________________
શ્રી મૃગાપુત્રની કથા અને ઘણા ઝીણું કકડા રૂપે કરાયેલો છું. હે પિતા ! પરમધામિક દેવોએ દઢ એવી જાલાએ કરીને તથા પાશાએ કરીને મૃગની પેઠે વ્યાકુલ કરેલા અને પરવશ એવા મને બાંધ્યું છે, રૂંધે છે અને મારી નાખે છે એટલું જ નહિ પણ મગરના સરખા સ્વરૂપવાળા તેઓએ પોતાની રચેલી જાલવડે કરીને પરતંત્ર એવા મને મત્સ્યની પેઠે બહુ દુઃખ દીધું છે. સિંચાણના સમાન સ્વરૂપવાળા તે દેવતાઓએ વજલેપવાલી પિતાની જાવડે મને અનેકવાર બાંધે છે, તોડી નાખે છે અને મર્દિત પણ કર્યો છે. હે માતા પિતા ! અધમ દેવેએ કુહાડા આયુધવડે મને વૃક્ષની પેઠે કુટી નાખે છે ફાડી નાખે છે, છેદી નાખે છે અને ચીરી નાખ્યો પણ છે. તે જ પુરૂએ મને હારા પોતાના કર્મથી લુહાર જેમ લોઢાને તાડનાદિ કરે તેમ તાડન કર્યો છે, કુટી નાખે છે અને ચૂર્ણરૂપ કર્યો છે. તે દેએ અતિ કલકલાટ કરતા એવા મને બહુ તમ એવા તામ્રરસ વિગેરે વિરસ રસ પાયો છે. “પૂર્વ ભવે તને માંસ અને મદિરા બહુ પ્રિય હતાં” એમ સંભાળી આપીને તે પરમાધાર્મિક દેવોએ હારા શરીરના રૂધિર અને માંસ ગ્રહણ કરી તથા અગ્નિવડે લાલચેળ કરી પોતાના કુકર્મથી રૂદન કરતા એવા મને ખવરાવ્યું છે અને પાન કરાવ્યું છે “હે મૂઢ ! તે પૂર્વ જન્મને વિષે પરસ્ત્રીને સંગ કર્યો છે.” એમ પરમાધાર્મિક દેવોએ વારંવાર તિરસ્કાર કરીને ત્રાંબાની અગ્નિવર્ણ બનાવેલી પૂતળીની સાથે દીન વચનવાલા મને બહુ પ્રકારે આલિંગન કરાવ્યું છે. હે માતા પિતા ! ત્રાસ પામેલા, નિત્ય ભય પામેલા અને દુઃખી એવા મેં નરકને વિષે આ સર્વે વેદના ઉત્કૃષ્ટપણે અનુભવી છે. હે તાત! મનુષ્ય લેકંમાં જે ઘાઢ વેદનાઓ છે તે કરતાં નરકને વિષે અનંતગુણી દુ:ખવેદના છે. મેં નન્ને વિષે તે સર્વ વેદના અનુભવી છે તે પછી તે માતા પિતા ! તમે મને સુકેમલ કહે છે તે હું શી રીતે કહેવાઉં?”
આ પ્રમાણે કહીને મૃગાપુત્ર વિરામ પામે એટલે માતા પિતાએ કહ્યું. “હે પુત્ર ! તું મરજી પ્રમાણે ઝટ ચરિત્ર અંગીકાર કર પણ સાધુપણામાં નિ:પ્રતિકર્મપણું બહુ દુશ્મર છે તેથી તે વનાવસ્થા નિવૃત્ત થયા પછી ઉજવલ એવું ચારિત્ર સ્વીકાર.”.
મૃગાપુત્રે કહ્યું. “હે માતા પિતા ! તમે જે કહ્યું તે યોગ્ય છે પણ વનમાં મૃગનાં શરીરની સેવા કેણ કરે છે! જેમ હરિણુ વનમાં પોતાની મરજી પ્રમાણે એકલાજ ફરે છે તેમ હું પણ એકલેજ ઉત્તમ ચારિત્રરૂપ ધર્મ આચરીશ. નિર્જન વનમાં વૃક્ષની નીચે નિવાસ કરનારા મૃગને જ્યારે રોગ થાય છે ત્યારે તેનું આષધ કેણ કરે છે? દવા કે આપે છે? તેને સુખ કેણે પૂછે છે? તૃણ જલ લાવીને કેણું આપે છે? જ્યારે રોગ મટી જવાથી સુખી થાય છે ત્યારે તે તૃણ જળ માટે મહા અરણ્યમાં અથવા તે તલાવ પ્રત્યે જાય છે ત્યાં તૃણ ચરી, જલ પાન કરી, મૃગચર્યા ચરી, પોતાની મૃગભૂમિ પ્રત્યે જાય છે. એવી રીતે સંયમને વિષે નિયમિત સ્થિતિવાળા ઉત્તમ સાધુ મૃગચર્યાનું સેવન કરી કૃતાર્થ થઇ ઉર્ધ્વગતિ પ્રત્યે જાય છે. જેમ એક હરિણ