________________
શ્રીમતી રહિણી નો સબંધ,
(૧૩) ઘેરાયલે તે મેં પૂર્વભવે કોઈને દગ્ધ કર્યા હશે ” એમ ખેદ કરતાં છતાં પંચ નવકારનું સ્મરણ કરતાં તુરત ભસ્મરૂપ થઈ ગયે.
શ્રી પદ્યાપ્રભુ ભગવાન સિંહસેન રાજાને કહે છે કે હે રાજન ! નવકાર મંત્રના પુણ્યથી તે ગોવાલના પુત્ર વૃષભસેનને જીવ આ હારા પુત્રપણે ઉત્પન્ન થયો છે. પિતાનું પાપકર્મ કાંઈક બાકી રહી જવાને લીધે તે મહા દુર્ગધી દેહવાલે થયે છે. ” જિનેશ્વરનાં આવાં વચન સાંભળી ઉત્પન્ન થએલા જાતિસ્મરણ જ્ઞાનવાલા અને કંપતા દેહવાલા સિંહસેનપુત્રે હાથ જોડીને પ્રભુને કહ્યું. “ હે નાથ ! આ દુસ્તર એવા સંસારસમુદ્રથી હારો ઉદ્ધાર કરે, ઉદ્ધાર કરો, અને હું તે પાપથી તે શી રીતે મૂકાઈશ તે નિવેદન કરે. નિવેદન કરે. ”
(અમૃતાસવ મુનિરાજ દુધાને કહે છે કે, દીનમુખવાલા રાજપુત્રે આમ કહો છતે દયાવંત એવા શ્રી જિનેશ્વરે, હારા કહેવા પ્રમાણે તેને રોહિણવ્રત કહ્યું. પછી સિંહસેન રાજા પુત્રાદિપરિવારસહિત નગર પ્રત્યે ગયો. ત્યાં રાજપુત્રે વિધિ પ્રમાણે રોહિણી વ્રત કર્યું. રોહિણું વ્રત રૂ૫ વેલથી ઉત્પન્ન થએલા અને મુક્તિ રૂપ ફલને ઉત્પન્ન કરનારા પુણ્યરૂપી પુષ્પથી સિંહસેન નૃપ પુત્ર દુર્ગધવાળ મટી ઉત્તમ ગંધવાલો થયો. પછી રાજાએ નગરમાં ઑટે મહત્સવ કરી પોતાના પુત્રનું સર્વ સ્થાનકે પ્રસિદ્ધ એવું “ સુગંધ ” નામ પાડયું. માટે હે ભદ્રે રોહિણી વ્રત કરતાં તને પણ તે દુધની પેઠે બહુ સુખ થશે. ” - અમૃતાવ મુનિરાજનાં આવાં વચન સાંભલી દુર્ગધા બહુ હર્ષ પામતી છતી તે ઉપશમધારી મુનિરાજને નમસ્કાર કરી લેકે સહિત નગરીમાં ગઈ. ત્યાં તેણીએ વિધિ પ્રમાણે રહિણીનું વ્રત કર્યું તેથી તે દુષ્ટ કર્મના હેતુથી મૂકાઈને ઉત્તમ સુગંધવાળી થઈ એટલું જ નહિ પણ માણસને વિસ્મયકારી રૂપને ધારણ કરતી તે રોહિણી તપ કરતી છતી અનુક્રમે સુખના ધામ રૂપ સ્વર્ગમાં ગઈ. ત્યાં દીર્ઘકાલ અસંખ્ય ભેગો ભેગવી સ્વર્ગથી ચવેલી તે ચંપાપુરીના રાજા મધવનની સ્ત્રી લકમો દેવીથી રોહિણી નામની પુત્રીપણે ઉત્પન્ન થઈ.
| ( રૂપકુંભ મુનિરાજ અશોકચંદ્ર ભૂપતિને કહે છે કે,) હે રાજન ! તે આ રોહિણી હારી સ્ત્રી થઈ છે. તેણીએ વિધિથી રોહિણું વ્રત કર્યું છે તેથી તે શેકરહિત રહે છે. હવે છઠા જિનેશ્વર શ્રી પદ્મપ્રભુના કહેવાથી જેણે રહિણી વ્રત કર્યું છે, તે પેલા સુગંધનું વ્રત્તાંત સાંભલ.
સિંહપુરમાં સિંહસેન ભૂપતિએ પોતાના પુત્ર સુગંધને રાજ્યાસને બેસારી પિતે દીક્ષા લઈ પરમાર્થનું સાધન કર્યું. પોતાના શરીરને દુર્ગધ નાશ થવાથી જેનશાસનને અભૂત અતિશય જોઈ સુગંધ જિનધર્મને વિષે નિરંતર અધિક અધિક શ્રદ્ધા ધારણ કરવા લાગ્યો. સમર્થ એવા તે ભૂપતિએ બાહા તથા અંતરંગના શત્રુએને છતી દીર્ઘકાલ પર્યંત પિતાના હેટા ધર્મરાજ્યનું પાલન કર્યું. શુદ્ધ શ્રાવક