________________
AAAAAAAAAA
(૧૫)
શ્રી રષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ, પાંડેની પ્રિયા દ્રોપદીને કયાંય દીઠી?” નારદે કહ્યું: “હે ગોવિંદ! ધાતકિખંડમાં પક્વોત્તર રાજાના અંત:પુરમાં દ્રોપદીને જોઈ છે.” પછી કૃષ્ણ તુરત પાંડેને સાથે લઈ પૂર્વ સમુદ્રને કાંઠે ગયા. ત્યાં વિધિથી સુસ્થિત દેવની આરાધના કરી. સુસ્થિત દેવે પ્રસન્ન થઈ તેમને છ રથ આપ્યા જેથી કૃષ્ણ પાંડવો સહિત અમર નગરીએ ગયા. પ્રથમ કૃષ્ણની આજ્ઞાથી પાંચે પાંડે પોત્તર ભૂપતિની સાથે યુદ્ધ કરવા લાગ્યા પરંતુ તેઓ ભયથી નાસીને કૃષ્ણના શરણે આવ્યા. પછી કૃષણે પિતાના શંખનાદથી શત્રુની સેનાના ત્રીજા ભાગને ક્ષણ માત્રમાં નાશ કર્યો એટલું જ નહિ પણ ધનુષ્યના ટંકારથી પણ તેવી રીતે બાકી રહેલા સિન્યને ત્રીજો ભાગ હણી નાખે. છેવટ પોત્તર રાજા નાઠે અને ઝટ પોતાની નગરીમાં પેસી ગયો. ભયબ્રાંત ચિત્તવાળા તેણે પોતાના માણસો પાસે દરવાજા બંધ કરાવી દીધા. કૃષ્ણ નૃસિંહ રૂપ ધારણ કરી કેટ અને દરવાજા વિગેરે પગપ્રહાર વડે ભાગી નાખ્યા. પછી ભયબ્રાંત થએલે પદ્વોત્તર રાજા સતી દ્રોપદીને સાથે લઈ કૃષ્ણની પાસે આવ્યો ત્યાં તેણે પદીને કૃષ્ણની આગળ મૂકી તુરત પ્રણામ કર્યા. પછી દ્રોપદીને સાથે લઈ પાંચ પાંડે સહિત કૃષ્ણ પાંચજન્ય શંખને શબ્દ કરી સમુદ્રકાંઠે આવ્યા.
આ વખતે ધાતકિખંડના ભરતક્ષેત્રને વાસુદેવ કપિલ શ્રી મુનિસુવ્રત પ્રભુ પાસે બેઠો હિતે, તેણે કૃષ્ણના શંખનો શબ્દ સાંભળી કૃષ્ણના આગમનનું વૃત્તાંત પ્રભુ પાસેથી સાંભળ્યું. પછી તે કપિલ વાસુદેવ કૃષ્ણને મલવા માટે જેટલામાં સમુદ્રને કાંઠે આબે તેટલામાં શ્રીકૃષ્ણ પાંચે પાંડવો સહિત સમુદ્ર મધ્યે કેટલેક દૂર ગએલા હેહોવાથી તેણે ફક્ત કૃષ્ણના રથની ધ્વજા દીઠી. કપિલ વાસુદેવે હર્ષથી પિતાના શંખને શબ્દ કર્યો તે શબ્દ સાંભળી હર્ષ પામેલા કૃષ્ણ સામે શંખને શબ્દ કરી તુરત સમુદ્રના કાંઠે આવ્યા. કૃષ્ણ સુસ્થિત દેવને વિદાય કરવા માટે સમુદ્રકાંઠે રોકાયા અને પાંડવો હાણુમાં બેસી ગંગાના સામા તીરે ગયા. જો કે પાંડવોએ પરીક્ષા કરવા પાછું કૃષ્ણને માટે વહાણ મેકલ્યું નહીં. તે પણ કૃતકૃત્ય એવા કૃષ્ણ પોતે બન્ને ભુજાથી ગંગાને તરી મધ્ય ભાગમાં દેવીએ કરેલા સ્થળમાં વિશ્રામ કર્યો ત્યાંથી તે ગંગાના સામા કાંઠે ગયા, પાંડવો તો કૃષ્ણને આવેલા જોઈ તેમની પ્રશંસા કરવા લાગ્યા પરંતુ કૃષ્ણ તે ક્રોધથી તેમના રથે ભાગી નાખી અને કહ્યું કે “હવે પછી મારા રાજ્યમાં રહેવું નહીં.” એમ કહી કૃષ્ણ તુરત પિતાની દ્વારકા પુરી પ્રત્યે ગયા.
પછી કૃષ્ણ કુંતીના આગ્રહથી પાંડવોને નિવાસ કરવા માટે દક્ષિણ સમુદ્રને કાંઠે પૃથ્વી આપી. ત્યાં તેઓ પાંડુ મથુરા નામે નગરી વસાવી સીમાડાનું નકી કરી તથા બીજા રાજાઓને પોતાના તાબામાં કરી ઈંદ્રની પેઠે રાજ્ય કરવા લાગ્યા. પછી અવસરે વૈરાગ્યવાસિત થએલા પાંડેએ દ્રોપદીથી ઉત્પન્ન થએલા પાંડુસેન પુત્રને