________________
શ્રીમતી શિહિણીને સંબધ. અને બાર યોજન લાંબી બનાવી. ગામે ગામ એને નગરે નગર અરિહંત પ્રભુના પ્રાસાદ કરાવી સુવર્ણ અને રત્નમય એક લાખ જિન પ્રતિબિંબ ભરાવ્યાં. પ્રતિ દિવસે સાધર્મિઓનું વાત્સલ્ય અને ભેજનાદિકથી સાધુ સાધ્વીઓની ભક્તિ કરી તે ભૂપતિએ કર માફ, ન્યાય પ્રવૃત્તિ અને અન્યાયત્યાગ ઈત્યાદિથી સર્વ પ્રજાને નિરંતર જિનધર્મની ઉન્નતિ અને પિતાના રાજ્યની ઉન્નતિ કરતા એવા તે રાજાને ઘણે કાળ સુખમાં નિર્ગમન થ.
એકદા ઉદ્યાનમાં આવેલા જિતશત્રુ મુનિ પાસેથી અરિહંત ધર્મ સાંભળી સંયમ રૂપ પરમ વૈરાગ્યવાસિત થએલા તે અર્થકાતિ ભૂપતિએ, મિત્ર, પુત્ર, સ્ત્રી, અને મંત્રી મંડળને પૂછી પિતાના ધવલકીતિ પુત્રને રાજ્યાસને સ્થાપન કરી પોતે દીક્ષા લીધી. અકીર્તિ મુનિ, શ્રી જિનેશ્વર પ્રભુની આજ્ઞાથી દીર્ઘકાલ પર્યત ઘેર તપ કરી શુભ ધ્યાનથી મૃત્યુ પામી અય્યત દેવલોકમાં દેવતા થયા.
રૂ૫કુંભ મુનિરાજ અશચંદ્ર ભૂપતિને કહે છે કે, હે રાજન ! દેવકનાં દીર્ઘકાલ પર્યત સુખ ભોગવી ત્યાંથી ચવેલે તે અકકીર્તિ મુનિને જીવ અશોક ભાવવાળે તે અશચંદ્ર ભૂપતિ થયો છું. એક રેહિણું વ્રતના તપથી બહુ સંપાદન કરેલા પુણ્યવાલા તમે બન્ને જણુ અપ્રમાણુ પ્રેમબંધવાળાં સ્ત્રી પુરૂષ થયાં છે. તમને બન્ને જણાને રોહિણું તપના પ્રભાવથી વિશ્વને આશ્ચર્યકારી પણ આ ભાગ્યસૌભાગ્યની લક્ષ્મી મલી છે. માટે અનુભાવને જાણનારા ભવ્ય પુરૂષોએ ઉપવાસાદિ થથા વિધિએ કરીને અનંત સુખને અર્થે તે વ્રતનું સેવન કરવું. હે રાજન ! મેં તમારા બન્નેના પૂર્વ ભવની કથા કહી. હવે તમારા પુત્રોના પૂર્વ જન્મ કહું તે તમે સાંભળે.
પૃથ્વીરૂપ સ્ત્રીના આભૂષણ રૂપ મથુરા નામની નગરીમાં ઉત્તમ બુદ્ધિવાલે વીરસેન નામે રાજા રાજ્ય કરે છે, તે નગરીમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણ વરસતો હતો તેને સાવિત્રી નામે સ્ત્રી હતી. તેઓને શિવશર્માદિ સાત પુત્રો હતા. દારિદ્રથી દુખી પણ પ્રકૃતિથી ભદ્રક સ્વભાવવાલા તે સાતે પુત્ર દ્રવ્ય મેળવવા માટે પાટલીપુરે ગયા. ત્યાં સિંહવાહન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને કમલશ્રી નામની સ્ત્રીથી ઉ૫a થએલે હરિવાહક નામે પુત્ર હતો. સિંહવાહન ભૂપતિ આ અવસરે વસુમિત્ર રાજાની કનકમાલિકા નામની પુત્રીને મોટા મહોત્સવથી પરણતે હતે. મથુરા નગરીમાં રાજાની સમૃદ્ધિ જોઈ પોતાના દારિદ્રથી દુઃખી થએલા ન્હાના છ ભાઈઓ મોટા શિવશમોને કહેવા લાગ્યા.
“હે આર્ય! જુઓ, જુઓ ! આ વિધિની ક્રીડાની વિચિત્રતા શી? મનુષ્યપણું સરખું છતાં વિધિ કેટલું બધું અંતર દેખાડે છે? આ વિવાહોત્સવમાં આ માણસો આપણું હાથી અને ઘોડા ઉપર બેઠા છે અને આપણું પગ તે જેડા પણ ન હોવાથી કાંટાવડે વિંધાઈ જાય છે. હે ભાઈ ! આ દરેક પુરૂષે આભષણમાં જેટલાં