________________
શ્રી આદ્રકુમાર નામના મુનિવરની કથા. (૧૩૩) વિષે મહાવત વિરાધ્યું હતું તે કર્મથી હું આ ભવમાં અનાયે દેશમાં ઉત્પન્ન થયો. વળી આ ભવમાં પણ મેં ચારિત્રને ભાંગ્યું તે આવતા ભવમાં હારું કેવું હોટું અશુભ થશે ? માટે હવે શુદ્ધ સંયમને અંગીકાર કરી તેને સાવધાનપણથી પાળું શ્રીજિનેશ્વરોએ પણ આગમમાં કહ્યું છે કે –
पच्छावि ते पयाया, खिपं गच्छंति अमरभवणाई ॥
जेसि पिउतवो संजमो अ, खंती अबेंभचेरं च ॥१॥ જેમને વૃદ્ધ અવસ્થામાં પણ દીક્ષા લઈને તપ સંયમ અને બ્રહ્મચર્ય પાલન કરનારા છે, તે શીધ્ર દેવલોકમાં જાય છે.
આ પ્રમાણે વિચાર કરી આદ્રકુમાર સવારે પોતાની સ્ત્રીની રજા લઈ અને તેની આજ્ઞાથી વ્રત અંગીકાર કરી રાજગૃહ પ્રત્યે જવા માટે ચાલી નિકળ્યા. હવે એમ બન્યું કે આદ્રકી ભૂપાલે પોતાના કુમાર આદ્રકુમારનું રક્ષણ કરવા માટે જે પાંચસે સુભટો રાખ્યા હતા તે પુરૂષ, રાજકુમાર નાસી જવાથી ભૂપતિના ભયને લીધે વનમાં જતા રહ્યા અને કોઈ વિકરાલ અટવીમાં ચેરને ધંધે કરતા છતા રહેવા લાગ્યા. તે ચેરો જે અટવીમાં નિર્ભયપણે રહેતા હતા તે અટવીમાં એક દિવસ રાજગૃહ નગર પ્રત્યે જવા નિકળેલા શુદ્ધ બુદ્ધિવાળા આદ્રકુમાર આવી પહોંચ્યા. સુભટોએ આવતા એવા આદ્રકુમારને ઓલખ્યા, તેથી તેઓએ હર્ષના આંસુને વર્ષાદ કરતા છતા ભક્તિથી તેમને નમસ્કાર કર્યો. પછી આદ્રકુમારે તેઓને એવી ધર્મદેશના આપી કે તેઓએ તુરત તેમની પાસે વ્રત અંગીકાર કર્યું. ત્યાંથી અનુક્રમે પાંચસો શિષ્ય સહિત જતા એવા આદ્રકુમાર મુનિને રસ્તામાં પિતાના શિષ્યના સમૂહ સહિત ગોશાળે મળે. ગોશાળા શ્રીજિનેશ્વરના દોષો પ્રગટ કરતું હતું. તેને તે મહા મુનિએ પ્રતિષેધે. જેથી અતિ ગલી ગએલા માનવાળા, પ્રતિયુક્તિથી પરાડમુખ થએલે અને આદ્રકુમારની યુક્તિથી હારી ગએલો ગશાળ નાસીને ક્યાંઈ જતો રહ્યો.
પછી આદ્રકુમાર જેટલામાં રાજગૃહની પાસે આવ્યા તેટલામાં કેટલાક તાપસેએ પિતાના આશ્રમમાં એક હસ્તિને મારી નાખેલો અને બીજાને દ્રઢ બંધનથી બાંધેલે તેમણે જોયે. તાપસેના હૃદયને ભાવ એવો હતો કે “ બહુ જીવન વિનાશ કરવાથી બહુ પાપ લાગે માટે એક પ્લેટે જીવ મારો.” આવા વિચારથી તેઓએ એક હસ્તિને મારી નાખ્યું હતું અને બીજાને બાંધીને પિતાની પાસે રાખ્યો હતો.
આ વખતે રાજગૃહ નગર પ્રત્યે જતા એવા આદ્રકુમાર મુનિ પિતાના શિષ્ય સહિત તાપસીના આશ્રમમાં આવ્યા, એટલે પેલો બાંધેલે હસ્તિ પિતાના મનમાં વિચાર કરવા લાગ્યું કે હું બંધનથી મુકાવું તે આ મહા મુનિને વંદના