________________
(૧૯ર)
શ્રાષિમંડલ વૃત્તિ-ઉત્તરાહે પુત્ર પવરથને રાજ્યાભિષેક કર્યો અને પિતે ઉદ્યોષણા પૂર્વક દીન અને દુઃખી જનોને સુવર્ણ, વસ્ત્ર અને રત્નાદિ બહુ દાન આપી આજ્ઞાકારી દાસી અને દાસ સાથે રાખી પિતાની નહિ પ્રગટ કરેલા ગર્ભવાળી રાણીની સાથે તાપસવ્રત લીધું. પછી તાપસવ્રતને પાલવા અસમર્થ એવા દાસ દાસીએ કોલ કરીને તે વ્રત ત્યજી દીધું. અવસરે તાપસીએ એક પુત્રીને જન્મ આપે અને પોતે અચાનક મૃત્યુ પામી. મુનિએ પુત્રીનું અર્ધસંકાશા નામ પાડયું. પિતાએ કષ્ટથી દૂધ પાનાદિવડે લાલન પાલન કરેલી તે પુત્રી અનુકમે વિશ્વને મેહ પમાડનારી યુવાવસ્થા પામી. વિકારરહિત એવી તે પુત્રી પિતાની સેવા કરતી તેથી પિતા તે પુત્રીને જોઈ બહુ કામાતુર થયે. અહો! કામને કેઈ અપૂર્વ મહિમા દેખાય છે, કે જે કામથી પ્રેરાયલે પુરૂષ, જિતેંદ્રિય છતાં પણ કૃત્ય અકૃત્ય જાણતા નથી. વિશ્વને વંદન કરવા યોગ્ય અને ધન્ય એવા તે તે ઉત્તમ પુરૂષે છે કે જેમને દિવ્ય રૂપવાલી સ્ત્રીઓને જોયા છતાં પણ કામવિકાર થતું નથી. પછી ઉત્તમ ભાગ્યવાલી પિતાની પુત્રી અદ્ધસંકાશાને ઝુપડીમાં બેઠેલી જોઈ કામદેવથી અત્યંત પીડા પામેલા દેવિલાસુત તાપસ, તે પુત્રીની સાથે પશુકડા કરવા માટે તુરત દેડ્યા. એવામાં તે રસ્તામાં પડેલા કાષ્ટની સાથે અફલાવાથી પૃથ્વી ઉપર પડી ગયા. ખીલાવડે વિંધાવાથી બહુ પીડા પામેલા તે વિલાસુત મુનિ પિતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે “આ ચિંતવેલા પાપનું ફલ મને આજ ભવમાં આવ્યું તે પછી પરલોકમાં કેટલું દુખ થશે ? ધિક્કાર છે, ધિક્કાર છે કામ વિડંબનાને, અત્યંત કામથી ઉન્મત્ત થએલા વિવેકી પુરૂષે પણ હારી પેઠે વિવેકરહિત બની જાય છે. માટે ધિક્કાર છે, ધિક્કાર છે મને, બ્રાય ધારણ કરનારા પુરૂષોએ સર્વથા સ્ત્રીસંગ ત્યાગ કરવા એગ્ય છે. કારણ એમ ન હોય તે તે તપસ્વી પુરૂષોને પણ મારી પેઠે વિડં. બના થાય છે.” આ પ્રમાણે વિચાર કરતાં અંતરાયના કર્મને નાશ થવાથી કૃતાર્થ એવા દેવિલાસુત મુનિ જાતિ સ્મરણ જ્ઞાન પામ્યા. પછી “હે ભવ્ય જીવો! તમારે સર્વ પ્રકારના કામથી વિરક્ત થવું.” એવું અધ્યયન કહી, દેવિલાસુત મુનિ પ્રત્યેક બુદ્ધ થયા. મુનિએ પોતાની અદ્ધસંકાશા પુત્રી સાધ્વીને સંપી. પછી પિતા અને પુત્રી અને જણ ઉત્તમ પ્રકારે ચારિત્ર પાલવા લાગ્યા.
ફોધના ત્યાગથી ક્ષમા, ૨ માનના ત્યાગથી મૃદુતા, ૩ માયાના ત્યાગથી સરલતા અને ૪ લેભના ત્યાગથી મુક્તિ થાય છે. ૫ બાર પ્રકારને ત૫, ૬ સત્તર પ્રકારને સંયમ અને ૭ દશ પ્રકારનું સત્ય છે. ૮ શાચ, તેજ પાંચ ઇન્દ્રિયોને દમ કહ્યો છે. ૯ સર્વ પ્રકારે દ્રવ્યનું નહિ રાખવું, તેને શ્રીજિનેશ્વરેએ અકિચનપણું માન્યું છે. ૧૦ નવ પ્રકારના ભેદવડે વિશુદ્ધિ અને બ્રહ્મચર્ય રૂ૫ મહાવ્રત કહેવાય. આ પ્રમાણે સંયમના જીવિત રૂપ દશ પ્રકારના ધર્મને મન, વચન અને કાયાના પેગથી પાળતા એવા તે પિતા પુત્રી અનુક્રમે શુકલ ધ્યાનથી કેવલ જ્ઞાન પામી અનેક ભવ્ય જીને પ્રતિબોધ પમાડી મેક્ષપદ પામ્યા.