાહુ કુમાર, માતા પિતા પાસે આવી નમસ્કાર કરી કહેવા લાગ્યું. “હે માતા પિતા ! મેં આજે શ્રી વીર પ્રભુ પાસે મનહર ધર્મ સાંભલ્ય છે, તે મને બહુ રૂએ છે, અને તે હારે બહુ ઈષ્ટ છે. ” માતા પિતાએ “ ઉત્તમ લક્ષણવાળા તને ધન્ય છે એમ તેની વારંવાર પ્રશંસા કરી. એટલે સુબાહુ, તેમને ફરી કહેવા લાગ્યો. આપની આજ્ઞાથી હું હમણુ દીક્ષા લઈશ.” પત્રનાં આવાં અનિષ્ટ વચન સાંભળી રાણી તરત મૂચ્છ પામી. શીતલ વાયરા વિગેરેના ઉપચારથી સચેત થઈ એટલે તે વિલાપ કરતી છતી કહેવા લાગી. “હે પુત્ર! હારા પિતાએ સેંકડે બાધાઓ રાખવાથી તે પુત્ર થયો છું, માટે તું મને અનાથને ત્યજી દઈ કેમ સંયમ લેવા તૈયાર થાય છે? હે પુત્ર ! હારા વિના નિચે હારા પ્રાણે ચાલ્યા જશે. તેથી જ્યાં સુધી અમે જીવિએ ત્યાં સુધી તે ભેગમાં સ્પૃહાવત થઈ ઘરેજ રહે. અમે મૃત્યુ પામ્યા પછી તે ઉજવલ એવું ચારિત્ર લેજે.” પુત્રે કહ્યું. “સંધ્યા સમયના રંગ અને પાણીના પરપોટા સમાન તેમજ સેંકડે દુખેથી વ્યાપ્ત એવા આ મનુષ્યભવને વિષે હું કયારે પણ પ્રીતિ પામતો નથી. વળી હે માતા ! હું એમ પણ નથી જાણતા કે હારું મૃત્યુ તમારા પહેલું થશે કે પછી, કારણ મૃત્યુ બાલકને, વૃદ્ધને, યુવાનને, રાજાને, ધનવંતને કે નિધનને કયારે પણું છેડતું નથી. માટે હે માતા પિતા ! આપ મને હમણું ચારિત્ર લેવાની આજ્ઞા આપે.” માતા પિતાએ તેને ફરીથી કહ્યું. “હે પુત્ર ! સર્વ અવયવથી સુંદર, રૂપ સાભાગ્ય યુક્ત અને વન લક્ષ્મીથી મનહર આ હારું કેમલ શરીર છે. માટે કેટલાક દિવસ સુધી તે પોતાના દેહથી ઉત્તમ ભેગેને જોગવીને પછી મહાવ્રત અંગીકાર કરજે.” કુમારે કહ્યું. “હે માતા પિતા ! આ હારું શરીર મેદની જાલથી બંધાયેલું તેમજ માંસ, રૂધિર અને હાડકાંના ઘર રૂ૫ છે. વળી એ શરીર અશુચિ વસ્તુથી ઉત્પન્ન થએલું, અશ્રુચિના સ્થાન રૂપ, વ્યાધિના ભયને આપનારું .