________________
( ૧૪૮ )
શ્રીષિમ`ડલ વૃત્તિ-ઉત્તરા
,,
એકદા તે ત્રણે વિપ્ર પરસ્પર વિચાર કરવા લાગ્યા કે “ આપણા ઘરને વિષે સુપુણ્યયેાગથી બહુ લક્ષ્મી છે માટે આપણે સાએ નિરંતર ભેગા જમવું. કયારે પણ જુદા જમવું નહીં કારણુ ભેગા જમવું એજ મુખ્ય પ્રેમનું લ છે. ” આ પ્રમાણે વિચાર કરી તે સર્વે ભાઈઓ કુટુંબ સહિત હંમેશા એકઠું ભેજન કરવા લાગ્યા. એક દિવસ નાગશ્રીના રસાઇ કરવાને વારા આવ્યા તે દિવસે તેણીએ અશન, પ્રાન, ખાદિમ અને સ્વાદિમ એવા ચાર પ્રકારની રસાઈ મનાવી, પરંતુ અજાણપણાથી કડવા તુંબડાનું બહુમશાલાદિ પદાર્થોનું સરસ શાક મનાવ્યું. પછી તેણીએ જેટલામાં તે શાક ચાખી જોયું તેટલામાં તે વિષમય લાગ્યુ તેથી નાગશ્રી વિચાર કરવા લાગી કે “ અરે અજાણુથી આ શું થઈ ગયુ' ? નિશ્ચે આ શાક પતિ અથવા દિયર વિગેરેને પિરસી શકાય તેવું નથી. તેમ અહુ મશાલા વિગેરે પદાર્થોથી સુધારેલું હોવાથી નાખી દેવાય તેવું પણ નથી. આમ વિચાર કરી નાગશ્રીએ તુરત તે કડવા તુંબડાના શાકને સંતાડી દઈ બીજા મધુર તુંબડાનું શાક કરી પોતાના પતિ દિયર વિગેરેને ભાજન કરાવ્યું. સામદેવાદિ ત્રણે ભાઇએ પણ સ્નાન, સેવા વિગેરે કરી તથા ઉત્તમ ભાજન કરી અનુક્રમે હંમેશની પેઠે પાતપાતાના કાર્ય માટે ચાલ્યા ગયા. નાગશ્રી પણ જેટલામાં જમી ઉઠયા પછી બહાર આવી તેટલામાં શ્રીધર્મ ઘાષ સુરિના સર્વાંગુણધારી ધર્મચિ નામના શિષ્ય ગુરૂની આજ્ઞાથી માસખમણુને પારણે ભિક્ષા માટે ઘર ઘર પ્રત્યે ક્રૂરતા છતા ત્યાં આવી પહોંચ્યા. ધર્મરૂચિને આવતા જોઈ હુ પામેલી દુષ્ટ ચિત્તવાળી નાગશ્રીએ તુરત તે મહાત્માને પેલા કડવા તુંબડાનું સઘળું શાક વહેારાવી દીધું. પછી ધરૂચિ મુનિ ઇર્યોપથિકી પૂર્વક ગોચરી ફ્રી કડવું તુમડુ લઇ ગુરૂ પાસે આવ્યા. ત્યાં તેમણે વિનયથી નિર્વિકલ્પપણે તે તુંબડુ ગુરૂને દેખાડયું. ગુરૂએ તે તુંખડાને ગંધથી વિષમય જાણી ધર્મરૂચિને કહ્યું “આ તુંબડુ વિષમય છે માટે ત્યારે તે ભક્ષણ ન કરતાં પરઢવી દેવું.” ગુરૂનાં આવાં વચન સાંભળી ધર્મચિ મુનિ તે તુંબડાને ભૂમિમાં પરઝવવા માટે વનમાં ગયા ત્યાં તે ધરૂચિ મુનિ કડવા તુંબડાનું એક ટીપું પૃથ્વી ઉપર પડી જવાથી અનેક કીડીઓનું મૃત્યુ થએલું જોઇ ઉત્પન્ન થએલીયાવડે તે સઘળું કડવું તુંબડુ ભક્ષણ કરી ગયા. પછી ત્યાંજ અનશન કરી, મૃત્યુ પામી તે ધર્મરૂચિ મુનિ, સર્વાર્થ સિદ્ધ નામના મહાવિમાનમાં દેવતાપણે ઉપન્યા.
હવે અહી' કડવા તુંબડાનું દાન અને તેથી થએલું મુનિનું મૃત્યુ સાંભળી સામદેવ બ્રાહ્મણે મુનિનેા ઘાત કરનારી પેાતાની સ્ત્રીને રાગવાળી કુતરીની પેઠે કાઢી મૂકી. પછી તે પાપથી દુ:ખી થએલી નાગશ્રી સેાળ રાગથી પીડા પામીને મૃત્યુ પામી છઠ્ઠી નરકને વિષે ઉત્પન્ન થઈ. ત્યાંથી તે મત્સ્યજાતિમાં ઉત્પન્ન થઇ ક્રી સાતમી નરકે ગઇ. ત્યાંથી તંદુલ મત્સ્યને ભવ પામી ત્યાંથી ફરી સાતમી નરકે ગઇ ફ્રી મત્સ્ય થઇ ફરી છઠ્ઠી નરકે ગઇ. આવી રીતે ગાશાળાની પેઠે અમે ભવ આં