________________
(૪૦)
શ્રી રષિમંડલ વૃત્તિ ઉતારાદ્ધ. વાળી તે દુર્ગધા ધર્મકાર્યમાં તત્પર થઈને માતાની પાસે જ રહેવા લાગી.
એકદા તે નગરીમાં જ્ઞાનામૃતના સમુદ્ર રૂપ મહા ઉદયવંત અમૃતાસવ નામના મુનિ આવ્યા. મુનિનું આગમન સાંભળી ધનમિત્ર શ્રેણીના કહેવા ઉપરથી વસુપાળ ભૂપતિ, પોતાના અંત:પુરસહિત તેમને વંદના કરવા ગયો. ત્યાં ભૂપતિ, મુનિને નમસ્કાર કરીને બેઠો એટલે મુનિરાજે યુક્તિપૂર્વક ધર્માધર્મની ગતિ રૂપ જીવવિચાર સ્પષ્ટ રીતે કહ્યો.
પછી દુર્ગધાએ પોતાના દુધનું કારણ મુનિરાજને પૂછયું એટલે તેમણે કહ્યું કે- આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં સર્વ પ્રકારની સંપત્તિથી ભરપૂર એ સૈરાષ્ટ્ર નામે દેશ છે તેમાં સર્વ નગરના આભૂષણ રૂપ ગિરિપુર (જુનાગઢ) નામે નગર છે. તે નગરની પાસે ગિરિનાર નામે માટે પ્રખ્યાત અને ઉંચો પર્વત આવેલ છે. જેનું મન નિરંતર શ્રી અરિહંતના ધર્મ રૂપ કમળને વિષે જ રમતું હતું એ પૃથ્વીપાલ નામે પ્રસિદ્ધ રાજા ત્યાં રાજ્ય કરતા હતા. તેને પ્રેમના પાત્ર રૂપ અને મનહર કાંતિવાળી સિદ્ધમતિ નામે સતી સ્ત્રી હતી. તે હંમેશાં પતિના દાક્ષિણ્યતાથી જિનધર્મને વિષે બુદ્ધિ રાખતી હતી
એકદા પૃથ્વીપાલ ભૂપતિ, અંત:પુરસહિત ઉદ્યાનમાં ક્રીડા કરવા જતો હતો, એવામાં તેણે ગિરિનાર પર્વતથી નગરમાં જતા એવા ધર્મરૂચિ નામના મુનિને દીઠા, તેથી તેણે પ્રિયાને કહ્યું કે “આ એક માસના ઉપવાસી મુનિને પારણું કરાવી તું ઝટ આવજે, અમે ધીમે ધીમે જઈએ છીએ.” રાજાની આવી આજ્ઞાને ભંગ કરવાથી ભય પામતી પણ પોતાની ઈચ્છાને ભંગ થવાથી મનમાં બહુ ક્રોધાતુર થએલી તે રાણી સિદ્ધમતિ, મુનિને પારણું કરાવવા માટે પોતાના ઘર પ્રત્યે લઈ ગઈ. ત્યાં તેણીએ કેઈને માટે કડવું તુંબડુ પકવી રાખ્યું હતું તે દાસી વિગેરે બીજા માણસોએ ના કહ્યા છતા બીજા ભય પદાર્થોની સાથે મુનિને વહેરાવ્યું. ધર્મરૂચિ મુનિ પણ ગુરૂએ ના કહ્યાા છતાં છ ઉપર દયા ભાવથી તે સર્વ કડવું તુંબડુ ભક્ષણ કરી ગયા, અને પછી તેમણે અનશન કર્યું. કડવું તુંબડુ ઉદરમાં પરિણમ્યું એટલે અત્યંત પીડા પામેલા તે ધર્મરૂચિ વિશુદ્ધ અધ્યવસાયથી અંતકૃત કેવળી થઈ મોક્ષ પામ્યા.
પૃથ્વીપાલ ભૂપતિને આ વાતની ખબર પડી જેથી તેણે ક્રોધથી સિદ્ધમતિનું. સર્વ વસ્ત્રાભરણાદિ લઈ તથા તેણીના ગળે સરાવલાને હાર પહેરાવી તેણીને નગર બહાર કાઢી મૂકી. પછી પછી ઉદંબર નામના કોઢથી ગળતા શરીરવાળી અને છેદાઈ ગયા છે કાન તથા નાક જેણીના એવી તે સિદ્ધમતિ મૃત્યુ પામીને છઠી નરકે ગઈ. ત્યાંથી નીકળીને અનુકને અસંખ્ય દુઃખસમૂહથી બળતી એવી સાતે નરકમાં ફરી પછી કુતરી, સાપણું, ઉંટડી, ભુંડણી, ઘરોલી, જળ, ઉંદરડી, કાગડી, બીલાડી,