________________
શ્રીજિનપાલિત' તથા શ્રી ધર્મચિ નામના મુનિવરની કથા (૧૪૭) કહ્યું: “ હે વત્સ ! આ ચંપાપુરી દેખાય છે માટે તું હારા ઘર પ્રત્યે જા અને હું કૃતાર્થપણે હારી આજ્ઞાથી મહારા પોતાના સ્થાન પ્રત્યે જાઉં છું” એમ કહી સેલકયક્ષ તુરત પોતાને સ્થાનકે ગયે.
પછી જિનપાલિત ચંપાપુરીમાં પ્રવેશ કરી ભક્તિવડે માતા પિતાના ચરણમાં નમસ્કાર કર્યો. “ હે વત્સ ! હારે બંધુ જિનરક્ષિત ક્યાં છે ? એમ માતા પિતાના પૂછવા ઉપરથી જિનપાલિતે પોતાને સઘળે વૃત્તાંત તેમની આગલ વારંવાર કહો. પછી પિતાએ દીર્ઘકાલ પર્યત જિનરક્ષિતને શેક કરી તથા તેનું પ્રેતકાર્ય કરી તેમજ જિનપાલિતને સઘળે ઘરભાર સેંપી પિતે ધર્મસાધન કર્યું. જિનપાલિત પણ અખંડ ભેગોને ભેગવતે યશ, ધન અને પુત્રાદિકવડે મહેાટી વૃદ્ધિ પામે.
એકદા શ્રી મહાવીર પ્રભુ ચંપાનગરીમાં સમવસર્યા. તેમની ધર્મ દેશના સાંભળી જિનપાલિતે દીક્ષા લીધી. અનુક્રમે અગીયાર અંગને અભ્યાસ કરી તથા નિર્મલ એવા ચારિત્રને પાલી તે જિનપાલિત સધર્મ દેવકને વિષે બે સાગરેપમ સ્થિતિના આયુષ્યવાળે દેવતા થયો. ત્યાંથી ચવી વિદેહક્ષેત્રમાં મનુષ્ય જન્મ પામી સર્વ કર્મને ખપાવનાર તે જિનપાલિત સિદ્ધિ પામશે.
સંસાર રૂપ સમુદ્ર, મનુષ્યજન્મ રૂપ અતિ શ્રેષ્ઠ રત્નદ્વિપ, અને ભેગેચ્છા રૂપ દુષ્ટ દેવી જાણવી. તે ભોગેચ્છાને વિષે જડમતિ માણસ પોતાનું મન ધારણ કરે છે, તે ભેગેચ્છાના વિપરિતપણાથી માણસો જિનરક્ષિતની પેઠે બહુ દુઃખ પામે છે અને જિનવરની આજ્ઞા પાળવાથી જિનપાલિતની પેઠે સ્વર્ગ અપવર્ગના સુખ પામે છે.
'श्रीजिनपालित ' नामना मुनिवरनी कथा संपूर्ण
तीअद्वाए चंपाइ, सोमपत्तीइ जस्स कडुतुंब ॥
दाउं नागसिरीए, उवज्जिउणंतसंसारो ॥८॥ અતીકાલે ચંપાનગરીમાં સેમ બ્રાહ્મણની સ્ત્રી નાગશ્રીએ ધર્મરૂચિ નામના સાધુને કડવું તુંબડુ વહેરાવી અનંત સંસાર ઉપાર્જન કર્યો. એ ૮ છે
सो धम्मघोससीसो, तं भुच्चा मासखमणपारणए ॥
धम्मरुई संपत्तो, विमाणपवरंमि सव्वद्वे ॥९॥ ધર્મઘોષ આચાર્યને શિષ્ય ધર્મરૂચિ, માસખમણના પારણે તે કડવા તુંબડાને ભક્ષણ કરી સર્વાર્થસિદ્ધ નામના ઉત્તમ વિમાનને વિષે દેવતાપણે ઉત્પન્ન થયો. પલા
' श्रीधर्मरुचि' नामना मुनिवरनी कथा ।
અતીતકાલે ચંપાપુરીમાં સેમદેવ, સેમદત્ત અને સમભૂતિ નામના ત્રણ બ્રાહ્મણ બંધુઓ રહેતા હતા. તેઓને નાગશ્રી, ભૂતશ્રી અને યજ્ઞશ્રી નામે સ્ત્રીઓ હતી, મહા સમૃદ્ધિવંત એવા તે ત્રણે વિખે સુખી હતા.