________________
(૧૭)
શ્રી ગણષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ, - આ પ્રમાણે ભક્તિથી મુનિની સ્તુતિ કરી તથા તેમની રાજા લઈ લઈ ધર્મમાં અનુરક્ત એ શ્રેણિક રાજા પોતાના અંતપુર અને પરિવાર સહિત પિતાના નગર પ્રત્યે ગયે. નિરંતર ધર્માનુરાગને ધારણ કરતે અને તે મહા મુનિના ગુણનું સ્મરણ કરતે શ્રેણિક રાજા હર્ષથી રાજ્ય કરવા લાગ્યું.
અસંખ્ય ગુણોની પંકિતથી સમૃદ્ધિવંત, પક્ષીઓની પેઠે પ્રતિબંધરહિત, ત્રણ ગુણિથી ગુમ અને ઉગ્ર દંડ વિનાના તે નિગ્રંથ મુનીશ્વર પૃથ્વી ઉપર વિહાર કરતા છતા અનુક્રમે મહાદિ કર્મના સમૂહને ક્ષય કરી અક્ષય લક્ષમી આપનારા એક્ષપદને પામ્યા. લોકમાં “ અનાથી મુનિ ” એવી પ્રસિદ્ધિ પામેલા અને શિવસુખને ભજનારા તે મહામુનિ, સંઘને પરિમાણુ વિનાનું મંગલ આપે.
'श्री अनाथी' नामना निर्गय मुनिवरनी कथा संपूर्ण.
वध्य नीणिज्जतं दई, विरनो भवाउ निरकंतो ॥
निव्वाणं संपत्तो, समुदपालो महासत्तो ॥१९॥ વધ કરવા યોગ્ય ચારને વષ્ય ભૂમિ પ્રત્યે લઈ જતે જોઈ વિરાગ્ય પામેલા, સંસારથી નિકલી ગએલા મહા સત્યવાન સમુદ્રપાલ મુનિ મેક્ષ પામ્યા.
* 'श्रीसमुद्रपाल' नामना मुनिवरनी कथा * શત્રુઓથી નિષ્કપ એવી ચંપાનગરીમાં પાલિત નામે સાર્થવાહ વસતે હતે. તે ઉત્તમ શ્રાવક શ્રી વીરપ્રભુને શિષ્ય હતે. એકદા જીવાજીવાદિ તત્વને જાણ તે શ્રાવક વહાણ વડે સમુદ્રમાં વેપાર કરતા કરતા પિહુંડ નામના નગર પ્રત્યે ગયે. પિહંડ નગરમાં વેપાર કરતા એવા તે પાલિતને તેના ગુણથી રંજિત થએલા ત્યાંના કઈ શ્રેષ્ઠીએ પોતાની પુત્રી આપી. અનુક્રમે બહુ દ્રવ્ય સંપાદન કરી પાલિત શ્રાવક પોતાની ગર્ભવતી સ્ત્રીને સાથે લઈ પોતાના દેશ પ્રત્યે જવા નિત્યે. સમુદ્રમાં જતાં જતાં તેની સ્ત્રીએ પુત્રને જન્મ આપે. પિતાએ તે પુત્રનું સમુદ્રપાલ નામ પાડયું. પાલક શ્રેષ્ઠી ક્ષેમ કુશલ ચંપાનગરીમાં પોતાને ઘેર આવ્યા. પુત્ર પણ સુખે ઘરમાં વૃદ્ધિ પામવા લાગ્યું. પિતાએ કલાચાર્ય પાસે મોકલી તેને તેર કલાઓનો અભ્યાસ કરાવ્યું. સર્વે નીતિને જાણ તે બાલક અનુક્રમે યુવાવસ્થા પામ્યો. ત્યારે પિતાએ તેને રૂપવતી અને સતી એવી રૂપિણી નામની કન્યા સાથે વ્હોટા ઉત્સવથી પરણાવ્યો. સમુદ્રપાલ, પૂર્વ ભવના પુણ્યસમૂહથી મોટા મહેલમાં પ્રિયાની સાથે ગંદક દેવતાની પેઠે ઈચ્છા પ્રમાણે ક્રીડા કરતો હતે.
એકદા સમુદ્રપાલ પિતાના મહેલના ગવાક્ષમાં બેઠો હતો એવામાં તેણે વધ કરવા યોગ) પુરૂષને પહેરાવવા યોગ્ય આભૂષણથી શોભતા કેઈ ચારને વધ ભૂમિ પ્રત્યે લઈ જવાતા દીઠે. સમુદ્રપાલ તેને જાઈ વૈરાગ્યથી આ પ્રમાણે બોલવા લાગે