________________
(૧૭૮ ).
શ્રી રષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ, હે મહારાજા? આપ ઉત્તમ સ્વયંવર મંડપ રચાવો કે તેમાં રહિણી પિતાની ઈચ્છા પ્રમાણે ગ્ય વર વરે.” મઘવન ભૂપતિએ પ્રધાનનું વચન માન્ય કરી સ્વયંવર મંડપ રચાવ્યું અને તેમાં દૂતો એકલી અનેક દેશના રાજાઓને તેડાવ્યા. સર્વે ભૂપતિઓ સ્વયંવર મંડપમાં આવ્યા. વિશ્વને મેહ પમાડનાર રહિણી પણ હાથમાં વરમાળા લઈ સ્વયંવર મંડપમાં આવી. ત્યાં પોતાની દૂતીએ વર્ણન કરેલા એશ્વર્ય, રૂપ, સંપત્તિ, બલ અને તેજ વાળા સર્વ ભૂપતિઓ ત્યજી દઈ રહિએ, નાગપુરના રાજા વીતશેકના પુત્ર અશોકચંદ્રને હર્ષથી વર્યો. તે પછી મઘવન ભૂપતિએ તે યોગ્ય સંબંધ જાણી તેઓનો વિવાહ ઉત્સવ કર્યો અને રોહિણના પૂર્વ પુણ્યથી સંતુષ્ટ થએલા બીજા રાજાઓને દાનમાનથી સત્કાર કરી વિદાય કર્યો. અશોકચંદ્ર કેટલાક દિવસ સુધી ચંપાનગરીમાં સાસરાને ઘેર રહી રહિણપ્રિયા સાથે હર્ષથી ભોગે ભગવ્યા, પછી પિતાએ તેડાવેલ અશોકચંદ્ર, પ્રિયાસહિત થોડા દિવસમાં નાગપુરે ગયો. ત્યાં પિતાએ તેને હેટા ઉત્સવથી નગરપ્રવેશ કરાવ્યું. વૈરાગ્યવાસિત થએલા વીતશેક ભૂપતિએ પોતાના રાજ્યાસને અશોકચંદ્રને સ્થાપન કરી પિતે દીક્ષા લીધી પછી અશોકચંદ્ર ભૂપતિ, રાજ્યભાર પ્રધાને સેંપી પોતે રોહિણીની સાથે બહુ ભેગે ભેગવવા લાગ્યો. અનુક્રમે તેને ગુણપાલાદિ આઠ પુત્ર અને ગુણમાલાદિ ઉત્તમ કાંતિવાલી ચાર પુત્રીઓ થઈ.
એકદા પિતાના મહેલના સાતમા માળના ગોખમાં બેઠેલી રહિણીએ આશ્ચર્યથી વસંતતિલકા નામની પોતાની ધાવમાતાને કહ્યું કે “હે માત ! નીચે શેરીમાં દ્રષ્ટિ કરીને જુઓ તે ખરાં, આ સ્ત્રીઓનું ટેળું છુટા કેશ મૂકી કરૂણુસ્વરથી રૂદન કરે છે. અરે એટલું જ નહિં પણ જેમ તેમ વાગતા એવા વાજીંત્ર સરખું નૃત્ય અને વ્યવસ્થારહિત તાબેટા પૂર્વક હાથને આમ તેમ ફેરવે છે. મેં બહુ નાટક જોયાં છે પણું ભારતાદિ શાસ્ત્રમાં આવું નાટક ક્યારે જોયું નથી તેમ સાંભળ્યું પણ નથી. માટે આ સ્ત્રીઓ આવું આશ્ચર્યકારી અપૂર્વ કર્યું નાટક કરે છે?” ધાવમાતાએ ક્રોધ કરીને તેણીને કહ્યું. “અરે આ હારે રૂપમદ શ? અથવા તે પોતાની લમીના મદથી એ સ્ત્રીઓને આવી રીતે હસે છે?” રહિણીએ કહ્યું. “હે માત ! આપ કોપ ન કરે. એ કંઈપણ હાર મદ નથી. કારણે આવું કૌતુક મેં ક્યારે પણ દીઠું નથી તેથી હું તમને પૂછું છું.” ધાવમાતાએ કહ્યું. “ હે વત્સ! સ્ત્રીઓના ટેળામાં જે મધ્યે સ્ત્રી છે તેણીને એક પુત્ર મરી ગયા છે તેને આજે તિલાંજલિને દિવસ છે માટે તે સ્ત્રીઓ પુત્રના ગુણેને સંભારીને રૂવે છે. સંસારનું આવું નાટક તને આ ભવમાં થયું નથી.” રેહિણુએ ફરીથી ધાવ માતાને કહ્યું. હે માત ! તે સ્ત્રીને પુત્ર મરી ગયો તેમાં તે રેવે છે શા માટે? શું તેણીનું રેવું પુત્રને બોધકારી થશે?” આ વખતે અશચંદ્ર ભૂપતિએ હાસ્ય કરતાં છતાં રેહિણીને કહ્યું કે “હુ, તને રેવું સમજાવું અર્થાત્ લ્હારી પાસે તેવું નાટક કરાવું.” એમ કહીને ભૂપતિએ