________________
( ૨૦૦ )
શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તરા
“ સંસારથી નિસ્તાર થવા એ દીક્ષા વિના; થતા નથી. ” ધન્યકુમારે ક્રીથી ક્યું. “ જો એમ છે તે મને ઝટ દીક્ષા આપે. હે સ્વામિન ! જ્યાં સુધીમાં સ્નેહથી દીન થએલી મ્હારી માતાને સંતેાષ પમાડી હું અહીં આવું ત્યાં સુધી આપ મ્હારા ઉપર દયા કરી અહિયાંજ રહેજો. ” આમ કહી ધન્યકુમારે પ્રભુને નમસ્કાર કરી અને પાતાને ઘરે જઈ મધુર વચનથી માતાને સતાષ પમાડી. પછી વૈરાગ્યથી ઉછ ળતા સદ્ભાવવાળા તેણે માતાએ કરેલા મહાત્સવ પૂર્વક પ્રભુ પાસે દીક્ષા દીધી. વલી આ વખતે ધન્યકુમારે પ્રભુની પાસે નિર ંતર ના પારણે આંખિલ કરવાના અભિગ્રહ લીધા અને પ્રભુને કહ્યુ કે “ હે સ્વામિન્ ! સંસારના તાપને નાશ કરનારા આ મ્હારા અભિગ્રહ જીવિતપર્યંત હા. ” એમ કડ્ડીને તે ચારિત્રને પાલવા લાગ્યા.
એકદા શ્રેણિક રાજાએ શ્રી વીર પ્રભુને પૂછ્યું કે “ હે તીનાથ ! હમણાં આ સાધુઓમાં અશ્વિક તપવાલા કાણુ છે ? પ્રભુએ કહ્યું. “ નિષ્કપટ વૃત્તિવાળા અને પુણ્યાત્મા એવા આ ધન્યમુનિ, જેવું ઘાર તપ કરે છે, તેવું ખીજો કોઈ સાધુ કરતા નથી. જેવું તેનુ ગૃહવાસમાં લેાકેાત્તર રૂપ હતું તેવી તેની સંપત્તિ પણ લેાકેાત્તર હતી. ” શ્રી અરિહંત પ્રભુના મુખથી તે ધન્યમુનિના તપ, રૂપ અને સંપત્તિની પ્રશંસા સાંભલી દેવ, દાનવ અને મનુષ્યની સભા બહુ હર્ષ પામી. શ્રી. શ્રેણિક રાજા પણ હર્ષ પામતા છતા આદરથી શ્રી જિનેશ્વર પ્રભુને નમસ્કાર કરવા લાગ્યા. પછી ધર્મને વિષે અધિક સ્થાપન કરેલી બુદ્ધિવાલા શ્રેણિક રાજા, પેાતાના ચિત્તમાં ધન્યમુનિના ગુણાને સંભારતા છતા પેાતાના ઘર પ્રત્યે ગયા. પછી ત્રણલાકે નમસ્કાર કરેલા શ્રી વદ્ધમાન સ્વામી ભવ્ય લાકોને પ્રતિધ કરવા માટે ખીજે સ્થાનકે વિહાર કરી ગયા.
અગીયાર અંગના જાણુ ધન્યમુનિ, નવ માસ પર્યંત અતિચારરહિત ચારિત્ર પાલી સર્વાર્થસિદ્ધ દેવલાકે ગયા. જેને ચુવાવસ્થામાં પોતાની માતાએ મ્હાટી ઋદ્ધિથી ખત્રીશ શ્રેષ્ઠી કન્યાઓ પરણાવી, જે પેાતાના સસરા પાસેથી હસ્તમેલાપ વખતે અત્રીશ ક્રોડ દ્રવ્ય પામ્યા; છેવટે જે સંયમ લઇ સાતલવીઆ દેવતા થયા તે ધન્યમુનિની હું સ્તુતિ કરૂં છું.
'श्री धन्यकुमार ' नामना मुनिपुङ्गवनी कथा संपूर्ण.
सो जयउ सीअलसूरी, केवलनाणीण भार्याणिज्जाण दितेण भाववंदण-मुवज्जिअं केवलं जेण ॥ १२९ ॥
જેમણે કેવલજ્ઞાની એવા પેાતાના ભાણેજોને દ્રવ્ય વંદન કરવાથી કેવલજ્ઞાન ઉપાર્જન કર્યું. તે શ્રી શીતલાચાર્ય જયવંતા વર્તો. ॥ ૧૨૯ ॥
166921