________________
(૧૯૯૨)
મીત્રષિમહલ રિ-ઉત્તસહી તે પુત્રનું લેકમાં દુર્ગધ એવું નામ પડ્યું. કોઈ સ્ત્રી ધન લાભથી પણ તેની સેવા કરતી નહિ. તેમજ વિજણના પવનથી પણ તેના શરીર ઉપરથી માખીઓ ઉડતી નહિ તેની દુર્ગધથી પીડાએલા સેવકે પણ માત્ર મને બળથી સેવતા હતા. માતા પિતા કણકારી પુત્રનું મૃત્યુજ માગતા હતા. હર્ષના સમૂહ યુક્ત અંતકરણવાળા, બહુ આભૂષણોથી દેદીપ્યમાન એવા દેવ અસુર અને વિદ્યાધરો આકાશમાં ફરતા હતા. આ સ્મતે તે નગરના ઉદ્યાનમાં છઠા તીર્થંકર શ્રી પ્રભ-સ્વામી સમવસર્યા. પ્રભુનું આગમન સાંભલી ભૂપતિ પુત્રાદિસહિત તેમને વંદના કરવા માટે ગયા. સિંહસેન ભૂપતિ સમવસરણમાં જઈ ત્યાં પ્રભુને વિધિથી વંદના કરીને બેઠે. શ્રી જિનેશ્વર પ્રભુએ મેઘની પેઠે ધર્મોપદેશ રૂપ અમૃતના વરસાદથી ભવ્ય પુરૂષોના અંતરંગ તાપને દૂર કર્યો. પછી ભૂપતિએ પુત્રના દુગધનું કારણ પૂછયું એટલે શ્રી જિનેશ્વરે અમૃતસમાન મધુરવાણીથી કહ્યું.
આ ભરતક્ષેત્રમાં બાર જન વિસ્તારવાલું નાગપુર નામે નગર છે. તેની પાસે નીલનગ નામે પર્વત છે. તે પર્વતની એક શિલા ઉપર કેઈ એક માસક્ષમણે પારણું કરનારા સંયમધારક મુનિ, સર્વ પ્રકારના ઉપદ્રવને સહન કરવા રહેતા હતા. વલી તે પર્વતના શિખર ઉપર મૃગમાર નામે પારધી રહેતું હતું. કુકર્મ કરનારે તે પારધી હંમેશાં કાલની પેઠે પશુ હણતા હતા. પરંતુ સર્વ પ્રકારની લબ્ધિના ભંડાર રૂપ તે મુનિના પ્રભાવથી તે પારધીની હંમેશા પાપક્રીડા નિષ્ફલ થવા લાગી તે ઉપરથી મગમાર પારધી, મુનિને વધ કરવાનાં છિદ્ર શેધવા લાગ્યા. એક દિવસ મુનિરાજ માસક્ષમણના પારણાર્થે નગરમાં ગયા એટલે પાછળ પેલો દુક પારધી બહુ કાષ્ટ ઘાસ વિગેરેને એકઠું કરી શિલાને નીચેથી સળગાવી પછી જેમ હતું તેમ કરી ત્યાંથી નાશી ગયે. મુનિરાજે પાછા સ્થાનમાં આવીને અવધિજ્ઞાનથી જોયું તે પિતાનું આયુષ્ય પૂર્ણ થયું જાણ્યું. પછી તે કર્મ ક્ષય કરવા માટે તુરત શિલા ઉપર બેઠા. અતિ ઘર એવા શિલાના તાપને સહન કરતા તે તપસ્વીને વિશ્વમાં ઉત્તમ એવું અંતકૃત્વ કેવલીપણું ઉત્પન્ન થયું.
- હવે પેલો પારધી આવા ઘોર પાપથી કોઢીયે થયે. ગલતા શરીરવાલે તે મૃત્યુ પામીને અનંત ઉગ્ર વેદના વાલી સાતમી નરક પ્રત્યે ગયે. ત્યાંથી સ્વયંરમણદ્વીપમાં મત્સ થયે. ત્યાંથી છઠી નક્કમાં જઈ બહુ દુઃખ પામ્યા. ત્યાંથી નિકલી સર્ષ થયે. મૃત્યુ પામી પાંચમી નરક પ્રત્યે ગયે. ત્યાંથી સિંહ થયે અને ચોથી નરકે ગયે. વાઘ થયા પછી તે ત્રીજી નકમાં ગયે. ત્યાંથી બિલાડે થઈ બીજી નરકે ગયે. છેવટ બગલો થઈ પહેલી નરકે ગયે. ત્યાંથી નિલી ચાંડાલાદ બહુ જાતિમાં ભમ્યા પછી તે પારધીને જીવ નાગપુર નગરમાં ગવાલીની સહી ગાંધારીથી વૃષભસેન નામે પુત્રપણે ઉત્પન્ન થયે. ભદ્રકવભાવવા તે વૃષભસેન આવકના સંબે ગાયને ચારવા માટે નીલ પર્વતની પાસે ગયે. ત્યાં દાવાનલથી