________________
(૨૪)
શ્રી હષિએડલવૃત્તિ ઉત્તરા સ્વમનું આવું ફલ સાંભળી હર્ષ પામેલા ભૂપતિએ સ્વપ્ન પાઠકોને જીવિત પર્યતનું અપરિમિત પ્રીતિદાન આપી વિદાય કર્યા. પછી ભૂપતિએ પૂર્ણ કરેલા ઉત્તમ દેહલાવાળી ધારિણી પિોતે યોગ્ય એવા આહારથી ગર્ભનું પિષણ કરવા લાગી. જેમ રેહણાચળની ભૂમિ બહુ તેજથી દેદીપ્યમાન એવા રત્નને પ્રગટ કરે તેમ રાણીએ
અવસરે રાજલક્ષણના ચિહ્નવાળા એક પુત્રને જન્મ આપે. ભૂપતિએ હેટી સં૫ત્તિથી જન્મમહોત્સવ કરી પુત્રનું સુબાહુ નામ પાડયું. પાંચ ધાવમાતાથી લાલન , કરાતે તે પુત્ર શુક્લ પક્ષના ચંદ્રની પેઠે કલાઓ વડે વૃદ્ધિ પામવા લાગ્યું. પછી રાજાએ પુત્રને કલાચાર્ય પાસે ભણવા મૂકો. ત્યાં કલાચાર્યે તેને સર્વ કલાઓ શીખવી તેટલામાં તે પુત્ર પૈવનાવસ્થા પામ્યું. પછી અદીનશત્રુ ભૂપાલે પાંચસે મહેલ ચણાવી હેટા ઉત્સવથી પુત્રને પાંચસેં રાજકન્યા પરણવી. જેમ સ્વર્ગમાં ઈંદ્ર અનર્ગત સુખ ભેગવે તેમ રાજપુત્ર સુબાહુ, તે પાંચસે કન્યા સાથે નિરંતર બહુ સુખ ભેગવવા લાગ્યો.
એકદા તે નગરના પુષ્પકરંડક નામના ઉદ્યાનમાં ઇદ્રોએ સેવન કરેલા શ્રી વર્તમાન સ્વામી સમવસર્યા. વનપાળે તુરત પ્રભુના આગમનની વધામણી આપી. તેથી બહુ હર્ષ પામેલા ભૂપતિએ ત્યાંજ રહ્યા છતા પ્રભુને વંદના કરી. પછી હર્ષથી વનપાળને સાડાબાર લાખ દ્રવ્યની વધાઈ આપી. ભૂપતિ પ્રભુને વંદન કરવા માટે નગર બહાર ગયે. સુબાહુ કુમાર પણ પ્રભુના આગમનને સાંભળી તુરત રથમાં બેસી બહુ ભક્તિથી જિનેશ્વરને નમન કરવા માટે ઉદ્યાનમાં આવ્યો. અદીનશત્રુ ભૂપતિ અને યુવરાજ બન્ને જણ વિધિથી જિનેશ્વરને પ્રણામ કરી ધર્મ સાંભળવા માટે ચગ્ય આસને બેઠા. આ વખતે પ્રભુએ લેકેના ઉપકાર માટે પર્ષદામાં સાધુએને તથા શ્રાવકોને ધર્મ નિરૂપણ કર્યો. સુબાહયુવરાજ, અને ધર્મ સાંભળી હાથ જોડી જિનેશ્વરની વિનંતિ કરવા લાગ્યું. “હે વિલે ! આપે નિરૂપણ કરેલા શાશ્વત સુખ આપનારા અને સંસારને પાર પમાડનારા સાધુ શ્રાવક ધર્મને હું મન, વચન અને કાયાથી સદરહુ છું. જો કે તૃપાદિ બહુ પુરૂષે ચારિત્ર ગ્રહણ કરે છે પરંતુ હું હમણું ચારિત્ર લેવા શક્તિવંત નથી માટે આપ મને ગૃહવાસને ધર્મ બતાવો.” પ્રભુએ “ગ્રહવાસને ધર્મ અંગીકાર કર.” એમ કહ્યું એટલે સુબાહુ સમ્યક્ત્વ સહિત ગ્રહવાસના ધર્મને અંગીકાર કરી પોતાના ઘર પ્રત્યે ગયે.
પછી ગૌતમસ્વામીએ વિરપ્રભુને નમસ્કાર કરી પૂછયું કે “હે સ્વામિન્ ! આ સુબાહકુમાર દેવતાની પેઠે દિવ્યરૂપ ધારણ કરનાર, સભાગ્યાદિકને સમુદ્ર, સેમ્ય, મનોહર, અને પ્રિયદર્શન સર્વ લેકને ઈષ્ટ તેમજ વિશેષ કરીને સાધુઓને ઈષ્ટ છે. તે હે પ્રભોએ કુમારનું કયા કર્મથી લેકમાં ઈષ્ટપણું થયું ?” શૈતમ સ્વામીનાં આવાં વચન સાંભળી શ્રી વીરપ્રભુએ કહ્યું.
પૂર્વે આ ભરતક્ષેત્રમાં હસ્તિનાપુરને વિષે સૂક્ષમ નામે કઈ ધનવંત સુખી